Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેસ કનેક્શન-બિલના નામે સાયબર ફ્રોડના કેસોમાં વધારો:અમદાવાદમાં ત્રણ અલગ-અલગ ઘટનામાં ગઠીયાઓએ ₹14 લાખ પડાવ્યા

    7 hours ago

    અમદાવાદ શહેરમાં નાગરિકો સાથે ઓનલાઈન છેતરપિંડી અને સાયબર ફ્રોડના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં સામે આવેલી ત્રણ અલગ-અલગ ઘટનામાં સાયબર ગઠીયાઓએ ઓનલાઈન ગેસ કનેક્શનના નામે માલવેર APK ફાઇલ ડાઉનલોડ કરાવીને, ક્રેડિટ કાર્ડ સ્વાઇપિંગમાં કમિશનની લાલચ આપીને અને ગેસ બિલ અપડેટ કરવાના બહાને બેંક વિગતો મેળવીને બે વેપારી અને એક નિવૃત્ત વૃદ્ધ પાસેથી કુલ રૂપિયા 14.50 લાખથી વધુની રકમ પડાવી લીધી છે. બનાવ અંગે સંબંધિત પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે. ગેસ કનેક્શન શોધતાં વેપારીએ 5.90 લાખ ગુમાવ્યા અમરાઈવાડી વિસ્તારમાં રહેતા 55 વર્ષીય વેપારી મહેશકુમાર જૈને પોતાની દુકાન માટે ઓનલાઈન ગેસ કનેક્શન અંગે સર્ચ કર્યું હતું. ત્યારબાદ એક અજાણ્યા હેકરે વોટ્સએપ પર Gas Bill_update.apk નામની માલવેર ફાઇલ મોકલીને રજિસ્ટ્રેશન ફી પેટે માત્ર 10 રૂપિયા ચૂકવવા જણાવ્યું હતું. આ ફાઇલ ડાઉનલોડ કરતાં જ તેમનો મોબાઈલ હેક થઈ ગયો હતો અને હેકરે બેંક એકાઉન્ટમાંથી ઓટીપી મેળવી 5,90,796 રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. ક્રેડિટ કાર્ડ સ્વાઇપિંગ અને કમિશનની લાલચમાં 4.37 લાખની છેતરપિંડી બીજા બનાવમાં અવેશ યાસીનભાઈ નામના વ્યક્તિએ પોતાના અને માતા-પિતાના ક્રેડિટ કાર્ડનું બિલ ભરવા માટે ક્રેડિટ કાર્ડ સ્વાઇપિંગનો ધંધો કરતા ત્રણ પરિચિતોને 3 ટકા કમિશનની શરતે કાર્ડ આપ્યા હતા. આરોપીઓએ વિશ્વાસઘાત કરી કાર્ડમાં ફ્રોડના 4,37,184 રૂપિયા જમા કરાવી ઓનલાઈન પોર્ટલથી ઉપાડી લીધા હતા. બાદમાં આંધ્ર પ્રદેશ પોલીસે આવીને જાણ કરતાં કાયદેસરની કાર્યવાહી હેઠળ ફરિયાદી પાસેથી આ રકમ રિકવર કરી હતી. છેતરપિંડીનો ભોગ બનેલા વેપારીએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અદાણી ગેસના નામે નિવૃત્ત વૃદ્ધ સાથે 4.23 લાખનો ફ્રોડ નિકોલ વિસ્તારમાં રહેતા અને ગુજરાત સરકારમાંથી નિવૃત્ત થયેલા 70 વર્ષીય પ્રવિણચંદ્ર મોદીને અદાણી ગેસના પ્રતિનિધિ તરીકે ઓળખ આપી હેકરે વોટ્સએપ કોલ કર્યો હતો. ગેસ બિલ અપડેટ કરવાના બહાને 20 રૂપિયાનો ચાર્જ ભરવાનું કહીને એટીએમ કાર્ડની વિગતો મેળવી લીધી હતી. જેના આધારે હેકરે બેંક ઓફ ઇન્ડિયા અને યાસ બેંકના જોઈન્ટ ખાતામાંથી કુલ 4,23,060 રૂપિયા અલગ-અલગ અજાણ્યા ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. બેંકમાંથી ડેબિટ મેસેજ આવતાં જાગેલા વૃદ્ધે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    QR કોડ સ્કેન કરતા પહેલાં 100વાર વિચારજો:32 સ્ટેપમાં આખું નેટવર્ક કબ્જે કરવાની AIની તાકાત; ભારત વિશ્વના TOP-7 દેશોમાં, સરકાર-નાગરિકો માટે 'રેડ સિગ્નલ'
    Next Article
    શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે નર્મદામાં પટેલ સમાજનો વિરોધ:માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલનની ચીમકી, દિનેશ પટેલે સવર્ણ સમાજનું અપમાન કર્યાનો આક્ષેપ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment