Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણ મિલેટ મહોત્સવમાં રાગી ઉત્પાદનો આકર્ષણનું કેન્દ્ર:સુરતના વિશ્વાબેન ગામીતે પૌષ્ટિક લાડુ, પાપડ, ભૂંગળા સહિત વાનગીઓ રજૂ કરી

    5 days ago

    સુરેન્દ્રનગરના વઢવાણ હવામહેલ ખાતે આયોજિત ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ’માં અનેક ખેડૂતો અને મહિલા ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો હતો. આ મહોત્સવમાં સુરતની સરદાર પટેલ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી સાથે સંકળાયેલા વિશ્વાબેન ગામીતનો સ્ટોલ મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. વિશ્વાબેન ‘શ્રી અન્ન’ એટલે કે મિલેટના મહત્વને લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે રાગીમાંથી તૈયાર કરેલી વિવિધ પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન અને વેચાણ કરી રહ્યા છે. તેમનો આ પ્રયાસ માત્ર વ્યવસાય પૂરતો સીમિત નથી, પરંતુ સમાજમાં પરંપરાગત અને શુદ્ધ આહાર પ્રત્યે જાગૃતિ લાવવાનું એક સશક્ત માધ્યમ બની રહ્યો છે. રાગીના સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ વિશે માહિતી આપતા વિશ્વાબેન ગામીતે જણાવ્યું કે, રાગી કુદરતી પોષક તત્વોનો ખજાનો છે. અન્ય ધાન્ય પાકોની સરખામણીમાં રાગીમાં ફાઈબર, કેલ્શિયમ અને પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે. આજના સમયની બેઠાડું જીવનશૈલી અને ખોટી ખાનપાનની આદતોને કારણે થતી ડાયાબિટીસ, હૃદયરોગ અને પાચનની સમસ્યાઓ સામે લડવામાં રાગી અત્યંત મદદરૂપ થાય છે. રાગી પચવામાં હલકી અને સ્વાસ્થ્યપ્રદ હોવાથી નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામ વયના લોકો માટે તે ઉત્તમ આહાર છે. તેમના સ્ટોલ પર રાગીના લોટમાંથી બનેલી પૌષ્ટિક લાડુ, ક્રિસ્પી પાપડ, રાગીના ભૂંગળા અને અન્ય મૂલ્યવર્ધિત ઉત્પાદનો શહેરીજનોમાં ભારે લોકપ્રિયતા મેળવી રહ્યા છે.વિશ્વાબેને વધુમાં ઉમેર્યું કે, રાગી જેવા મિલેટ પાકો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ દ્વારા ઓછા પાણીમાં અને કોઈપણ રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓના ઉપયોગ વગર સરળતાથી ઉગાડી શકાય છે. આ પદ્ધતિ ખેડૂતો માટે ઓછી ખર્ચાળ હોવાની સાથે જમીનની ફળદ્રુપતા અને પર્યાવરણની જાળવણી માટે પણ અનુકૂળ છે. આનાથી ગ્રાહકોને ઝેરમુક્ત અને સાત્વિક આહાર મળે છે. વિશ્વાબેન ગામીત જેવા સજાગ મહિલા સાહસિકોની આ પહેલ સમાજમાં પૌષ્ટિક આહાર પ્રત્યે નવી સભાનતા લાવી રહી છે અને ‘મેદસ્વિતા મુક્ત ભારત’ના નિર્માણમાં પાયાનું કામ કરી રહી છે. સુરેન્દ્રનગરનો આ મિલેટ મહોત્સવ ‘સ્વસ્થ ભારત’ની સંકલ્પનાને સાકાર કરવાનું પ્રેરણાપીઠ બની રહ્યો છે. મુલાકાતીઓ વિશ્વાબેનના સ્ટોલ દ્વારા મિલેટના આધુનિક ઉપયોગો અને તેના વૈજ્ઞાનિક ફાયદાઓને સમજી રહ્યા છે, જેના પરિણામે લોકો ફરી એકવાર પોતાના પરંપરાગત ‘શ્રી અન્ન’ આહાર તરફ વળવા પ્રેરાઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢ સિવિલ પાસે મધરાત સુધી ચાલ્યો જલસો, VIDEO:નીતિ-નિયમો ભૂલી ભાવિ તબીબો રાત્રે 2 વાગ્યા સુધી DJના તાલે ઝૂમ્યા, ડીને વરસાદના કારણે લેટ થયાનો લૂલો બચાવ કર્યો
    Next Article
    સુરતમાં મીની વાવાઝોડાએ વધુ એકનો ભોગ લીધો, મૃત્યુઆંક 3 થયો:યુવકની લાશ 3 દિવસે ઝાડ નીચેથી મળી, 7 વર્ષના પુત્ર સાથે પત્નીનું હૈયાફાટ રુદન; પોલીસની કામગીરી પર સવાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment