Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    40 વર્ષ જૂના 75 વૃક્ષો કાપી વિકાસ ન કરો!:રાજકોટમાં કોઠારીયા કોલોની - વાણિયાવાડીને જોડતા વોકળા પર ફાયર સ્ટેશન, કોમ્યુનિટી હોલના નિર્માણ સામે રોસ

    1 day ago

    રાજકોટ શહેરના વોર્ડ નંબર 14માં કોઠારીયા કોલોની અને વાણિયાવાડીને જોડતા વોકળા પર રૂ.45 કરોડના ખર્ચે ફાયર સ્ટેશન અને કોમ્યુનિટી હોલ બનાવવા મામલે વિરોધ શરૂ થયો છે. કોંગ્રેસ આગેવાનની આગેવાનીમાં અહીં આંદોલનના મંડાણ થતા આક્ષેપ કરાયો છે કે આનાથી 40 વર્ષ જૂના 75 જેટલા નાના - મોટા વૃક્ષોનું નિકંદન થશે. જેથી આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. મનપા કમિશનરને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 14 ના કોઠારીયા કોલોની અને વાણીયાવાડી 4 (જુનો પારડી માર્ગ) વચ્ચે જે વોકળો આવેલ છે તે વોકળા ઉપર તાજેતરમાં રાજકોટ ખાતે પધારેલા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખાતમુહૂર્ત અને લોકાર્પણના પ્રસંગે વોર્ડ નંબર 14 ના આ વોકળા પરના ખુલ્લા પ્લોટ ઉપર અમારી જાણ મુજબ ફાયર સ્ટેશન અને કોમ્યુનિટી હોલ અંદાજે 45 કરોડના ખર્ચે બનાવવાની તજવીજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્યારે આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા છેલ્લા 40 વર્ષો કરતા પણ વધુ સમયથી ઘેઘુર વૃક્ષો પર લટકતી તલવાર ઉભી થઈ છે. વોકળા પર બે માળના બાંધકામના પગલે વોકળા પર વરસાદી પાણીના અવરોધના લીધે આ વિસ્તારના લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય એવી દહેશત ઉભી થઈ છે. જેને પગલે રાજકોટના પર્યાવરણ પ્રેમી, કોઠારીયા કોલોનીના રહેવાસીઓ, જાગૃત નાગરિકો, કોઠારીયા કોલોની યુવા ગ્રુપ દ્વારા આંદોલન શરૂ કરાયું છે. કોંગ્રેસના આગેવાન અને કોઠારીયા કોલોની યુવા ગ્રૂપના પ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જુદા જુદા ટીપી પ્લોટ જુદા જુદા ગાર્ડનમાં 44.66 લાખના ખર્ચે 18,229 વૃક્ષારોપણ કરવાનું કામ મૂકાયું છે સરકારે વર્ષમાં 25 લાખ વૃક્ષો રોપવા સૂચના આપી છે. પરંતુ રાજકોટ મહાનગરપાલિકાનો વિકાસના નામે વૃક્ષ છેદનનો ટાર્ગેટ કેટલો ? કોઠારીયા કોલોની અને વાણીયાવાડી વચ્ચેના જે વોંકળામાં ખુલ્લા પ્લોટ પર પ્રોજેક્ટ કરવા આયોજન થઈ રહ્યું છે તેમાં આ વિસ્તારના પર્યાવરણ પ્રેમી ભાઈઓ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વૃક્ષ ઉછેરની કામગીરી કરવામાં આવતી હતી અને વૃક્ષો ઉછેરી મોટા કરવામાં આવ્યા છે. અહીં નાના - મોટા લીમડા, વડલા, ગુલમહોર, કરંજ, બોરસલી, આસોપાલવ, બીલીપત્ર, ઊંબરો, પીપળો, પીપર, ખાખરો સહિતના વૃક્ષો ઉછેરીને મોટા કર્યા છે. જેમાં વડલા અને અમુક લીમડાઓ 40 વર્ષો કરતા પણ વધુ સમયથી ઘેઘુર બની ગયા છે. દરેક વૃક્ષોને નંબર પણ આપેલ છે. અને કુલ 75 વૃક્ષો હાલમાં હયાત છે ત્યારે મહાનગરપાલિકાના પ્રોજેક્ટ હેઠળ વૃક્ષોનું નિકંદન નીકળી જશે. રાજકોટ મહાનગરપાલિકા કોઈપણ નાગરિક વૃક્ષ છેદન કરે છે તો તેને નોટિસ પાઠવી દંડનીય કાર્યવાહી કરી રહી છે ત્યારે અહીં તો ખુદ મહાનગરપાલિકા જ વૃક્ષોનું છેદન કરે એવી ભિતી સેવાઈ રહી છે. હાલ કોઠારીયા કોલોની પાસે માસ્તર સોસાયટીથી આગળ વોકળો મોટા ભૂંગળાઓ નાખીને પેક કરી દેવામાં આવ્યો છે ત્યારે આ સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા બંધ થઈ જતા આ વિસ્તારના બંગલાઓમાં પાણી ઘૂસી જાય છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ વોકળા ઉપર કે નદીના કુદરતી પાણીના નિકાલની વ્યવસ્થા અવરોધી ન શકાય તેમ છતાં ખુદ મહાનગરપાલિકા દ્વારા વોકળા ઉપર બે માળનું બિલ્ડીંગ આ પ્રોજેક્ટ હેઠળ ખડકી દેવામાં આવશે ત્યારે કોઠારીયા કોલોની અને માસ્તર સોસાયટીના વિસ્તારના રહેવાસીના ઘરમાં પાણી ઘૂસી જાય એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભવિષ્યમાં વધુ વરસાદ પડે તો લોકોને હિજરત કરવી પડે તે પ્રકારની પરિસ્થિતિ ઉદભવી શકે છે. વોર્ડ નંબર 14માં વિકાસના નામે વૃક્ષ છેદનની પ્રવૃત્તિ અને વોકળા પર તોતિંગ બાંધકામ અટકાવવા અને વોર્ડ નંબર 14માં અન્ય સ્થળે ઉપરોક્ત બંને પ્રોજેક્ટો અંગે ફેર વિચારણા કરવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, મહાનગરપાલિકા મેયર નેહલ શુક્લને કોઠારીયા કોલોની યુવા ગ્રુપ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ અંગે વિસ્તારના રહેવાસીઓ દ્વારા આંદોલનના પણ આજથી શ્રીગણેશ કરી દેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મહિલા હોમગાર્ડે યુવક-યુવતીનો વીડિયો બનાવતા બઘડાટી બોલી, VIDEO:યુવતીએ પૂછ્યું વીડિયો કેમ બનાવ્યો? હોમગાર્ડ બોલી- 'સોશિયલ મીડિયા પર મૂકવો છે એટલે'
    Next Article
    1125 કરોડની ટેન્સાઇલ જમીનનો વિવાદ, રાજ્ય પોલીસ વડાને પત્ર:CID તપાસની માગ, પોલીસ કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા; હાઈકોર્ટમાં પીટીશન કરવાની ચીમકી ઉચ્ચારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment