Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેહુલ અમૃતિયાની તબિયત લથડી, રાત્રે પારણા કરાવાયા:હાલ સારવાર હેઠળ, આજે તમામ ઉપવાસીઓના પારણા કરાવાશે, આંદોલન પાર્ટ 3ની જાહેરાત

    2 days ago

    મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના પોલના વળતર મુદ્દે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનમાં નેહુલ અમૃતિયાની તબિયત લથડતાં તેમને રાત્રે પારણા કરાવવામાં આવ્યા હતા. આંદોલન સમિતિએ આજે બાકીના તમામ ઉપવાસીઓના પારણા કરાવવાની અને ત્યાર બાદ 'આંદોલન પાર્ટ 3' શરૂ કરવાની જાહેરાત કરી છે. 18મા દિવસે મોડી રાત્રે તબિયત લથડી છેલ્લા 19 દિવસથી ઉપવાસ પર બેઠેલા નેહુલ અમૃતિયાની તબિયત 18મા દિવસે મોડી રાત્રે બગડી હતી. તેમને પ્રથમ જેતપરની CHC અને બાદમાં મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. રિપોર્ટમાં તેમની કિડની અને લીવર પર સોજો જણાતા ડોકટરોએ તાત્કાલિક પારણા કરાવવાની સલાહ આપી હતી. કિડની-લીવર પર સોજો આવતાં પારણા કરાવવામાં આવ્યા હોસ્પિટલમાં હાજર 25 જેટલા ખેડૂતો સાથે ચર્ચા કર્યા બાદ નેહુલભાઈને સમજાવીને રાત્રે પારણા કરાવવામાં આવ્યા હતા. હાલ તેઓ સારવાર હેઠળ છે. ‘નેહુલભાઈને કંઈ થશે તો તેના પડઘા આખા ગુજરાતમાં પડશે’ : આંદોલન સમિતિ આંદોલન સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે, 18 દિવસથી ઉપવાસ કરી રહેલા નેહુલભાઈને કંઈ પણ થશે તો તેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડશે. ઉપવાસીઓના સ્વાસ્થ્ય અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને આજે સોમવારે રાત્રે 9:30 કલાકે જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે બાકીના તમામ ઉપવાસીઓના પારણા કરાવવાનો નિર્ણય લેવાયો છે. ઉપવાસીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો સમિતિએ સ્પષ્ટતા કરી હતી કે, સરકાર દ્વારા વીજપોલના વળતર માટે જાહેર કરાયેલી નવી નીતિને કારણે પારણા કરવામાં આવી રહ્યા નથી. આ નિર્ણય માત્ર ઉપવાસીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લેવાયો છે. સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતોને જોડાવા આહવાન પારણા કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતોને જોડાવા આહવાન કરાયું છે. પારણા બાદ 'આંદોલન પાર્ટ 3' માટેની રણનીતિ ખેડૂતો સમક્ષ રજૂ કરાશે. આ માટે માત્ર જેતપરના ખેડૂતોની નહીં, પરંતુ ગુજરાતભરના ખેડૂતોની સમિતિ બનાવીને વ્યાપક આંદોલન શરૂ કરવામાં આવશે. ----- આ પણ વાંચો જેતપર ખેડૂત આંદોલનને ટંકારાના ધારાસભ્યનું સમર્થન મોરબીના જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનની ચર્ચા ઠેર-ઠેર થઈ રહી છે. આ આંદોલનને ગામોગામથી મોટું સમર્થન મળી રહ્યું છે ત્યારે ખેડૂતોની ન્યાયિક માંગણીઓ સંતોષાય અને આંદોલનનો સુખદ અંત આવે તે માટે ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરીયા મેદાને આવ્યા છે. તેમણે રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ઊર્જા મંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખીને ખેડૂતોની માંગણીઓ પૂરી કરવા માટે મજબૂત ભલામણ કરી છે. સંપૂર્ણ અહેવાલ વાંચો… 15 દિવસથી ચાલતું ખેડૂત આંદોલન અને તેમની મુખ્ય માંગણીઓ મોરબીના જેતપર ગામે હાઈ ટેન્શન વીજલાઈનના યોગ્ય વળતર માટે ખેડૂતો છેલ્લા 19 દિવસથી પોતાના કામ-ધંધા છોડીને આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોની સ્પષ્ટ માંગણી છે કે, ‘ટેલીગ્રાફ એક્ટ 1885’ની કલમ 10(d) મુજબ TSP કંપનીએ ખેડૂતોના ખેતરમાં ઓછામાં ઓછું નુકસાન કરવાનું રહેશે અને થાંભલા તથા તાર નાખવાથી થતું સંપૂર્ણ નુકસાન ટેલીગ્રાફ ઓથોરિટીએ ચૂકવવાનું રહેશે. ખેડૂતો ઈચ્છે છે કે, ગુજરાત ઊર્જા વિભાગ દ્વારા આ કલમ મુજબ ખેડૂત હિતેચ્છુ પરિપત્ર બહાર પાડવામાં આવે અથવા કેન્દ્ર સરકાર દ્વારા તા.14-06-2024 અને 21-03-2025ના રોજ જાહેર કરાયેલી ગાઈડલાઈનમાં જરૂરી સુધારા કરવામાં આવે જેથી ખેડૂતોને વળતરનો વધુ ફાયદો મળી શકે. ખેડૂતોની સરકારને ચેતવણી: જો ઉપવાસીઓને કંઈ થયું તો આંદોલન હિંસક બનતા વાર નહીં લાગે મોરબી જિલ્લાના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજપોલ સામે પૂરતું વળતર મેળવવાની માગ સાથે ખેડૂતો દ્વારા શરૂ કરાયેલા આમરણાંત ઉપવાસ આંદોલનના 15માં દિવસે પણ ખેડૂતોની છ માંગણી અંગે કોઈ સ્પષ્ટ પ્રત્યોત્તર મળ્યો નથી. જેના કારણે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો. ઉપવાસી છાવણીની મુલાકાતે આવેલા ધાંગધ્રાના બાવડી ગામના ખેડૂતો અને આગેવાનોએ સરકારને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, હાલ આંદોલન ગાંધીજીના અહિંસાના માર્ગે ચાલી રહ્યું છે, પરંતુ જો ઉપવાસીઓને કંઈ નુકસાન પહોંચશે અથવા સરકાર નિર્ણય લેવામાં વધુ વિલંબ કરશે તો આંદોલન હિંસક સ્વરૂપ ધારણ કરતા વાર નહીં લાગે. (આ સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.) 18 જૂનથી ઉપવાસનું હથિયાર ઉગામ્યું જેતપર ગામના રામજી મંદિરથી લઈને ઉપવાસી છાવણી સુધી સંતો-મહંતોની આગેવાનીમાં ભવ્ય રેલી યોજાઈ મોરબી તાલુકાના જેતપર ગામે ખાનગી વીજ કંપની સામે ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. ખેતરોમાં ઊભા કરવામાં આવી રહેલા વીજ પોલ સામે કંપની દ્વારા પૂરતું વળતર ન અપાતા, 18 જૂનથી જેતપર ગામના ત્રણ ખેડૂત અને એક મહંત દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો ગાંધી ચિંધ્યા માર્ગે ન્યાય નહીં મળે, તો આગામી સમયમાં 'સરદારના માર્ગે' ઉગ્ર આંદોલન કરતા પણ તેઓ અટકાશે નહીં.(સમગ્ર અહેવાલ વાંચો) ખેડૂતોની મુખ્ય માંગણીઓ જે ટેલિગ્રાફ એક્ટ હેઠળ ખેડૂતોને નોટિસો આપવામાં આવી રહી છે, તે જ એક્ટના નિયમો અનુસાર ખેડૂતોને પહેલાં પૂરતું વળતર ચૂકવવામાં આવે અને ત્યાર બાદ જ ખેતરમાં કામ શરૂ કરવામાં આવે. અન્ય જગ્યાઓ પર જે રીતે ખાનગી કંપનીઓ જમીનનો ઉપયોગ કરવા બદલ ભાડું ચૂકવે છે, તે જ રીતે અહીં પણ ખેડૂતોની જમીન વપરાશ બદલ માસિક ભાડું ચૂકવવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    દૂધધારા પરિક્રમાને મંજૂરી આપવા વન વિભાગને રજૂઆત:​સનાતન સંસ્કૃતિની જાગૃતિ અને પશુધનની સુખાકારી માટે 10 જુલાઈએ 36 કિલોમીટરની દૂધધારા પરિક્રમાની મંજૂરી આપવા રજૂઆત.
    Next Article
    Kane Gives 'Best Interview Of FIFA World Cup' After England Book QFs Berth

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment