Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાલુ મેચમાં કોહલીએ જયસ્વાલને ડાન્સ શીખવ્યો, VIDEO:જબરદસ્ત મૂવ્ઝ બતાવીને યશસ્વી પણ પોતાની જાતને રોકી ના શક્યો; જાડેજા સહિત ક્રિકેટર્સ જોઈને હસી પડ્યા

    1 day ago

    ઈન્ડિયન ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનો મેદાન પર મસ્તીભર્યો અંદાજ એક વાર ફરી ચાહકોના દિલ જીતી રહ્યો છે. 3 ઓક્ટોબરે વેસ્ટ ઇન્ડીઝ સામે મુલ્લાનપુરમાં રમાયેલી સિરીઝની ત્રીજી વન-ડેમાં કોહલીએ મેદાન પર એવો રંગ જમાવ્યો કે ભારતીય ખેલાડીઓ પણ પોતાનું હસવું રોકી શક્યા નહીં. ડ્રિંક્સ બ્રેક દરમિયાન કોહલીએ યશસ્વી જયસવાલને ડાન્સના કેટલાક સ્ટેપ્સ શીખવ્યા, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. ભારત જ્યારે વેસ્ટ ઇન્ડીઝ સામે 352 રનનો ટાર્ગેટ ડિફેન્ડ કરી રહ્યું હતું, તે દરમિયાન ખેલાડીઓ બાઉન્ડરી પાસે ડ્રિંક્સ બ્રેક માટે ભેગા થયા હતા. આ જ સમયે વિરાટ કોહલીએ અચાનક પોતાના ડાન્સ મુવ્સ બતાવવાના શરૂ કરી દીધા. યશસ્વી જયસવાલ પણ પોતાને રોકી શક્યો નહીં અને તેણે કોહલીના સ્ટેપ્સની નકલ કરવાનું શરૂ કરી દીધું. ત્યારબાદ બંને એકબીજાને જોઈને જોરથી હસી પડ્યા. નજીક ઊભેલા રવીન્દ્ર જાડેજા પણ આ મજેદાર ક્ષણની મજા લેતા નજરે પડ્યો. જોતજોતામાં કેમેરાની નજર આ આખી ઘટના પર પડી અને કોહલી-જયસવાલનો આ અંદાજ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો. વિરાટ કોહલીનું મેદાન પર ડાન્સ કરવું એ કોઈ નવી વાત નથી. તે આ પહેલાં પણ ઘણા પ્રસંગોએ પોતાના ડાન્સ મુવ્સથી ચાહકો અને સાથી ખેલાડીઓનું મનોરંજન કરી ચૂક્યો છે. પરંતુ આ વખતે ખાસ વાત એ રહી કે તેણે યશસ્વી જેસવાલને પણ પોતાની સાથે સામેલ કરી લીધો. યશસ્વીએ જે અંદાજમાં કોહલીના સ્ટેપ્સ કોપી કર્યા, તે પછી બંનેના હાસ્યએ આ ક્ષણને વધુ મજેદાર બનાવી દીધી. જાડેજાના રિએક્શને પણ માહોલને વધુ રસપ્રદ બનાવી દીધો. કોહલી લાંબા સમય પછી ગોલ્ડન ડક પર OUT જોકે, મુલ્લાનપુર વન-ડે વિરાટ કોહલી માટે બેટથી યાદગાર રહી નહીં. ભારતીય ઇનિંગ્સની ત્રીજી ઓવરમાં જેડન સીલ્સે તેને બોલ્ડ કરી દીધો. કોહલી પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહીં અને વન-ડે કરિયરમાં ચોથી વાર ગોલ્ડન ડક (પહેલા જ બોલ પર આઉટ)નો ભોગ બન્યો. કોહલીનો આ ગોલ્ડન ડક ડિસેમ્બર 2019 પછી આવ્યો છે. સંયોગથી પહેલી વાર પણ તેણે વેસ્ટ ઇન્ડીઝ સામે જ ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. ત્યારે કિરોન પોલાર્ડે તેની વિકેટ લીધી હતી.
    Click here to Read More
    Previous Article
    Navy की नौकरी, आलीशन घर छोड़ पानी पर रहने चला गया परिवार, बोला- मैंने सबकुछ बेच दिया
    Next Article
    'યુવકને ચોથા માળે જોઈ ડરી ગઈ હતી':મહેસાણામાં મહિલા કોન્સ્ટે.એ મોત નજીક ઉભેલા યુવકને કલાક સુધી રોકી કેવી રીતે બચાવ્યો?, કહ્યું-13 વર્ષમાં પહેલીવાર આવી ઘટના ફેસ કરી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment