Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શંકરસિંહ વાઘેલા અને BJPના યુવા કાર્યકર્તાની ફોન પર તીખી ટપાટપી:બાપુએ કહ્યું-દલિતોની જૂની હાલતનો રેફરન્સ હતો, સુરતના અભિ ઠાકરે ઘેર્યા-તો બ્રાહ્મણ, પટેલની જ્ઞાતિ વચ્ચે કેમ લાવી? માફી માગો

    10 hours ago

    પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સવર્ણ જ્ઞાતિઓ વિશે કરેલા એક વિવાદિત નિવેદન બાદ ભારે હોબાળો મચી ગયો છે. આ વિવાદ વચ્ચે સુરતના એક ભાજપના યુવા કાર્યકર્તા અભી ઠાકરે શંકરસિંહ વાઘેલાને સીધો ફોન કરીને તેમની જ્ઞાતિ વિષયક ટિપ્પણીઓ અંગે આકરા સવાલો પૂછ્યા હતા. બંને વચ્ચે તીખી ટપાટપીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ટેલિફોનિક વાતચીતમાં અભીએ શંકરસિંહને પૂછ્યું હતું કે, શું અમે બ્રાહ્મણના દીકરા છીએ એટલે અમારી ભૂલ છે? બાપુએ કહ્યું હતું કે, દલિતોની જૂની હાલતનો રેફરન્સ હતો. તો સામે અભિ ઠાકરે કહ્યું કે, રેફરન્સમાં બ્રાહ્મણ, વાણિયા અને પટેલની જ્ઞાતિ કેમ વચ્ચે લાવી? જાહેર મંચ પરથી માફી માગો. વર્તમાન સમયમાં જ્ઞાતિવાદ ચલાવવાનો કોઈ અર્થ નથી અને બાપુએ આ મુદ્દે તાત્કાલિક ખુલાસો કરવો જોઈએ. જોકે સમગ્ર મામલે ભાસ્કરે શંકરસિંહ વાઘેલાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ હાલ તેઓ સતત વ્યસ્ત હોવાથી સંપર્ક થઈ શક્યો નથી. શંકરસિંહ વાઘેલા સાથે કામ કરનાર વ્યક્તિએ જણાવ્યું કે, બાપુ દરેક સાથે ફોન પર વાત કરતા હોય છે એટલે કદાચ કરી પણ હોય. પટેલ, વાણિયા, બ્રાહ્મણ મેલું ઉપાડે મહિને 50 હજાર આપીશ-શંકરસિંહનું નિવેદન કોંગ્રેસમાં જોડાવાની ચર્ચા વચ્ચે બાપુએ નર્મદામાં આપેલા નિવેદનથી ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, અનામત કોઈ મહેરબાની કરીને નથી આપેલી, આખી જિંદગી ભોગવ્યું છે. હું બધાને કહું તમારે જો મેલું ઉપાડવાવાળી નોકરી કરવી હોય, તમે પટેલ-વાણિયા-બ્રાહ્મણ કોઈપણ હોય જે આના વિરોધી હોવ, તો મેલું ઉપાડવા માટે મહિને ₹50,000 પગાર હું તમને આપું." આ શબ્દોથી સવર્ણ જ્ઞાતિઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 'રાજકારણ માટે આવી રીતે વર્ગ અને જ્ઞાતિ વચ્ચે વિતરણ કરાવવું યોગ્ય નથી' અભિ ઠાકરે કહ્યું કે, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો મારા પર વોટ્સએપ કૉલ હતો. સવર્ણ જ્ઞાતિ માટે નિવેદન જે -પટેલ, વાણિયા અને બાહ્મણના દીકરાઓ માટે જે અભદ્ર ભાષા વાપરી છે અને 50,000ના પગારદારે રાખવાની વાત કરી છે. તેની વાત પર મેં ફોન કર્યો હતો અને એમનો વોટ્સએપ કૉલ આવ્યો હતો. બાપુ સાડા સાત મિનિટ સુધી અમને સમજાવતા હતા. અભી ઠાકરે ફોન પર બાપુને તેમના જ ભૂતકાળના ભાષણોની યાદ અપાવતા કહ્યું હતું કે, તમે ક્ષત્રિય સમાજને સદા સમજાવતા આવ્યા છો કે બ્રાહ્મણોની રક્ષા કરવી એ આપણો ધર્મ છે. તો આજે તમે જ બ્રાહ્મણ, વાણિયા અને પટેલના દીકરાઓને મેણાં મારીને પોદળા ઉપાડવાની વાત કઈ રીતે કરી શકો છો? રાજકારણ માટે આવી રીતે વર્ગ અને જ્ઞાતિ વચ્ચે વિતરણ કરાવવું યોગ્ય નથી. આજે દરેક સમાજના લોકો એકબીજા સાથે મિત્રતા અને સદભાવનાથી રહે છે, ત્યારે આવા નિવેદનોથી સવર્ણોની ઈજ્જત અને સ્વાભિમાનને ઠેસ પહોંચે છે. '20 હજાર માટે બ્રાહ્મણના દીકરાઓ ગાડીઓ પણ સાફ કરે છે' વાતચીત દરમિયાન અભીએ સવર્ણ યુવાનોની વર્તમાન આર્થિક સ્થિતિની વાસ્તવિકતા પણ જણાવી હતી. અભીએ કહ્યું હતું કે, આજે સુરત મહાનગરપાલિકામાં 50 એવા છોકરાઓ છે જે બ્રાહ્મણ કે પટેલના દીકરા છે અને માત્ર રૂ.20-25 હજારના પગાર માટે ગટરમાં ઉતરીને કામ કરી રહ્યા છે. આજે સમય બદલાઈ ગયો છે. 15થી 20 હજાર માટે બ્રાહ્મણના દીકરાઓ ગાડીઓ પણ સાફ કરે છે. આજે ઉચ્ચ હોદ્દાઓ પર પણ આદિવાસી અને અન્ય વર્ગના લોકો છે, ત્યારે સવર્ણોએ પોતાનું ઘર ચલાવવા માટે ગમે તે કામ કરવું પડે છે. 50 હજારનો પગાર તો આજે સવર્ણો માટે પણ બહુ મોટી વાત થઈ ગઈ છે. 'બાપુ તમે સોશિયલ મીડિયા પર ડાયરેક્ટ સ્પષ્ટતા કરી દો' અંતમાં યુવકે શંકરસિંહ વાઘેલાને રૂબરૂ મળવાને બદલે અથવા મીડિયામાં જવાને બદલે સીધી રીતે સોશિયલ મીડિયા પર જ ખુલાસો કરવાની માગ કરી હતી. ઠાકરે કહ્યું કે, સાહેબ તમારી આ પોસ્ટ અને કટિંગ્સ ઘણા સમાજના ગ્રુપોમાં ફરે છે અને અમારી ઓકાત બતાવવાની વાતો થાય છે. તમે સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ છો, તો તેમાં જ સમાજ અને જ્ઞાતિને એક વાત કહીને ડાયરેક્ટ સ્પષ્ટતા કરી દો. બાપુને તેમની આ ભૂલ સમજીને જાહેર માફી કે ખુલાસો કરવાની અપીલ કરી હતી. આ પણ વાંચો શંકરસિંહના નિવેદનથી વિવાદ, પાટીદાર-બ્રહ્મ અને જૈન સમાજે માફીની માગ કરી બ્રહ્મ સમાજના અગ્રણી અને ભાજપના નેતા યજ્ઞેશ દવે અને પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયાએ વિરોધ કર્યો અને બાપુ માફી માગે તેવી માગ કરી છે. યજ્ઞેશ દવેએ કહ્યું કે, મારે બાપુને એ કહેવાનું છે કે શંકરસિંહ બાપુ આવા શુભ કાર્યોની શરૂઆત તમે તમારા પોતાના જાતથી જ કરો. તમે મારા ઘરનું મેલું ઉપાડો હું પાંચ લાખ રૂપિયા દર મહિને તમને આપીશ. (વાંચો સંપૂર્ણ સમાચાર) આ પણ વાંચો: પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ કોંગ્રેસમાં જોડાશે, નવરાત્રિ પહેલાં નવાજૂની
    Click here to Read More
    Previous Article
    એક તરફી પ્રેમમાં યુવકે પરિણીતાના ફોટા વાયરલ કરવાની ધમકી આપી:સાથે કામ કરતી યુવતીએ લગ્નની ના પાડતા પતિને ફોન કરી ધમકાવ્યો, નારણપુરાના યુવક સામે પોલીસ ફરિયાદ
    Next Article
    RBI Repo Rate May Climb To 6% In FY27 As G-Sec Yields Face Upward Pressure: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment