Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે નર્મદામાં પટેલ સમાજનો વિરોધ:માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલનની ચીમકી, દિનેશ પટેલે સવર્ણ સમાજનું અપમાન કર્યાનો આક્ષેપ કર્યો

    8 hours ago

    રાજપીપળામાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે નર્મદા જિલ્લામાં વિરોધ શરૂ થયો છે. તેમણે પટેલ, વાણિયા અને બ્રાહ્મણ સમાજ વિશે 'મેલું ઉપાડવા' અંગે ટિપ્પણી કરી હતી. પટેલ સમાજના આગેવાન અને રાજપીપળા APMCના ચેરમેન દિનેશ પટેલે આ નિવેદનને રાજકીય સ્ટન્ટ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આ નિવેદન માત્ર પટેલ સમાજનું નહીં, પરંતુ સમગ્ર સવર્ણ સમાજનું અપમાન છે. દિનેશ પટેલે જણાવ્યું કે નર્મદા જિલ્લામાં તમામ સમાજો વર્ષોથી એકતા અને ભાઈચારાથી રહે છે. આવા નિવેદનો સમાજમાં વિગ્રહ ફેલાવવાનો પ્રયાસ છે અને રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે કરાય છે. તેમણે શંકરસિંહ વાઘેલાને તાત્કાલિક સમગ્ર સવર્ણ સમાજની માફી માંગવા કહ્યું છે. જો માફી નહીં માંગવામાં આવે તો આવેદનપત્ર આપીને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
    Click here to Read More
    Previous Article
    ગેસ કનેક્શન-બિલના નામે સાયબર ફ્રોડના કેસોમાં વધારો:અમદાવાદમાં ત્રણ અલગ-અલગ ઘટનામાં ગઠીયાઓએ ₹14 લાખ પડાવ્યા
    Next Article
    એક તરફી પ્રેમમાં યુવકે પરિણીતાના ફોટા વાયરલ કરવાની ધમકી આપી:સાથે કામ કરતી યુવતીએ લગ્નની ના પાડતા પતિને ફોન કરી ધમકાવ્યો, નારણપુરાના યુવક સામે પોલીસ ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment