Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ સિવિલ પાસે મધરાત સુધી ચાલ્યો જલસો, VIDEO:નીતિ-નિયમો ભૂલી ભાવિ તબીબો રાત્રે 2 વાગ્યા સુધી DJના તાલે ઝૂમ્યા, ડીને વરસાદના કારણે લેટ થયાનો લૂલો બચાવ કર્યો

    5 days ago

    ​જૂનાગઢની GMERS મેડિકલ કોલેજમાં ગત 20 માર્ચના રોજ યોજાયેલ એન્યુઅલ ફંકશન અને ફેરવેલ પાર્ટી વિવાદમાં ફસાઈ છે. સામાન્ય રીતે રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર કે DJ વગાડવા પર કાયદાકીય પ્રતિબંધ હોય છે પરંતુ, અહીં ભાવિ તબીબો જ તમામ નીતિ-નિયમો ભૂલીને મોડી રાતના 2 વાગ્યા સુધી ડીજેના તાલે ઝૂમતા જોવા મળ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે, આ કોલેજની બિલકુલ નજીક જ સિવિલ હોસ્પિટલ આવેલી છે, જ્યાં ગંભીર બીમારીઓથી પીડાતા સેંકડો દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. વાયરલ વીડિયોને લઈને ડીને કહ્યું કે, તે દિવસે વરસાદ હોવાથી એન્યુઅલ ફંકશન મોડુ શરૂ કરાયું હતું. પરંતુ દર્દીઓને કોઈપણ પ્રકારની પરેશાની ન થાય જેને લઇ પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું ​દર્દીઓની ભાળ વગર મધરાત સુધી ચાલ્યો જલસો ​મેડિકલ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાયેલા આ કાર્યક્રમમાં DJના અતિશય અવાજ અને ધ્રુજારીને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. જે વિદ્યાર્થીઓ આગામી સમયમાં દર્દીઓની સેવા કરવાના શપથ લેવાના છે, તેઓ જ હોસ્પિટલના સાયલન્સ ઝોનમાં મોડી રાત સુધી ઘોંઘાટ કરતા હોવાથી સ્થાનિકોમાં અને સોશિયલ મીડિયામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના વીડિયો વાયરલ થતા મેડિકલ કોલેજના તંત્રની શિસ્ત પર અનેક સવાલો ઊભા થયા છે. ​ડીને વરસાદનું કારણ આપી લૂલો બચાવ કર્યો ​આ સમગ્ર વિવાદ અંગે જ્યારે જૂનાગઢ મેડિકલ કોલેજના ડીન ડો. આમને સાથે વાત કરવામાં આવી, ત્યારે તેમણે આશ્ચર્યજનક બચાવ કરતા જણાવ્યું હતું કે, "આ ફંકશન બે દિવસ પહેલાંનું છે. તે દિવસે વરસાદ હોવાના કારણે કાર્યક્રમ મોડો શરૂ કરવો પડ્યો હતો. વિદ્યાર્થીઓમાં ઉત્સાહ ઘણો હતો, પરંતુ અમે પૂરતો ખ્યાલ રાખ્યો હતો કે બાજુમાં આવેલી સિવિલ હોસ્પિટલના દર્દીઓને કોઈ તકલીફ ન પડે. મેં રૂબરૂ જઈને તપાસ કરી હતી અને હોસ્પિટલ સુધી અવાજ જતો નહોતો. રાત્રે 12 વાગ્યા પછી DJ વગાડવાની મંજૂરી કોણે આપી? ​ભલે કોલેજ તંત્ર અવાજ ન જતો હોવાનો દાવો કરતું હોય પરંતુ, વાયરલ થયેલા વીડિયોમાં DJનો પ્રચંડ અવાજ સ્પષ્ટપણે સંભળાય છે. સવાલ એ ઊભો થાય છે કે, શું શિક્ષણ સંસ્થામાં રાત્રે 12 વાગ્યા પછી DJ વગાડવાની મંજૂરી કોણે આપી? હોસ્પિટલ જેવા સંવેદનશીલ વિસ્તારમાં મોડી રાત સુધી આવો ઘોંઘાટ કરવો કેટલો વ્યાજબી છે? જો સામાન્ય નાગરિકો માટે નિયમો કડક હોય, તો મેડિકલ કોલેજના છાત્રો માટે કેમ છૂટછાટ? ​હાલમાં આ મુદ્દે શહેરમાં ચર્ચાઓ તેજ બની છે અને લોકો માંગ કરી રહ્યા છે કે જવાબદાર સત્તાધીશો સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં હોસ્પિટલની શાંતિ જોખમાય નહીં.
    Click here to Read More
    Previous Article
    TCSમાં કામ કરતા સાવકા પિતાનું 6 વર્ષની દીકરી પર દુષ્કર્મ:બાળકીની ચીસો સાંભળી માતા રૂમમાં પહોંચી, પિતા કંઢગી હાલતમાં મળ્યો; મહિલાએ ના પાડતા દીકરીને શિકાર બનાવી
    Next Article
    વઢવાણ મિલેટ મહોત્સવમાં રાગી ઉત્પાદનો આકર્ષણનું કેન્દ્ર:સુરતના વિશ્વાબેન ગામીતે પૌષ્ટિક લાડુ, પાપડ, ભૂંગળા સહિત વાનગીઓ રજૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment