Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્સિંગ કોલેજના મહિલા પ્રોફેસરની મંગેતરના અપહરણની ફરિયાદ:આંગડિયા પેઢીના ભાગીદારોએ ગન અને છરીની અણીએ ફાર્મ હાઉસમાં ગોંધી રાખ્યાનો આક્ષેપ

    8 hours ago

    મહેસાણા શહેરના રાધનપુર રોડ પર આવેલી તિરૂપતિ શાહીબાગ ટાઉનશીપમાં રહેતી અને નર્સિંગ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતી યુવતીએ તેના મંગેતરના અપહરણ અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આંગડિયા પેઢીના ભાગીદારોએ જ મંગેતરનું ગન અને છરીની અણીએ અપહરણ કરી ફાર્મ હાઉસમાં ગોંધી રાખ્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. યુવક ઘરે પરત ન ફરતા પરિવાર દ્વારા શોધખોળ ફરિયાદી તન્વીબેન પટેલના લગ્ન અતુલકુમાર ભરતભાઈ પટેલ સાથે નક્કી થયેલા હોવાથી તેઓ છેલ્લા નવ માસથી સાથે રહે છે. ગત 29 એપ્રિલના રોજ અતુલભાઈ ઇનોવા ગાડી લઈને અમદાવાદ જવાનું કહી નીકળ્યા હતા. જેમાં તન્વીબેનના અસલ દસ્તાવેજો અને બે કિંમતી મોબાઈલ ફોન પણ હતા. મોડી રાત સુધી અતુલ ઘરે પરત ન ફરતા અને ફોન સ્વિચ ઓફ આવતા પરિવારે શોધખોળ આદરી હતી. આંગડિયા પેઢીના ભાગીદારોએ અપહરણ કર્યું બીજા દિવસે સવારે અતુલે તન્વીને વૉટ્સઅપ કોલ કરી પોતે મિત્રો સાથે હોવાનું જણાવ્યું હતું, પરંતુ વીડિયો કોલ દરમિયાન તેની સાથે ત્રણ અજાણ્યા શખ્સો દેખાયા હતા. આ દરમિયાન અતુલે "કિડનેપ કર્યું છે સુપ્રિમે" તેવો મેસેજ પણ મોકલ્યો હતો. 1 મેના રોજ વહેલી સવારે અતુલે એક વીડિયો સંદેશ મોકલી સનસનીખેજ ખુલાસો કર્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે તેની આંગડિયા પેઢીના ભાગીદાર સુપ્રિમ પટેલ (ઊંઝા) અને સુનિલ ચૌધરી (નડિયાદ) એ તેનું અમદાવાદથી ગન અને છરીની અણીએ અપહરણ કર્યું હતું અને ફાર્મ હાઉસમાં ગોંધી રાખ્યો હતો. યુવતીએ અપહરણની ફરિયાદ નોંધાવી વીડિયોમાં અતુલે પોતે આરોપીઓની ચુંગાલમાંથી માંડ બચીને ભાગ્યો હોવાનું અને પોતાના જીવને જોખમ હોવાનું જણાવતા તન્વીબેને તાત્કાલિક મહેસાણા તાલુકા પોલીસ મથકે દોડી જઈ બંને ભાગીદારો વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી છે. હાલમાં અતુલનો મોબાઈલ સ્વિચ ઓફ હોવાથી પોલીસ આ મામલે ટેકનિકલ સર્વેલન્સની મદદથી વધુ તપાસ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડ નગરપાલિકાની બારીના કાચ તૂટ્યા:જર્જરિત બિલ્ડિંગના ઉપરના માળથી કાચની આખેઆખી ફ્રેમ રોડ પર પડી, સદનસીબે જાનહાનિ નહીં
    Next Article
    Iran Juggles Oil Cuts and Storage Strain to Resist US Blockade

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment