Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના જમાલપુર ચાર રસ્તા પાસે યુવકનો હાઈવોલ્ટેજ ડ્રામા, VIDEO:બ્રિજ પરથી ઝાડ પર ચડી ગયો ને 20-25 મિનિટ સુધી રામ મંદિર બનાવો, ભાજપ ગઈ કોંગ્રેસ આવીની બૂમો પાડી

    10 hours ago

    અમદાવાદ શહેરના જમાલપુર ચાર રસ્તા પાસે આજે બપોરે એક યુવકે ફિલ્મી ઢબે ઝાડ પર ચડી જઈને ભારે હોબાળો મચાવ્યો હતો. વાસણા વિસ્તારના આ યુવકે લગભગ 20થી 25 મિનિટ સુધી ઝાડની ટોચ પર રહીને બૂમાબૂમ કરતા સ્થાનિકો અને પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. "રામ મંદિર બનાવો, ભાજપ ગઈ અને કોંગ્રેસ આવી" અમદાવાદ ફાયરબ્રિગેડના કર્મચારી પ્રવિણસિંહે જણાવ્યું હતું કે, બપોરે અંદાજે 2.30 વાગ્યાની આજુબાજુ, વાસણાના ગુપ્તાનગરમાં રહેતો અનુજ નામનો યુવક જમાલપુર ઓવરબ્રિજ પર પહોંચ્યો હતો. બ્રિજની એકદમ નજીક પીપળાના ઝાડની ડાળીઓ હોવાથી, યુવક બ્રિજ પરથી કૂદીને ઝાડ પર ચડી ગયો હતો. જોતજોતામાં તે ઝાડની છેક ટોચ પર પહોંચી ગયો હતો અને "રામ મંદિર બનાવો, ભાજપ ગઈ અને કોંગ્રેસ આવી" એવા રાજકીય નારા લગાવવા લાગ્યો હતો. યુવકને ઝાડની ટોચ પર જોઈ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. જમાલપુર ફાયર સ્ટેશનની બિલકુલ સામે જ આ ઘટના બની હોવાથી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી. યુવકને સુરક્ષિત નીચે ઉતારવા માટે 'હાઇરાઇઝ સીડી' (સ્નોર્કલ) મંગાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન રેસ્ક્યુ કામગીરી દરમિયાન ફાયરના બે જવાનો બ્રિજ પરથી ઝાડની ડાળીઓ પર ગયા હતા, જ્યારે અન્ય બે જવાનો હાઇરાઇઝ સીડી મારફતે ઉપર પહોંચ્યા હતા. યુવક પકડમાં ન આવવા માટે એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદકા મારી રહ્યો હતો. અંતે ચાર જવાનોએ ભેગા મળી તેને પકડી પાડ્યો હતો અને મહામહેનતે સીડી વાટે નીચે ઉતાર્યો હતો. પોલીસની પકડમાંથી બચવા પણ અનેક પ્રયાસ કર્યા આ હાઈવોલ્ટેજ ડ્રામાને પગલે જમાલપુર ચાર રસ્તા પાસેનો એક તરફનો ટ્રાફિક થોડા સમય માટે બંધ કરી દેવો પડ્યો હતો. યુવક નીચે ઉતર્યા પછી પણ પોલીસ પકડમાંથી છૂટવા માટે ઝપાઝપી કરી રહ્યો હતો. તેને તાત્કાલિક સારવાર અને તપાસ માટે એમ્બ્યુલન્સ મારફતે SVP હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ યુવકે આવું પગલું કેમ ભર્યું તે દિશામાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    આજી ડેમમાં ચાર ડૂબ્યા, પિતા-પુત્ર સહિત ત્રણની લાશ મળી:એકની શોધખોળ, ડૂબી રહેલા એક વ્યકિતને બચાવવા ગયેલા અન્ય ત્રણ પણ ડૂબ્યા
    Next Article
    વલસાડ નગરપાલિકાની બારીના કાચ તૂટ્યા:જર્જરિત બિલ્ડિંગના ઉપરના માળથી કાચની આખેઆખી ફ્રેમ રોડ પર પડી, સદનસીબે જાનહાનિ નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment