Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક તરફી પ્રેમમાં યુવકે પરિણીતાના ફોટા વાયરલ કરવાની ધમકી આપી:સાથે કામ કરતી યુવતીએ લગ્નની ના પાડતા પતિને ફોન કરી ધમકાવ્યો, નારણપુરાના યુવક સામે પોલીસ ફરિયાદ

    9 hours ago

    નાસિકમાં રહેતી પરિણીત યુવતી સાથે કામ કરતા યુવકે લગ્ન કરવા કહ્યું હતું જોકે યુવતીએ લગ્ન કરવાની ના પાડતા યુવકે યુવતીના પતિને ફોન કરીને યુવતીના ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી.યુવક અને યુવતી સાથે કામ કરતા હતા ત્યારે યુવકે યુવતીને વિડિઓ કોલ કરી સ્ક્રીન શોર્ટ લીધા હતા.યુવતીએ નાસિકથી અમદાવાદ આવીને યુવક વિરુદ્ધ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સાથે કંપનીમાં કામ કરતા યુવક સાથે સંપર્ક થયો નાસિકમાં 32 વર્ષીય યુવતી પતિ અને બાળક સાથે રહે છે. યુવતી અગાઉ એક કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતી હતી, ત્યાં નારણપુરાનો એક યુવક પણ કામ કરતો હતો. યુવક અને યુવતી વચ્ચે કંપનીના કામ દરમિયાન મિત્રતા થઈ હતી. યુવતી નાસિકથી વર્ક ફ્રોમ હોમ કરતી હતી. યુવક અને યુવતી અવારનવાર વીડિયો કોલમાં વાતચીત કરતા હતા. આ દરમિયાન યુવતીના પરિવાર અંગેની તમામ માહિતી મેળવી લીધી હતી. યુવતીના ફોટા વાયરલ કરવાની પતિને ધમકી આપી યુવકે યુવતી સાથે વીડિયો કોલ પર વાતચીત કરતા સ્ક્રીનશોર્ટ લીધા હતા. થોડા દિવસ બાદ યુવકે યુવતી સાથે લગ્ન કરવા જણાવ્યું હતું. જો કે યુવતી અગાઉથી જ પરિણીત હોવાથી લગ્ન કરવાની ના પાડી હતી. છતાં યુવક યુવતી સાથે જબરજસ્તી લગ્ન કરવા દબાણ કરતો હતો. યુવતી કંટાળીને યુવકને બ્લોક કરી દીધો હતો. યુવકે યુવતીના પતિને મેસેજ કરી યુવતીના ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી યુવતીએ તેના પતિ સાથે અમદાવાદ આવી યુવક વિરુદ્ધ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે નર્મદામાં પટેલ સમાજનો વિરોધ:માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલનની ચીમકી, દિનેશ પટેલે સવર્ણ સમાજનું અપમાન કર્યાનો આક્ષેપ કર્યો
    Next Article
    શંકરસિંહ વાઘેલા અને BJPના યુવા કાર્યકર્તાની ફોન પર તીખી ટપાટપી:બાપુએ કહ્યું-દલિતોની જૂની હાલતનો રેફરન્સ હતો, સુરતના અભિ ઠાકરે ઘેર્યા-તો બ્રાહ્મણ, પટેલની જ્ઞાતિ વચ્ચે કેમ લાવી? માફી માગો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment