Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢમાં વિલિંગ્ડન ડેમના કાંઠે સિંહ પરિવારે જમાવ્યો અડ્ડો, VIDEO:કાળઝાળ ગરમી વચ્ચે વનરાજાનો ‘કૂલ’ અંદાજ, પ્રવાસીઓ જોઈ અભિભૂત થયા

    9 hours ago

    સૌરાષ્ટ્રમાં ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો ધીમે-ધીમે આસમાને પહોંચી રહ્યો છે. આ કાળઝાળ ગરમીમાં માત્ર મનુષ્યો જ નહીં, પરંતુ વન્યજીવો પણ ઠંડકની શોધમાં જળાશયો તરફ વળી રહ્યા છે. ગિરનારની તળેટીમાં આવેલા ઐતિહાસિક વિલિંગ્ડન ડેમ ખાતે આજે સિંહ પરિવારના દર્શન થતા પ્રવાસીઓ માટે મજા બમણી થઈ ગઈ હતી. ત્રણ સિંહોનો પરિવાર ડેમ કાંઠે આરામ ફરમાવતો જોવા મળ્યો ગિરનારની ગોદમાં આવેલો વિલિંગ્ડન ડેમ પ્રવાસીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. ગરમી વધતા ઠંડક મેળવવા માટે ત્રણ સિંહોનો એક પરિવાર ડેમના કિનારે આવી પહોંચ્યો હતો. વનરાજાને આટલા નજીકથી અને નિશ્ચિંત અંદાજમાં આરામ કરતા જોઈને ત્યાં હાજર સહેલાણીઓ રોમાંચિત થઈ ઉઠ્યા હતા. અનેક લોકોએ આ દુર્લભ ક્ષણોને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી હતી. વન વિભાગનો ચુસ્ત બંદોબસ્ત રહેણાંક અને પ્રવાસન વિસ્તારની નજીક સિંહોની હાજરી હોવાથી વન વિભાગ તુરંત એક્શનમાં આવ્યું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સિંહો તેમજ પ્રવાસીઓ વચ્ચે સુરક્ષિત અંતર જળવાઈ રહે તે માટે વનકર્મીઓનો કાફલો ડેમ પર ખડેપગે તૈનાત કરી દેવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા સિંહ પરિવારની હિલચાલ પર ડ્રોન કેમેરા અને ફિલ્ડ સ્ટાફ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પ્રવાસીઓને સાવચેત રહેવા અપીલ વન વિભાગે પ્રવાસીઓને સૂચના આપી છે કે, સિંહોના દર્શન વખતે પૂરતું અંતર રાખવું અને તેમને ખલેલ પહોંચાડવી નહીં. ઉનાળામાં જંગલના આંતરિક વિસ્તારોમાં પાણીના સ્ત્રોત સુકાતા હોવાથી સિંહો અવારનવાર વિલિંગ્ડન ડેમ કે સોનરખ નદી જેવા જળાશયો તરફ આવતા હોય છે. વનરાજાનો આ શાહી અંદાજ પ્રકૃતિ અને વન્યજીવ પ્રેમીઓ માટે એક અવિસ્મરણીય યાદ બની ગયો છે.
    Click here to Read More
    Previous Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- શેરબજારમાં ઉછાળે સાવચેતીનો માહોલ:ટ્રેડિંગ સત્રમાં વેચવાલીનું આક્રમક વલણ અને રક્ષણાત્મક વ્યૂહરચનાની જરૂરિયાત સમજવી અનિવાર્ય
    Next Article
    અલવિદા કનુભાઈ:સુરતના પૂર્વ મેયર, ધારાસભ્ય અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. કનુભાઈ માવાણી અનંત યાત્રાએ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment