Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કારમાં CNG ભરતાં સમયે જ સિલિન્ડર બ્લાસ્ટ, CCTV:કારના ફુરચે-ફુરચા, અન્ય બે વાહનમાં પણ નુકસાન; કરજણ NH-48 પરના પંપનો બનાવ; જાણો ગેસ પુરાવતા શું ધ્યાન રાખવું

    12 hours ago

    નેશનલ હાઈવે 48 પર કરજણ નજીક આવેલી જિંદાલ કંપની સામેના પેટ્રોલ-સીએનજી પંપ પર એક કારમાં વિસ્ફોટ થવાની ઘટના સામે આવી છે. સીએનજી રિફિલિંગ દરમિયાન અચાનક પ્રચંડ ધડાકા સાથે કારની ગેસ ટેન્ક ફાટતાં પંપ પર હાજર લોકો અને કર્મચારીઓમાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. ધડાકો એટલો શક્તિશાળી હતો કે કારના પતરાં અને કાચ દૂર સુધી ઊડીને પડ્યા હતા અને આસપાસ ઊભેલા અન્ય બે વાહનોમાં પણ નુકસાન પહોંચ્યું હતું. આ બ્લાસ્ટની ઘટનાના સીસીટીવી ફુૂટેજ પણ સામે આવ્યાં છે. ઘટનાની ત્રણ તસવીર ગેસ પુરાવતી વખતે જ અચાનક વિસ્ફોટ એક કારચાલક પોતાની સીએનજી ગાડીમાં ગેસ પુરાવવા માટે જિંદાલ કંપની પાસે આવેલા પંપ પર ઊભો હતો. કર્મચારી જ્યારે નોઝલ લગાવીને ગેસ ભરી રહ્યો હતો અને કારની આગળ બે લોકો ઊભા હતાં, ત્યારે જ અચાનક કોઈ ટેકનિકલ ખામી કે અતિશય પ્રેશરને કારણે સીએનજી ટેન્ક ધડાકાભેર ફાટી હતી. વિસ્ફોટથી કારના પાછળના ભાગનો ફુરચો બોલી ગયો હતો. કારમાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી નિયમ મુજબ સીએનજી પુરાવતી વખતે મુસાફરો કારની બહાર ઊભા હોવાને કારણે કોઈપણ વ્યક્તિને ગંભીર ઈજા થઈ નથી, જેને પગલે સૌએ રાહતનો દમ લીધો છે. ધડાકાની માહિતી મળતાં જ કરજણ ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ કોઈ આગ કે કેમિકલ સ્પાર્ક ન થાય તે માટે તાત્કાલિક સાવચેતીના પગલાં લીધા હતા. પોલીસે પણ સ્થળ પર પહોંચી સ્થિતિ પર કાબૂ મેળવી પંપ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા ચકાસવાની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    MPમાં 16 વર્ષની છોકરી પર ગેંગરેપ:પીડિતાએ કહ્યું- 5 છોકરાઓએ વારાફરતી બળાત્કાર કર્યો, 2ની ધરપકડ
    Next Article
    વિદ્યાર્થીને ઢોર માર મારી નગ્ન હાલતમાં ફલેટમાં ફેંકી ગયા, મોત:ઈસનપુરમાં વકીલ મામાના ઘરે રહેતો યુવક બાઇક લઈને મિત્રને મળવા ગયો હતો, સિલ્વર ઓક કોલેજમાં ભણતો'તો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment