Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MPમાં 16 વર્ષની છોકરી પર ગેંગરેપ:પીડિતાએ કહ્યું- 5 છોકરાઓએ વારાફરતી બળાત્કાર કર્યો, 2ની ધરપકડ

    8 hours ago

    MPના ચિમનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી 16 વર્ષની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ગુમ થયેલી યુવતી ચાર દિવસ બાદ ઘરે પરત ફરી અને પરિજનને જણાવ્યું કે પાંચ યુવકોએ પાણીમાં નશીલો પદાર્થ ભેળવીને પીવડાવીને તેની સાથે વારાફરતી દુષ્કર્મ કર્યું. ઘટનાની જાણ થતાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પરિજનોએ બે દિવસ પહેલાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. દુષ્કર્મ કરનારા ચાર યુવકો સગીર છે, જ્યારે એક પુખ્ત વયનો છે. પીડિતાએ ધોરણ 9 સુધી અભ્યાસ કર્યો છે અને હાલમાં સ્કૂલે જતી નહોતી. 26 સપ્ટેમ્બરે સગીરા ઘરેથી ગુમ થઈ હતી, જેના અપહરણની ફરિયાદ 28 સપ્ટેમ્બરે નોંધાવવામાં આવી હતી. 30 સપ્ટેમ્બરે તે પોતાની જાતે ઘરે પરત ફરી અને પરિજનને ઘટનાની જાણ કરી. તેઓ તેને લઈને ચિમનગંજ પોલીસ સ્ટેશન પહોંચ્યા. ત્યારબાદ પોલીસે છોકરીએ જણાવેલા સગીરને સૌથી પહેલાં પકડીને પૂછપરછ કરી તો તેણે ઘટના કબૂલી લીધી. જીવાજીગંજ પોલીસ સ્ટેશન પોલીસે જણાવ્યું કે ઘટનામાં ચાર સગીર આરોપીઓ છે, જેમની ઉંમર 16થી 17 વર્ષની વચ્ચે છે, જ્યારે એક પુખ્ત વયનો છે. જીવાજીગંજ વિસ્તારના રહેવાસી એક સગીરની ધરપકડ કરીને તેને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવ્યો છે, જ્યારે મહાવીરનગરના રહેવાસી જુગલ કિશોરના પુત્ર 19 વર્ષીય આરોપી લક્કીની ધરપકડ કરીને શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો. અન્ય ત્રણ સગીરોની શોધખોળ ચાલુ છે. સીએસપી પુષ્પા પ્રજાપતિએ જણાવ્યું કે પોલીસની ટીમ સગીરને ટૂંક સમયમાં શોધી કાઢશે, ધરપકડના પ્રયાસો ચાલુ છે. વાડામાં લઈ ગયો સગીર, પછી મિત્રોને પણ બોલાવ્યા 26 સપ્ટેમ્બરે ચિમનગંજ વિસ્તારના ઘરેથી છોકરી બહાર ગઈ હતી. પરિવારજનો તેને શોધવામાં લાગી ગયા હતા. 28 સપ્ટેમ્બરે ચિમનગંજ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેની શોધખોળ ચાલી રહી હતી, તે દરમિયાન પરિવારજનો તેને પોલીસ સ્ટેશન લઈ આવ્યા અને દુષ્કર્મની ઘટના જણાવી. તેણે જણાવ્યું કે વિસ્તારનો એક સગીર છોકરો તેને જીવાજીગંજ વિસ્તારમાં આવેલા એક નિર્જન વાડામાં લઈ ગયો હતો. ત્યાં તેના મિત્રો પણ આવી ગયા હતા. તેમણે પાણીમાં નશીલો પદાર્થ ભેળવીને તેને પીવડાવ્યો અને વારાફરતી દુષ્કર્મ આચર્યું. પોલીસે જણાવ્યું કે તમામ છોકરાઓની ઓળખ થઈ ગઈ છે. પીડિતાનું મેડિકલ કરાવ્યા બાદ કોર્ટમાં તેના નિવેદન પણ નોંધાવવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    વૈભવની વિકેટ પર પાકિસ્તાની બોલરનું 'બેબી સેલિબ્રેશન':એશિયન ગેમ્સમાં સૂર્યવંશીને ઉકસાવવાનો પ્રયાસ કર્યો, અભિષેક શર્માએ આપ્યો જડબાતોડ જવાબ; VIDEO
    Next Article
    કારમાં CNG ભરતાં સમયે જ સિલિન્ડર બ્લાસ્ટ, CCTV:કારના ફુરચે-ફુરચા, અન્ય બે વાહનમાં પણ નુકસાન; કરજણ NH-48 પરના પંપનો બનાવ; જાણો ગેસ પુરાવતા શું ધ્યાન રાખવું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment