Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ નગરપાલિકાની બારીના કાચ તૂટ્યા:જર્જરિત બિલ્ડિંગના ઉપરના માળથી કાચની આખેઆખી ફ્રેમ રોડ પર પડી, સદનસીબે જાનહાનિ નહીં

    9 hours ago

    વલસાડ નગરપાલિકાના જૂના બિલ્ડિંગમાં શનિવારે એકાએક કાચની બારી તૂટી પડવાની ઘટના બની હતી. નગરપાલિકા સદન પાસે આવેલા આ અત્યંત જર્જરિત બિલ્ડિંગના ઉપરના માળેથી કાચની આખેઆખી ફ્રેમ નીચે રોડ પર પડી હતી. ભરચક વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે અફરાતફરી મચી ગઈ હતી, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. પવન અને નબળા ફ્રેમિંગને કારણે અકસ્માત ઘટનાની જાણ થતા જ નગરપાલિકાના કાઉન્સિલર હિતેશ ભંડારી અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પ્રાથમિક તપાસ મુજબ, બિલ્ડિંગ ઘણું જૂનું હોવાથી બારીઓનું ફ્રેમિંગ નબળું પડી ગયું છે. હાલમાં પવનની ગતિ વધુ હોવાથી અને કાચને પકડી રાખતું સોલ્યુશન (ગુંદર) ઢીલું પડી જતા ફ્રેમ નીચે ખાબકી હોવાનું અનુમાન છે. તકેદારીના ભાગરૂપે પાલિકા દ્વારા કાચના ટુકડા હટાવી તે વિસ્તારમાં બેરિકેટિંગ કરી દેવામાં આવ્યું છે. 19 બિલ્ડિંગોના સ્ટ્રક્ચરલ ઓડિટની કામગીરી ચાલુ ઉલ્લેખનીય છે કે, અગાઉ ઇન્દિરા ગાંધી શોપિંગ સેન્ટરનો એક ભાગ ધરાશાયી થયા બાદ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. પાલિકાએ સુરતની SVNIT સંસ્થાને શહેરના 19 જેટલા જૂના અને જર્જરિત બિલ્ડિંગોનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ તૈયાર કરવાની જવાબદારી સોંપી છે. આ રિપોર્ટના આધારે જ નક્કી કરવામાં આવશે કે કયા બિલ્ડિંગો તોડી પાડવા અને કયા બિલ્ડિંગોમાં રિપેરિંગ કામ કરવું. વેપારીઓના સહકારથી નવા નિર્માણની તૈયારી કાઉન્સિલર હિતેશ ભંડારીએ જણાવ્યું હતું કે, જો નીચેના ભાગે દુકાન ધરાવતા વેપારીઓ સહકાર આપે, તો સરકારની ગ્રાન્ટ હેઠળ આ જોખમી બિલ્ડિંગને ઉતારી લઈને ત્યાં તાત્કાલિક નવું નિર્માણ કરવાની પાલિકાની સંપૂર્ણ તૈયારી છે. હાલમાં આ બિલ્ડિંગના ભયજનક ભાગોને દૂર કરવાની પ્રક્રિયા પર પણ વિચારણા ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના જમાલપુર ચાર રસ્તા પાસે યુવકનો હાઈવોલ્ટેજ ડ્રામા, VIDEO:બ્રિજ પરથી ઝાડ પર ચડી ગયો ને 20-25 મિનિટ સુધી રામ મંદિર બનાવો, ભાજપ ગઈ કોંગ્રેસ આવીની બૂમો પાડી
    Next Article
    નર્સિંગ કોલેજના મહિલા પ્રોફેસરની મંગેતરના અપહરણની ફરિયાદ:આંગડિયા પેઢીના ભાગીદારોએ ગન અને છરીની અણીએ ફાર્મ હાઉસમાં ગોંધી રાખ્યાનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment