Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વામીઓની છેતરપિંડીનો ભોગ બનેલા નિવૃત્ત અધિકારીએ VIDEO જાહેર કર્યો:ભાસ્કરને કહ્યું- 'મેં ખેડૂતના ઘરે જઈને રૂ. 1.24 કરોડ આપ્યા'તા, પોલીસે મને ખુશ કરવા સામાન્ય કલમ સાથે ફરિયાદ નોંધી'

    16 hours ago

    રાજકોટના નિવૃત શાસનાધિકારી સાથે જમીન ખરીદીના નામે થયેલી સવા કરોડની છેતરપિંડી મામલે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના માધવપ્રિય ઉર્ફે એમ.પી.સ્વામી તથા દર્શન પ્રકાશ ઉર્ફે ડી.પી.સ્વામી સહિત પાંચ લોકો સામે રાજકોટ શહેર આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદીએ દાવો કરતા કહ્યું કે, સ્વામીઓના કહેવાથી મેં જમીન ખરીદવા માટે ખેડૂત સાથે સમજૂતી કરાર કર્યો હતો. જેના બદલામાં ખેડૂતને તેના ઘરે જઈને રૂ. 1.24કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. રૂપિયાની ચૂકવણી કરવામાં આવી તે સમયનો ફરિયાદી દ્વારા ઉતારવામાં આવેલો વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. ફરિયાદીએ કહ્યું હતું કે, આ ફરિયાદમાં ગંભીર કલમો લગાવવી જોઈતી હતી. પરંતુ, પોલીસે મને રાજી કરવા ફરિયાદ નોંધી હોય તેવું લાગે છે. નિવૃત અધિકારીને મંદિરના પ્રોજેક્ટમાં રોકાણ કરી કમિશનની લાલચ આપવામાં આવી ચોટીલાના નિવૃત શાસનાધિકારી નરસિંહભાઈ લઘરભાઈ વાઢેરએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2020ના મે મહિનામા ચિંતનભાઈનો ફોન આવ્યો અને કહ્યું કે, ડાકોરમા સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો આશરે 400 વીઘા જમીનમાં સ્વામીનારાયણનું ભવ્ય મંદિર બનાવવા માંગે છે, જો તમારે આ પ્રોજેકટમા રૂપીયાનુ રોકાણ કરવુ હોય તો તમને સારૂ વળતર મળશે તમને આમાં રસ હોય તો હું તમને સંતોની સાથે મુલાકાત કરાવુ.જેથી મે તેઓની પાસે થોડો સમય માંગ્યો હતો અને ત્યારબાદ બે ત્રણ દિવસ પછી ચિંતનનો ફરીવાર ફોન આવ્યો જેથી ડાકોર વાળા મંદિરના પ્રોજેકટમા રૂપિયા રોકાણ કરવાની વાત કરી હતી જેમાં મારી સાથે ભાગીદારમા મારા મિત્ર વિપુલભાઈ મનસુખભાઈ કાપડીયા પણ સાથે રહેશે તેમ કહ્યું હતું. આ પછી ચિંતનભાઇ મને રાજકોટ ભુપેન્દ્ર રોડ ખાતે આવેલ સ્વામીનારાયણ મંદિર ખાતે સંતોને મળવા માટે બોલાવ્યો હતો.આ સમયે મારી સાથે મારો દીકરો પીયૂષ તથા મારા ભત્રીજા જગદિશભાઈ વાઢેર હતા અને ચિંતન પણ ત્યાં મંદિરે હાજર હતો.તેણે અમને મંદિરમા સંતોના ઉતારા આવેલ છે ત્યાં માધવપ્રિય સ્વામી (એમ.પી.સ્વામી) તથા દર્શનપ્રકાશ સ્વામી (ડી.પી.સ્વામી) તથા લાલજીભાઈ બાવભાઈ ઢોલા સાથે મુલાકાત કરાવી હતી. આ વખતે માધવપ્રીય સ્વામી તથા દર્શનપ્રકાશ સ્વામીએ મને વાત કરી હતી કે,ડાકોરમા અમે સ્વામીનારાયણ ભગવાનનુ ભવ્ય મંદિર તથા ગૌશાળા 300થી 400 વીઘા જમીનમા બનાવવાના છીએ.જેના માટે અમે ડાકોરના સૂઇ તથા સૈયત ગામમા મહુધા રોડ ઉપર જમીન જોઇને રાખી છે.જેમા અમારે આફ્રિકા દેશથી દાન આવવાનુ છે તે દાન આપનાર વ્યકિતીને અમારે જમીન ખરીદ કરનારનુ અસલ સાટાખત બતાવવુ પડશે તો તે વ્યક્તિ દાન આપશે. 2.76 કરોડમાં 354 વિઘા જમીનનો સોદો નક્કી કરવામાં આવ્યો જમીનના કાગળો ચેક કરી ખેડૂત જેકીભાઈને ફોન કરી રાજકોટ બોલાવ્યા હતા. જેકીભાઇ રામી, ચિંતનભાઇ પરમાર અને લાલજીભાઇ ઢોલા મારા ઘરે આવ્યા હતા તે વખતે મારા ઘરે હુ તથા મારો દિકરો પીયુષ, મારા ભાગીદાર વિપુલભાઇ કાપડીયા, મારો ભત્રીજો જગદિશભાઇ વાઢેર હાજર હતા. અમે બધાએ જેકીભાઇ પાસેથી જમીન ખરીદ કરવાની વાતચીત કરી કુલ જમીન 354 વીઘાનો ઉધડો ભાવ રૂ.2.76 કરોડ નક્કી કરી જમીન સોદા પેટે જેકીભાઇને રૂ.1 લાખ રોકડા આપી ડાકોરના સૂઇ તથા સૈયત ગામમા મહુધા રોડ ઉપર જમીન ખરીદીનો સોદો નક્કી કર્યો હતો. અમે ખેડૂતને જે પૈસા આપ્યા તેનું વીડિયો રેકોર્ડિંગ કરી લીધું હતું- ફરિયાદી ખેડૂત જેકીભાઇએ જમીન ખરીદ પેટેના બાકીના રૂપીયા રૂ.2 કરોડ રોકડા આપવાનુ જણાવ્યું હતું પરંતુ મારી પાસે આટલા રૂપિયા રોકડા ન હોવાથી પ્રથમ રૂ.1.25 કરોડ રોકડા આપવાનુ કહ્યું હતું.જેથી જેકીભાઈએ કહ્યું કે તમે અમને રોકડા રૂ.1.25 કરોડ આપો ત્યારબાદ હું તમને અમારી જમીનની માપણીશીટ તથા ઓરીજનલ જમીનના ડોક્યુમેન્ટોની ફાઇલ આપીશ. ત્યારબાદ તા 8 જૂન, 2020ના રોજ હું તથા મારો દીકરો પીયુષ, ભાગીદાર વિપુલભાઇ કાપડીયા, ભત્રીજો જગદિશભાઇ, દિકરાના મિત્ર ગૈગરાંગ ઘોરડા, ચિંતનભાઈ પરમાર અને લાલજીભાઇ ઢોલા સાથે ડાકોર ગયા હતા ત્યાં અમે જમીન માલીક જેકીભાઇ રામીના ઘરે ગયા હતા અને જમીન ખરીદ પેટેના રૂ.1.24 કરોડ રોકડા આપ્યા હતા જેનુ મારા દીકરાના મિત્ર ગૈારાંગભાઈ ઘોરડાએ તેના મોબાઇલ ફોનમા વીડિયો રેકોડીંગ કરી લીધું હતું. ખેડૂત દ્વારા રૂ. 300ના સ્ટેમ્પ પર સમજૂતી લખાણ કરી આપ્યું આ રૂપિયા આપ્યા બાદ જેકીભાઇ શરદભાઈ રામીએ મને રૂ.300ના સ્ટેમ્પ પેપર ઉપર ઠાસરા તાલુકાના મોજે સૂઇ તથા સૈયત ગામની સીમના આશરે 354-70 વિઘા જૂની શરતની જમીનનો જમીન વેચાણ અંગે સમજુતી લખાણ એટલે કે મેમોરેન્ડમ ઓફ અન્ડર સ્ટેન્ડીંગ (જમીનનુ સાટાખત) મારા તથા મારા ભાગીદાર વિપુલભાઈ મનસુખભાઈ કાપડીયાના નામનુ ડાકોરના નોટરી અનિલ જે.સેવકની ઓફિસ ખાતે કરી આપ્યું હતુ.જે ઓરિજનલ સાટાખતમા મારે બાકીના જમીન પેટેના રૂપિયા 8 મહિનામાં આપવાના રહેશે જે બાદ તેઓ મને જમીનનો દસ્તાવેજ કરી આપશે આમ લખાણ કરી ઓરીજનલ સાટાખત મને આપી અને એક ઝેરોક્ષ નકલ જેકીભાઇએ તેની પાસે રાખી હતી. હાલ સમગ્ર મામલે રાજકોટ શહેર આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા પાંચ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ:ભારતીય શેરબજારમાં તેજી વચ્ચે અસ્થિરતાનો માહોલ!
    Next Article
    મોટી પવાલી ભરીને લોકોને પીવડાવવા દારૂ તૈયાર કરાયો, VIDEO:અમદાવાદમાં એક પ્રંસગમાં દારૂ-બિયરની ખુલ્લેઆમ મહેફીલ, તેરે પ્યાર મેં ગીત પર હાથમાં બિયર લઈ મહિલાનો ડાન્સ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment