Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    TCSમાં કામ કરતા સાવકા પિતાનું 6 વર્ષની દીકરી પર દુષ્કર્મ:બાળકીની ચીસો સાંભળી માતા રૂમમાં પહોંચી, પિતા કંઢગી હાલતમાં મળ્યો; મહિલાએ ના પાડતા દીકરીને શિકાર બનાવી

    5 days ago

    અમદાવાદ શહેરમાં પિતાની ગરીમાને લજવતો એક કિસ્સો સામે આવ્યો છે. સાવકા પિતાએ ઘરમાં જ છ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકીની માતા બેડરૂમની ગેલેરીમાં કપડાં સૂકવવા ગઈ ત્યારે પિતાએ બાળકીને પર દુષ્કર્મ આચર્યું હતું. જોકે, બાળકી અચાનક જ ચીસો પાડતા તેની માતા દોડી આવી હતી અને તેણે પિતા પાસેથી લઈ લીધી હતી. આ મામલે પોલીસને જાણ કરતા કૃષ્ણનગર પોલીસ સ્થળ ઉપર પહોંચી અને આરોપી સાવકા પિતાની ધરપકડ કરી છે. બાળકીની ચીસો સાંભળી માતા દોડીને રૂમમાં પહોંચી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એચ. જોશીએ જણાવ્યું હતું કે, કૃષ્ણનગર વિસ્તારમાં છ વર્ષની બાળકી તેના પરિવાર સાથે રહે છે. ઘરમાં બાળકી અને તેની માતા અને સાવકા પિતા હાજર હતા. બાળકીની માતા બેડરૂમની ગેલેરીમાં કપડાં સૂકવવા ગઈ હતી, ત્યારે અચાનક જ બાળકીએ જોર જોરથી ચીસો પાડી હોવાનો અવાજ આવતા તે દોડીને બેડરૂમમાં ગઈ હતી. ત્યારે જોયું તો બાળકી નગ્ન હાલતમાં હતી અને તેનો પતિ એટલે કે બાળકીનો સાવકો પિતા પણ નગ્ન હાલતમાં હતો. સાવકા પિતા બાળકી પર દુષ્કર્મ આચરતો હોવાનું જોઈ માતાએ બાળકીને પોતાની પાસે ખેંચી લીધી હતી. માતાએ ના પાડતા પિતાએ દીકરીને શિકાર બનાવી આરોપી સાવકા પિતાની માનસિકતાનો અભ્યાસ હાલ તપાસમાં છે. આરોપી કૃત્ય પ્રમાણે વિકૃત માનસિકતા ધરાવતો હોવાનું પોલીસે જણાવ્યું હતું. છ વર્ષની દીકરી સાથે આવું કૃત્ય કર્યું એટલે માનસિકતા પર સવાલો ઉભા થાય છે. આરોપી પોતા TSC ગાંધીનગર ખાતે નોકરી કરે છે. ધો. 10 અભ્યાસ બાદ મેકેનિકલ ડિપ્લોમા કર્યું છે. અગાઉ આવી કોઈ ઘટના થઈ હોય તેવું સામે આવ્યું નથી. ફરિયાદી મહિલાના કહેવા પ્રમાણે આરોપીએ મહિલા પાસે શારીરિક સંબંધની માંગણી કરી હતી. જોકે, મહિલાની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેણે ના પાડતા આરોપીએ છ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. મહિલાએ વર્ષ 2021માં આરોપી સાથે બીજા લગ્ન કર્યા હતા દુષ્કર્મનો ભોગ બનનાર બાળકીની માતાના વર્ષ 2019માં લગ્ન થયા હતા. તેનાથી તેને એક બાળકી હતી. વર્ષ 2020માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા અને મહિલાએ વર્ષ 2021માં આરોપી સાથે બીજા લગ્ન કર્યા હતા. બીજા પતિ એટલે કે, આરોપીથી એક દીકરો પણ હતો. વાંધાજનક સ્થિતિમાં બાળકીએ બંનેને જોયા હતા. પતિ દ્વારા બાળકી ઉપર દુષ્કર્મ કર્યું હોવાની આ ઘટનાને લઈ કૃષ્ણનગર પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આરોપી સાવકા પિતાની ધરપકડ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં ₹14 કરોડના પુલનું લોકાર્પણ:રાજ્ય કૃષિ મંત્રીએ પાનમ નદી પર સાલીયા-મિરપને જોડતા પુલનો કર્યો શુભારંભ
    Next Article
    જૂનાગઢ સિવિલ પાસે મધરાત સુધી ચાલ્યો જલસો, VIDEO:નીતિ-નિયમો ભૂલી ભાવિ તબીબો રાત્રે 2 વાગ્યા સુધી DJના તાલે ઝૂમ્યા, ડીને વરસાદના કારણે લેટ થયાનો લૂલો બચાવ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment