Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    60 સેકન્ડમાં 2 ભૂકંપથી વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:ભૂકંપ આવ્યો ત્યારે મોટાભાગના લોકો ઘરમાં જ હતા, 164 મોત, 971 ઘાયલ; 126 વર્ષમાં સૌથી મોટો ભૂકંપ

    4 days ago

    વેનેઝુએલામાં બે શક્તિશાળી ભૂકંપે તબાહી મચાવી છે. દક્ષિણ અમેરિકન દેશમાં બુધવારે સાંજે 6.34 વાગ્યે અને 6.35 વાગ્યે અનુક્રમે 7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપના આંચકા આવ્યા હતા. તે સમયે, ભારતમાં ગુરુવારે સવારના 3.34 વાગ્યા હતા. આ ભૂકંપ એવા દિવસે આવ્યા હતા જ્યારે આખો દેશ રાષ્ટ્રીય રજા ઉજવી રહ્યો હતો. સ્પેન સામેના સ્વતંત્રતા યુદ્ધમાં ઐતિહાસિક વિજયની વર્ષગાંઠ નિમિત્તે સ્કૂલો અને ઓફિસોમાં રજા રાખવામાં આવી હતી; પરિણામે, મોટાભાગના લોકો ઘરે જ હતા. અમેરિકી જિયોલોજિકલ સર્વે (USGS) મુજબ, તેમાં 10,000થી વધુ લોકોના મૃત્યુની 44% અને 1,00,000થી વધુ મૃત્યુની 30% આશંકા છે. પહેલા 7.2 અને પછી થોડી જ સેકન્ડ બાદ 7.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. અત્યાર સુધીમાં 32 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 700થી વધુ લોકો ઘાયલ થયા છે. 20 આફ્ટરશોક પણ નોંધાયા છે. બંને ભૂકંપ રાજધાની કરાકસથી લગભગ 290 કિલોમીટર પશ્ચિમમાં આવ્યા. કરાકસ સહિત ઘણા શહેરોમાં ઇમારતોને નુકસાન થયું છે. કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી. જોકે, હજુ સુધી સરકારે કોઈ મૃત્યુના સત્તાવાર આંકડા જાહેર કર્યા નથી. સ્થાનિક મીડિયા અનુસાર કારાકાસ એરપોર્ટની છતનો અમુક ભાગ તૂટી પડ્યો. આ છેલ્લા 126 વર્ષનો સૌથી મોટો ભૂકંપ છે, આ પહેલા 1900માં 7.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નકશામાં વેનેઝુએલાનું લોકેશન ભૂકંપ સંબંધિત તસવીરો વેનેઝુએલા ભૂકંપથી જોડાયેલા લાઈવ અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર નજર કરો…
    Click here to Read More
    Previous Article
    'હું મારી જાતને વેચવા નથી આવી':ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો કડવો અનુભવ જણાવ્યો, કહ્યું- 'સાઉથના મોટા મેકર્સે અભદ્ર માંગ કરી હતી'
    Next Article
    કેતનની હત્યા પહેલા સિયા-ચેતન કેફેમાં મળ્યા, VIDEO:ત્યાં જ હત્યાનો પ્લાન બનાવ્યો; સિયા બોલી- લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો, કેતન માન્યો નહીં

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment