Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણાની NDPS કોર્ટે આરોપીઓને 10 વર્ષ કેદની સજા ફટકારી:2021માં ફતેપુરા બાયપાસ સર્કલ પાસેથી 9 કિગ્રા ચરસના જથ્થા સાથે ત્રણ આરોપી ઝડપાયા હતા

    10 hours ago

    મહેસાણાના ફતેપુરા બાયપાસ સર્કલ પાસેથી વર્ષ 2021માં મોટી માત્રામાં ચરસના જથ્થા સાથે પકડાયેલા ત્રણ આરોપીઓને મહેસાણાની સ્પેશિયલ એનડીપીએસ (NDPS) કોર્ટે કડક સજા ફટકારી છે. અદાલતે ત્રણેય ગુનેગારોને 10 વર્ષની કેદ અને દોઢ લાખ રૂપિયાના દંડનો આદેશ આપ્યો છે. 9 કિગ્રા ચરસ સાથે 3 શખ્સો ઝડપી પાડ્યા હતા વર્ષ 2021માં અમદાવાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને મળેલી ચોક્કસ બાતમીના આધારે મહેસાણા ફત્તેપુરા બાયપાસ સર્કલ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી રાજસ્થાન ટ્રાન્સપોર્ટની બસને રોકીને તપાસ કરતા તેમાંથી શંકાસ્પદ નશીલો પદાર્થ મળી આવ્યો હતો. એફએસએલની તપાસમાં આ જથ્થો 9.330 કિલોગ્રામ ચરસ હોવાનું ફલિત થયું હતું. કોર્ટે ત્રણેય આરોપીઓને તકસીરવાન ઠેરવ્યા નાર્કોટિક્સ વિભાગે આ ગુનામાં સામેલ ત્રણ શખ્સો સાહિદ, રફીક અને સૈયદ હુસેન (તમામ રહે. અમદાવાદ)ની ધરપકડ કરી હતી. આ કેસ મહેસાણાની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટમાં ચાલ્યો હતો. સરકારી વકીલની ધારદાર દલીલો અને રજૂ કરાયેલા પુરાવાઓને ગ્રાહ્ય રાખીને નામદાર કોર્ટે ત્રણેય આરોપીઓને તકસીરવાન ઠેરવ્યા હતા. ત્રણેય આરોપીઓને 10-10 વર્ષની સખત કેદની સજા કોર્ટે આ ચુકાદામાં ત્રણેય આરોપીઓને 10-10 વર્ષની સખત કેદની સજા અને પ્રત્યેકને રૂપિયા 1.50 લાખનો દંડ ફટકાર્યો છે. જો આરોપીઓ દંડ ન ભરે તો વધુ જેલવાસ ભોગવવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. નશીલા દ્રવ્યોના ગેરકાયદે વેપાર સામે કોર્ટના આ કડક વલણથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    Patriot Box Office Collection Day 1 Live Updates: Mohanlal–Mammootty film earns Rs 13 cr in India, crosses Rs 30 cr worldwide
    Next Article
    આજી ડેમમાં ચાર ડૂબ્યા, પિતા-પુત્ર સહિત ત્રણની લાશ મળી:એકની શોધખોળ, ડૂબી રહેલા એક વ્યકિતને બચાવવા ગયેલા અન્ય ત્રણ પણ ડૂબ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment