Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્ડિયન બોલર્સની નજર કિવીઝને ઓલઆઉટ કરવા પર રહેશે:હેનરી નિકોલ્સ-ગ્લેન ફિલિપ્સનો ટાર્ગેટ ન્યૂઝીલેન્ડને મજબૂત સ્થિતિમાં મૂકી શકે; આજે મેચનો બીજો દિવસ

    16 hours ago

    વેલિંગ્ટન ટેસ્ટમાં આજે મેચનો બીજો દિવસ છે. પહેલા દિવસે ન્યૂઝીલેન્ડે 5 વિકેટે 243 રન બનાવીને મજબૂત કમબેક કર્યું છે, ત્યારે બીજા દિવસે ભારતીય બોલરોની નજર ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સને વહેલી તકે સમેટવા પર રહેશે. ખાસ કરીને જસપ્રીત બુમરાહ, આકાશદીપ અને અંશુલ કંબોજ સવારના પ્રથમ સેશનમાં નવા બોલની મદદથી કિવી બેટર્સ પર દબાણ બનાવવાનો પ્રયાસ કરશે. ભારત માટે સૌથી મોટો પડકાર 173 રનની અતૂટ ભાગીદારીને તોડવાનો રહેશે, કારણ કે જો આ જોડી વધુ સમય ક્રિઝ પર ટકી રહી તો મેચ ભારતની પકડમાંથી સરકી શકે છે. બીજી તરફ, ન્યૂઝીલેન્ડની ટીમ બીજા દિવસે પોતાના સ્કોરને 400 રનની પાર લઈ જવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. પહેલા દિવસે સદી ફટકારી ચૂકેલા હેનરી નિકોલ્સ (113* રન) અને ગ્લેન ફિલિપ્સ (94* રન) ટીમની ઇનિંગને આગળ વધારશે. ફિલિપ્સ પોતાની સદીથી માત્ર 6 રન જ દૂર છે. બીજા દિવસની શરૂઆતની ઓવરોમાં ફિલિપ્સ પોતાની સદી પૂરી કરીને ટીમને મજબૂત સ્થિતિમાં મૂકવા પ્રયત્ન કરશે. આ ઉપરાંત, ન્યૂઝીલેન્ડનું લોઅર ઓર્ડર બેટિંગ પણ યોગદાન આપીને ભારત સામે એક પડકારજનક ટોટલ ઊભું કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. વેલિંગ્ટનની પીચ પર બીજા દિવસે પણ સવારના સત્રમાં ઝડપી બોલરોને સ્વિંગ અને બાઉન્સ મળવાની પૂરી શક્યતા છે, પરંતુ જેમ-જેમ દિવસ આગળ વધશે તેમ બેટિંગ કરવી વધુ સરળ બનશે. જો ભારતીય બોલરો પ્રથમ સેશનમાં બાકીની 5 વિકેટો ઝડપી લેવામાં સફળ રહેશે, તો ભારતીય બેટર્સને બેટિંગ માટે અનુકૂળ પરિસ્થિતિ મળી શકે છે. મેચના પહેલા દિવસના સ્ટાર્સનું પરફોર્મન્સ ગ્રાફિકમાં વાંચો…
    Click here to Read More
    Previous Article
    Row Over Jobs Scam Snowballs In Andhra Pradesh, YSRCP Demands CBI Probe
    Next Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ:ભારતીય શેરબજારમાં તેજી વચ્ચે અસ્થિરતાનો માહોલ!

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment