Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજી ડેમમાં ચાર ડૂબ્યા, પિતા-પુત્ર સહિત ત્રણની લાશ મળી:એકની શોધખોળ, ડૂબી રહેલા એક વ્યકિતને બચાવવા ગયેલા અન્ય ત્રણ પણ ડૂબ્યા

    11 hours ago

    રાજકોટના આંજી ડેમના કાંઠા પર આવેલા મોગલ માતાજીના મંદિરે દર્શન કરવા આવેલા ચાર લોકો ડૂબી જતા પિતા પુત્ર સહિત ત્રણના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે એક વ્યકિતની હજી શોધખોળ ચાલી રહી છે. દર્શન કર્યા બાદ એક વ્યકિત કોઈ કારણોસર ડેમના પાણીમાં ડૂબવા લાગતા તેને બચાવવા ગયેલા અન્ય ત્રણ લોકો પણ ડૂબ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ચાર લોકોમાં બે પુત્રો સહિત પિતાનો સમાવેશ ડેમમાં જે ચાર લોકો ડૂબ્યા છે તેમાં રિક્ષાચાલક ભરત જાદવ પોતે અને તેના પુત્રોનો અને એક સાળીના પુત્રનો સમાવેશ થાય છે. મોગલ માતાજીના દર્શન કર્યા બાદ ચારમાંથી કોઈ એકવ્યકિત ડેમના પાણીમાં ડૂબવા લાગતા અન્ય ત્રણ લોકો વારાફરતી તેને બચાવવા ગયા હતા. કમનસીબે ચારેય લોકો ડૂબી જતા ત્રણના મોત નિપજ્યા છે. જ્યારે એક હજી ગુમ હોય તેની શોધખોળ ચાલી રહી છે. મૃતકોની ઓળખ ડેમમાં મૃત્યુ પામેલા ત્રણ લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. જેઓના નામ ભરત જાદવ, ધવલ જાદવ અને ધ્રુવ મકવાણા છે. આ લોકો ઘાંચીવાડ વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ડીસીપી ઝોન-1 હેતલ પટેલે બનાવ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આજી ડેમના કાંઠે આવેલા મોગલ માતાજીના મંદિરે ભરત જાદવ તેના બે દીકરા અને સાળીના દીકરા સાથે રિક્ષા લઈ દર્શન કરવા આવ્યા હતા. દર્શન કર્યા બાદ કોઈ કારણોસર એક વ્યકિત પાણીમાં ડૂબવા લાગતા તેને બચાવવા ગયેલા એક બાદ એક ચારેય લોકો ડૂબ્યા હતા. ત્રણના મૃતદેહ મળી આવ્યા છે. એક વ્યકિતની શોધખોળ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    મહેસાણાની NDPS કોર્ટે આરોપીઓને 10 વર્ષ કેદની સજા ફટકારી:2021માં ફતેપુરા બાયપાસ સર્કલ પાસેથી 9 કિગ્રા ચરસના જથ્થા સાથે ત્રણ આરોપી ઝડપાયા હતા
    Next Article
    અમદાવાદના જમાલપુર ચાર રસ્તા પાસે યુવકનો હાઈવોલ્ટેજ ડ્રામા, VIDEO:બ્રિજ પરથી ઝાડ પર ચડી ગયો ને 20-25 મિનિટ સુધી રામ મંદિર બનાવો, ભાજપ ગઈ કોંગ્રેસ આવીની બૂમો પાડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment