Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથ SP જાડેજા શાળા પ્રવેશોત્સવમાં જોડાયા:વેરાવળની સરકારી શાળામાં ધોરણ 1 થી 8ના બાળકોને પ્રવેશ અપાવ્યો

    4 days ago

    ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા વેરાવળની હરસિદ્ધિ સોસાયટીમાં આવેલી સરકારી શાળાના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. આ કાર્યક્રમ અંતર્ગત તેમણે ધોરણ 1 થી 8ના બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મળે તે હેતુથી રાજ્યભરની સરકારી શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ પહેલનો ઉદ્દેશ્ય દરેક બાળકને મફત શિક્ષણ પૂરું પાડીને તેમના સર્વાંગી વિકાસમાં મદદ કરવાનો છે. વર્તમાન શૈક્ષણિક સત્ર માટે યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. તેમની સાથે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગઢવી, પોલીસ સ્ટાફ, વોર્ડ નંબર 1ના નગરસેવક, શાળાનો સ્ટાફ, બાળકો અને વાલીઓ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ધોરણ 1 થી 8ના નાના ભૂલકાઓને શાળા અને પોલીસ પરિવાર દ્વારા કીટ તથા ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓએ પોતાની ફરજની સાથે સેવાકીય પ્રવૃત્તિમાં જોડાઈને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને તેમને શાળા પ્રવેશ માટે પ્રેરણા આપી હતી.
    Click here to Read More
    Previous Article
    કેતનની હત્યા પહેલા સિયા-ચેતન કેફેમાં મળ્યા, VIDEO:ત્યાં જ હત્યાનો પ્લાન બનાવ્યો; સિયા બોલી- લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો, કેતન માન્યો નહીં
    Next Article
    સુરત મનપાની નોટિસ બિલ્ડર ઘોળીને પી ગયો:નોટિસ છતાં અંધારામાં ગેરકાયદે બાંધકામ પૂરજોશમાં, સાયકલવાલાએ કહ્યું-કોઈનું મોત થશે તો પાલિકા અને બિલ્ડર બંને સરખા જ જવાબદાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment