Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવની વિકેટ પર પાકિસ્તાની બોલરનું 'બેબી સેલિબ્રેશન':એશિયન ગેમ્સમાં સૂર્યવંશીને ઉકસાવવાનો પ્રયાસ કર્યો, અભિષેક શર્માએ આપ્યો જડબાતોડ જવાબ; VIDEO

    7 hours ago

    એશિયન ગેમ્સ 2026માં મેન્સ ક્રિકેટની ફાઇનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમવામાં આવી રહી છે, આ મેચમાં ભારતનો 15 વર્ષનો બેટર વૈભવ સૂર્યવંશી 9 બોલ પર 15 રન બનાવીને આઉટ થયો. વૈભવને સૈમ અયુબે પોતાની ઓફ સ્પિન બોલ પર કેચ આઉટ કરાવ્યો. આ દરમિયાન જ્યારે વૈભવ આઉટ થયો ત્યારે સૈમ અયુબે તેનો મજાક ઉડાવવાની કોશિશ કરી અને બેબી સેલિબ્રેશન કરી વિકેટની ઉજવણી કરી, અયુબનું આ રિએક્શન હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઇ રહ્યું છે. અભિષેક શર્માએ આપ્યો વળતો જવાબ ત્રીજી ઓવરના પહેલા બોલ પર ભારતે પહેલી વિકેટ ગુમાવી દીધી છે. સૈમ અયુબેે વૈભવ સૂર્યવંશીને ઉસ્માન ખાનના હાથે કેચ કરાવ્યો. વૈભવ રિવર્સ સ્વીપ રમવાના પ્રયાસમાં બોલને અંડર-એડ્જ મારી બેઠો. ઉસ્માને પહેલાં બોલ ગુમાવ્યો, પરંતુ થોડી મથામણ પછી કેચ પકડી લીધો. આ પ્રકારે 15 વર્ષના બેટરની ઇનિંગ ખતમ થઈ ગઈ. જ્યારે સૂર્યવંશી ભારતીય ડગ-આઉટ તરફ પાછો ફરી રહ્યો હતો, ત્યારે અયુબે રોકિંગ બેબીનો ઇશારો કરીને તેને ઉકસાવવાની કોશિશ કરી. જોકે, વૈભવે તેને આ વખતે કોઈ પ્રકારનું રિએક્શન આપ્યું નહીં. જ્યારે તેના બેટિંગ પાર્ટનર અભિષેક શર્માએ તેનો બદલો લીધો. એક બાજુ જ્યાં સૂર્યવંશી ચૂપ રહ્યો, ત્યાં જ અભિષેકે અયુબને જડબાતોડ જવાબ આપ્યો, તેણે તે જ ઓવરમાં બે ચોગ્ગા અને એક સિક્સર ફટકારી. અયુબની તે ઓવરમાં વૈભવ સૂયંવંશીની વિકેટ પડી, પરંતુ પાકિસ્તાને 15 રન પણ આપવા પડ્યા. 61 રન બનાવીને આઉટ થયો અભિષેક મેચમાં અભિષેક શર્માએ 28 બોલ પર 61 રનની ઇનિંગ રમી, પોતાની ઇનિંગમાં અભિષેકે 3 ચોગ્ગા અને 7 સિક્સર ફટકારી, અભિષેકે 20 બોલ પર પોતાની અડધી સદી પણ પૂરી કરી લીધી હતી, જોકે, અભિષેક પોતાની અડધી સદીની ઇનિંગને સદીમાં પૂર્ણ કરી શક્યો નહીં પરંતુ તેની તોફાની ઇનિંગે પાકિસ્તાની બોલરોનો પરસેવો કાઢી નાખ્યો. આ પહેલા ભારતના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), ઈશાન કિશન, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ અને જસપ્રીત બુમરાહ. પાકિસ્તાન (PAK): સાહિબઝાદા ફરહાન (કેપ્ટન), માઝ સદાકત, ઉસ્માન ખાન (વિકેટકીપર), સૈમ અયુબ, હસન નવાઝ, અબ્દુલ સમદ, અરાફાત મિન્હાસ, અહેમદ દાનિયાલ, સાદ મસૂદ, અબરાર અહેમદ અને સુફિયાન મુકીમ
    Click here to Read More
    Previous Article
    212ના રનચેઝમાં પાકિસ્તાનીઓનું સુરસુરિયું:7 ઓવરમાં ત્રણ બેટર્સને પેવેલિયન ભેગા કરી દીધા, અક્ષર પટેલે બીજી સફળતા મેળવી
    Next Article
    MPમાં 16 વર્ષની છોકરી પર ગેંગરેપ:પીડિતાએ કહ્યું- 5 છોકરાઓએ વારાફરતી બળાત્કાર કર્યો, 2ની ધરપકડ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment