Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દૂધધારા પરિક્રમાને મંજૂરી આપવા વન વિભાગને રજૂઆત:​સનાતન સંસ્કૃતિની જાગૃતિ અને પશુધનની સુખાકારી માટે 10 જુલાઈએ 36 કિલોમીટરની દૂધધારા પરિક્રમાની મંજૂરી આપવા રજૂઆત.

    1 day ago

    ગિરનાર ભવનાથ તળેટીમાં દર વર્ષની પરંપરા મુજબ યોજાતી પવિત્ર દૂધધારા પરિક્રમા માટે વિશ્વ હિન્દુ પરિષદ – જૂનાગઢ મહાનગર દ્વારા વન વિભાગ સમક્ષ મંજૂરી મેળવવા માટે જરૂરી રજૂઆત કરવામાં આવી છે. દર વર્ષે જેઠ વદ અગિયારસના પાવન દિવસે તેમજ દરેક લોકોની સુખાકારી માટે આ પારંપરિક ધર્મ શ્રદ્ધા અને આસ્થા રૂપી પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આગામી શુક્રવાર, તારીખ 10 જુલાઈ, 2026ના રોજ આ દૂધધારા પરિક્રમા યોજાનાર છે. આ પરિક્રમા દરમિયાન સમગ્ર 36 કિલોમીટરના રૂટ પર દૂધની ધારા વહાવતા વહાવતા તમામ દેવાલયોમાં પ્રાર્થના કરવામાં આવે છે. ગિરનારમાં વસતા તમામ અબોલ જીવો, ગૌધનની રક્ષા થાય અને લોકોની સુખાકારી સાથે આવનારું વર્ષ સૌના માટે ફળદાયી નીવડે તેવા શુભ આશય સાથે આ પરિક્રમા યોજાય છે. આ ધાર્મિક આયોજનમાં દર વર્ષે સમસ્ત હિન્દુ સમાજના હજારો શ્રદ્ધાળુઓ ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક જોડાઈને પોતાની આસ્થા વ્યક્ત કરે છે. ​વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વન વિભાગને ખાતરી આપવામાં આવી છે કે પરિક્રમાનું સમગ્ર આયોજન વન વિભાગના તમામ નિયમો અને માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન કરીને શાંતિપૂર્ણ, વ્યવસ્થિત અને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ રીતે જ કરવામાં આવશે. આ વર્ષ 2026ની દૂધધારા પરિક્રમામાં વધુમાં વધુ લોકોને જોડાવાની મંજૂરી મળે તે માટે વિભાગીય વન સંરક્ષક અધિકારી જોશીને રૂબરૂ મળીને આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે. આ રજૂઆત દરમિયાન પરાગભાઈ તન્ના, નથુભાઈ કાંબલિયા, મહેન્દ્ર ગોસાઈ, જીગ્નેશભાઈ બારોટ, જોગીભાઈ કોટેચા, કિશનભાઈ બુહેચા અને દિનેશભાઈ મકવાણા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ​આ આયોજન અંગે વિશ્વ હિન્દુ પરિષદના સેવાપ્રમુખ પરાગ તન્ના એ જણાવ્યું હતું કે, જેઠ વદ અગિયારસ એટલે કે દૂધધારા પરિક્રમા. આ પરિક્રમા ખાસ તો વરસાદના વધામણા કરવા માટે અને વર્ષાઋતુ ખૂબ જ સરસ રીતે પસાર થાય તે માટે કરવામાં આવે છે. આ પરિક્રમાનું પ્રસ્થાન મુખ્યત્વે માલધારી સમાજ અને કરમ ભગત દ્વારા કરવામાં આવે છે, જેમાં અનેક ભાવી ભક્તો જોડાય છે. બારગામથી પણ મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવીને આ પરિક્રમાનો લાભ લે છે. આ સનાતન ધર્મ અને સનાતન સંસ્કૃતિને જાગૃત કરવા માટે યોજાતી પરિક્રમા હોવાથી, વન સંરક્ષક અધિકારી જોશીને નમ્ર અરજ સાથે આવેદનપત્ર આપીને વધુમાં વધુ લોકોને જવાની મંજૂરી આપવા વિનંતી કરવામાં આવી છે. ​જૂનાગઢ મહાનગર સત્સંગ પ્રમુખ નથુભાઈ કાંબલિયા એ જણાવ્યું હતું કે, ગિરવા ગિરનારની ગોદની અંદર દર વર્ષે યોજાતી આ દૂધવન પરિક્રમામાં વધારેમાં વધારે હિન્દુ લોકો જોડાય તેવી અમારી મુખ્ય આશા છે. આ ગિરવા ગિરનારની પવિત્ર ભૂમિ પર 33 કરોડ દેવતા, 9 નાથ, 84 સિદ્ધ અને 56 જોગણી બિરાજે છે. આ પરિક્રમામાં ખેતીવાડી સાથે જોડાયેલા પશુપાલકો અને ખાસ કરીને માલધારી સમાજના લોકો મોટી સંખ્યામાં આવવાની ઈચ્છા ધરાવતા હોય છે. આથી વન વિભાગના અધિકારી આ ધાર્મિક યાત્રામાં શ્રદ્ધાળુઓને વધારેમાં વધારે સંખ્યામાં આવવા માટે યોગ્ય મંજૂરી પ્રદાન કરે તેવી આવેદનપત્ર દ્વારા રજૂઆત કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    પાલઘર પાસે ટ્રેક પર પાણી ભરાતા રેલ વ્યવહાર ખોરવાયો:અમદાવાદથી મુંબઈ જતી કર્ણાવતી એક્સપ્રેસ સહિતની ટ્રેનોને વલસાડમાં ટર્મિનેટ કરાઈ, મુસાફરો અટવાયા
    Next Article
    નેહુલ અમૃતિયાની તબિયત લથડી, રાત્રે પારણા કરાવાયા:હાલ સારવાર હેઠળ, આજે તમામ ઉપવાસીઓના પારણા કરાવાશે, આંદોલન પાર્ટ 3ની જાહેરાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment