Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં બે યુવકને છરી મારી કારમાં તોડફોડ, VIDEO:જાહેર રોડ પર અફરાતફરી; રાજસ્થાન ટુરિઝમ કોર્પોરેશનમાં ચેરમેન બનાવવાની લાલચ આપી 1.10 કરોડ પડાવી લીધા

    8 hours ago

    રાજસ્થાન ટુરિઝમ કોર્પોરેશનમાં ચેરમેન બનાવવાની લાલચ આપીને પડાવી લીધેલા કરોડો રૂપિયા પરત ન આપવા પડે તે માટે પૂર્વ આયોજિત કાવતરું રચીને જાનથી મારી નાખવાના ઇરાદે તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવાનો મામલો ગાંધીનગરમાં સામે આવ્યો છે. ગાંધીનગરના કુડાસણ સ્થિત એક ફિટનેસ જીમ પાસે સોમવારે(29 જૂન) રાત્રે આ લોહિયાળ ખેલ ખેલાયો હતો. જેમાં બે વ્યક્તિઓને છરી અને અન્ય હથિયારોના ઘા ઝીંકી ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવતા બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા છે. આ સમગ્ર મામલે અમદાવાદના નવા નરોડા ખાતે રહેતા ઉત્સવ રોહિતકુમાર પટેલે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર નામજોગ અને અન્ય 10 જેટલા અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજસ્થાન ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં ચેરમેન બનાવવાનું કહીને છેતરપિંડી ફરિયાદની વિગતો અનુસાર, ઉત્સવ પટેલના પિતાના પરિચિત મહેન્દ્રસિંહ રાઠોડે રાજસ્થાન સરકારમાં સારા સંપર્કો હોવાનો દાવો કર્યો હતો. તેણે ફરિયાદીના પિતાના એક મિત્રને રાજસ્થાન ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં ચેરમેન બનાવવાની ખાતરી આપી હતી. આ કામ પેટે અલગ-અલગ સમયે ટુકડે-ટુકડે રોકડા તેમજ બેંક ખાતા મારફતે કુલ રૂપિયા એક કરોડ દસ લાખ એડવાન્સ તરીકે મેળવી લીધા હતા. જોકે લાંબો સમય થવા છતાં કામ ન થતાં ફરિયાદી પક્ષે પોતાના રૂપિયાની ઉઘરાણી શરૂ કરી હતી, જેના લીધે અગાઉ મે મહિનામાં કોબા સર્કલ ખાતે પણ બંને પક્ષો વચ્ચે આ બાબતે ઝઘડો થયો હતો. સમાધાનના બહાને બંને પક્ષ ભેગા થયા આ નાણાકીય વિવાદનું સુખદ સમાધાન કરવા માટે ફરિયાદીના મિત્ર ભરતસિંહ ચંદાવતે મહેન્દ્રસિંહને ફોન કરીને કુડાસણ લેન્ડમાર્ક કોમ્પ્લેક્સમાં આવેલા આરહા ફિટનેસ જીમ ખાતે બોલાવ્યા હતા. જ્યાં ઉત્સવ તેના પિતા અને મિત્રો હાજર હતા. તે દરમિયાન મહેન્દ્રસિંહ અને તેનો દીકરો અભિમન્યુ પૂર્વ આયોજિત કાવતરા મુજબ બીજા દસેક માણસોને તીક્ષ્ણ હથિયારો, ધારીયા અને લાકડીઓ સાથે લઈને ધસી આવ્યા હતા. શખસને છરીના ઘા માર્યા અને ગાડીમાં તોડફોડ બાદમાં આરોપીઓ એકસંપ થઈને કેમ અવારનવાર રૂપિયા માંગો છો, આજે તમને ભાન કરાવી દઈએ તેમ કહીને તૂટી પડ્યા હતા. મહેન્દ્રસિંહ અને અભિમન્યુએ ભરતસિંહના બરડામાં તથા બંને હાથે-પગે છરીના ઘા ઝીંકી દીધા હતા.જેથી તેઓ લોહીલુહાણ થઈને ઢળી પડ્યા હતા. જ્યારે ઉત્સવ વચ્ચે પડતા તેમને પણ પેટ અને શરીરના ભાગે છરીઓ મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. હુમલાખોરોએ ત્યાં પડેલી ફરિયાદીની વોક્સવેગન કારને પણ ધોકા મારીને બહુ મોટું નુકસાન કર્યું હતું. ગંભીર રીતે ઘવાયેલો એક શખસ ICUમાં આ લોહિયાળ દ્રશ્યો વચ્ચે બૂમાબૂમ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને કોઈએ 108 તથા પોલીસને ફોન કરતા તમામ હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા ભરતસિંહ બેભાન થઈ જતાં પ્રાથમિક સારવાર બાદ તેને કે.ડી. હોસ્પિટલના આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. શાહે રાતે જ મહેન્દ્રસિંહ સહિત 11 શખ્સોને રાઉન્ડ અપ કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરત મહાનગરપાલિકાના PRO પ્રતિમા ચૌધરીનું રાજીનામું મંજૂર:કાર્યપાલક ઈજનેર રૂપેશ શાહે પણ રાજીનામું આપ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું
    Next Article
    મોરબીમાં ગોડાઉનમાંથી 30 ગેસ સિલિન્ડર ચોરાયા:થોરાળા નજીક ફ્રીડમ ગેસ એજન્સી નિશાન, 99 હજારના બાટલાની ચોરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment