Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ:ભારતીય શેરબજારમાં તેજી વચ્ચે અસ્થિરતાનો માહોલ!

    16 hours ago

    રોકાણકાર મિત્રો, આનંદ ને! ગુરુવારના રોજ ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતો મળવા છતાં સ્થાનિક રોકાણકારોની ખરીદી અને વિદેશી રોકાણકારોના મૂડીપ્રવાહને કારણે બજારે મજબૂત દેખાવ કર્યો હતો. ખાસ કરીને ઓટોમોબાઇલ, બેંકિંગ અને ગ્રાહક વપરાશ સાથે જોડાયેલી કંપનીઓના શેરોમાં નોંધપાત્ર લેવાલી જોવા મળી હતી. આજના સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટી બંનેએ નવ મહિનાની ઊંચી સપાટી નોંધાવી હતી. બજારમાં વધતી ખરીદીને કારણે રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ. 5.25 લાખ કરોડનો વધારો થયો હતો. એકંદરે બજારમાં તેજીનો વ્યાપ વધ્યો હતો અને મુખ્ય ક્ષેત્રોમાં ખરીદીનું વલણ જોવા મળ્યું હતું. આજની તેજી પાછળ ઓટોમોબાઇલ ક્ષેત્રમાં થયેલી જોરદાર ખરીદી મુખ્ય કારણ બની હતી. મારુતિ સુઝુકીના શેરમાં 7.58 ટકા, આઇશર મોટર્સમાં 4.66 ટકા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં 4.6 ટકાનો વધારો નોંધાયો હતો. વાહનોની માંગ અને તહેવારો દરમિયાન થયેલા સારા વેચાણ અંગેની આશાએ રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો હતો. આ ઉપરાંત વિદેશી રોકાણકારોની ખરીદી, ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઈ અને બેંકિંગ શેરોમાં વધતી લેવાલીએ બજારને ટેકો આપ્યો હતો. અગાઉના સત્રમાં વિદેશી રોકાણકારોએ રૂ. 5,866.78 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી, જે બજાર માટે સકારાત્મક સંકેત બન્યો હતો. બજારમાં તેજી હોવા છતાં કેટલીક ચિંતાઓ યથાવત્ રહી હતી. અમેરિકામાં વ્યાજદર લાંબા સમય સુધી ઊંચા રહેવાની શક્યતા અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાને કારણે માહિતી પ્રૌદ્યોગિકી ક્ષેત્રના શેરોમાં વેચવાલી જોવા મળી હતી. ટીસીએસ, ઇન્ફોસિસ અને ટેક મહિન્દ્રા જેવા શેરો દબાણ હેઠળ રહ્યા હતા. અગાઉના ઉછાળા બાદ કેટલાક શેરોમાં નફારૂપી વેચવાલી પણ જોવા મળી હતી. બજારની અસ્થિરતા દર્શાવતો ઇન્ડિયા વીઆઇએક્સ 1.71 ટકા વધીને 15.83 પર પહોંચ્યો હતો. તેથી તેજી વચ્ચે પણ સાવચેતી જરૂરી બની હતી. આંતરરાષ્ટ્રીય બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. જાપાનના નિક્કીમાં 0.63 ટકા અને દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 1.37 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે ચીનના શાંઘાઈ સૂચકાંકમાં 0.29 ટકા અને હોંગકોંગના હેંગસેંગમાં 2.18 ટકાનો ઘટાડો થયો હતો. અમેરિકામાં વ્યાજદર અંગેની અનિશ્ચિતતા અને ટેક્નોલોજી કંપનીઓનાં પરિણામો અંગેની અપેક્ષાઓને કારણે રોકાણકારો સાવચેત રહ્યા હતા. તેમ છતાં ભારતીય બજારમાં સ્થાનિક ખરીદીનું પ્રભુત્વ જળવાઈ રહ્યું હતું. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ 18 નવેમ્બરના રોજ રોકડ બજારમાં રૂ. 5,866.78 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. તેની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 3,159.90 કરોડની ચોખ્ખી વેચવાલી નોંધાવી હતી. વિદેશી રોકાણકારોની મજબૂત ખરીદી બજાર માટે સકારાત્મક રહી હતી. જોકે, આ આંકડા 18 નવેમ્બરના છે અને 19 નવેમ્બરના અંતિમ રોકાણ પ્રવાહના આંકડા નથી. આગામી દિવસોમાં વિદેશી રોકાણકારોની ખરીદી ચાલુ રહે છે કે નહીં તેના પર બજારની દિશાનો આધાર રહેશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો અને બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ આશરે 91 ડોલરની નજીક રહ્યો હતો. અમેરિકામાં ક્રૂડ ઓઇલના ભંડારમાં વધારો અને પુરવઠો સુધરવાની આશાએ ભાવ પર દબાણ આવ્યું હતું. બીજી તરફ તાંબાના ભાવ સાત મહિનાની નીચી સપાટીએ પહોંચતાં ઘરેલુ ઉપકરણો બનાવતી કંપનીઓને ઉત્પાદન ખર્ચમાં રાહત મળવાની શક્યતા ઊભી થઈ હતી. સોના અને ચાંદીના ભાવમાં વૈશ્વિક ડોલર અને વ્યાજદરની હિલચાલ પ્રમાણે વધઘટ જોવા મળી શકે છે. ભાવિ દિશા: વિદેશી રોકાણકારોની લેવાલી, ક્રૂડ ઓઇલના ભાવ, રૂપિયાની સ્થિતિ અને કંપનીઓનાં પરિણામો બજારની આગામી દિશા નક્કી કરશે. એકંદરે, 19 નવેમ્બરનું સત્ર ભારતીય શેરબજાર માટે મજબૂત તેજીનું રહ્યું હતું. જોકે, રોકાણકારોએ ઊંચા ભાવે ઉતાવળે ખરીદી કરવાને બદલે મજબૂત નાણાકીય સ્થિતિ, સારી નફાકારકતા અને વાજબી ભાવ ધરાવતી કંપનીઓમાં પસંદગી આધારિત રોકાણને પ્રાથમિકતા આપવી યોગ્ય રહેશે. તા. 20.11.2026ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડિંગ સંદર્ભે: તા. 19.11.2026ના રોજ નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ 25,559 પોઇન્ટ: આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 25,737 પોઇન્ટના પ્રથમ અને 25,808 પોઇન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડિંગ સંદર્ભે 25,505 પોઇન્ટથી 25,474 પોઇન્ટ આસપાસ અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 25,404 પોઇન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઈએ. હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ: ભારતી એરટેલ (2,140): ટેલિકોમ્યુનિકેશન સેક્ટરનો આ સ્ટોક રૂ. 2,108ના પ્રથમ તેમજ રૂ. 2,088ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળામાં રૂ. 2,163થી રૂ. 2,170 આસપાસની ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે. રૂ. 2,188 ઉપર તેજી તરફી ધ્યાન રાખવું. ગોદરેજ પ્રોપર્ટીઝ (1,885): રિયલ એસ્ટેટ સેક્ટરનો આ સ્ટોક રૂ. 1,863ના પ્રથમ તેમજ રૂ. 1,844ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળામાં રૂ. 1,903થી રૂ. 1,920 આસપાસની ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે. આઇસીઆઇસીઆઇ જનરલ ઇન્શ્યોરન્સ (1,695): ઇન્શ્યોરન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ. 1,664ના પ્રથમ તેમજ રૂ. 1,640ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળામાં રૂ. 1,709થી રૂ. 1,717 આસપાસની ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે. આઇસીઆઇસીઆઇ બેંક (1,609): બેંકિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ. 1,588ના પ્રથમ તેમજ રૂ. 1,573ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળામાં રૂ. 1,623થી રૂ. 1,630 આસપાસની ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે. એક્સિસ બેંક (1,379): બેંકિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ. 1,360ના પ્રથમ તેમજ રૂ. 1,347ના બીજા સપોર્ટથી રૂ. 1,393થી રૂ. 1,404 આસપાસની ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    ઈન્ડિયન બોલર્સની નજર કિવીઝને ઓલઆઉટ કરવા પર રહેશે:હેનરી નિકોલ્સ-ગ્લેન ફિલિપ્સનો ટાર્ગેટ ન્યૂઝીલેન્ડને મજબૂત સ્થિતિમાં મૂકી શકે; આજે મેચનો બીજો દિવસ
    Next Article
    સ્વામીઓની છેતરપિંડીનો ભોગ બનેલા નિવૃત્ત અધિકારીએ VIDEO જાહેર કર્યો:ભાસ્કરને કહ્યું- 'મેં ખેડૂતના ઘરે જઈને રૂ. 1.24 કરોડ આપ્યા'તા, પોલીસે મને ખુશ કરવા સામાન્ય કલમ સાથે ફરિયાદ નોંધી'

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment