Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મહાનગરપાલિકાના PRO પ્રતિમા ચૌધરીનું રાજીનામું મંજૂર:કાર્યપાલક ઈજનેર રૂપેશ શાહે પણ રાજીનામું આપ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું

    10 hours ago

    સુરત મહાનગરપાલિકાના વહીવટી વર્તુળોમાં હાલ રાજીનામાનું રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે. પાલિકાના બે મહત્વના અધિકારીઓના સ્વૈચ્છિક રાજીનામાની વિગતો સામે આવતા સમગ્ર વહીવટી તંત્રમાં ચર્ચાના ચકડોળ ગતિમાન થયા છે. મનપાના જનસંપર્ક અધિકારી (PRO) પ્રતિમા ચૌધરીનું સ્વૈચ્છિક રાજીનામું મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોઈ પણ પ્રકારના સંકોચ વિના મંજૂર કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ, તાજેતરમાં જ ઉધના-બી ઝોનમાં કાર્યપાલક ઈજનેર તરીકે નિયુક્ત કરાયેલા રૂપેશ શાહે પણ રાજીનામું આપ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. મ્યુનિસિપલ કમિશનરે ચાર દિવસ પહેલાં જ રાજીનામું સ્વીકારી લીધું મળતી માહિતી મુજબ, PRO પ્રતિમા ચૌધરીએ થોડા સમય પહેલાં પોતાનું સ્વૈચ્છિક રાજીનામું વહીવટી તંત્રને સોંપ્યું હતું. જો કે, રાજીનામું આપ્યા બાદ તેમણે તેને પરત ખેંચવા માટેના પ્રયાસો પણ કર્યા હોવાનું કહેવાય છે. પરંતુ તેઓ આ પ્રક્રિયામાં સફળ થઈ શક્યા નહીં, કારણ કે તે પહેલા જ વિભાગીય સ્તરે ફાઇલ પ્રક્રિયા ખૂબ જ ઝડપથી પૂર્ણ થઈને કમિશનર સુધી પહોંચી ગઈ હતી. મ્યુનિસિપલ કમિશનરે ચાર દિવસ પહેલાં જ આ રાજીનામું સ્વીકારી લીધું હોવાથી હવે તેનો અમલ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. પાલિકાના વર્તુળોમાં આ ઘટનાની સરખામણી થોડા મહિના પહેલાં બનેલી ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈની ઘટના સાથે થઈ રહી છે, જેમણે રાજીનામું આપ્યા બાદ થોડા જ દિવસોમાં તે પરત ખેંચી લીધું હતું. પરંતુ પ્રતિમા ચૌધરીના કિસ્સામાં વહીવટી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હોવાથી રાજીનામું પરત લેવું શક્ય બન્યું નથી. ઈજનેર રૂપેશ શાહે પણ રાજીનામું આપ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું બીજી તરફ, પાલિકાના કાર્યપાલક ઈજનેર રૂપેશ શાહનું નામ પણ હાલ ભારે ચર્ચામાં છે. તેઓ વર્ષો સુધી મહાનગરપાલિકાના હેડક્વાર્ટરમાં આરએમસી અને ટીએસસી જેવા મહત્વના વિભાગોમાં ફરજ બજાવી ચૂક્યા છે. તાજેતરમાં જ તેમને પ્રથમ વખત હેડક્વાર્ટર બહાર ઉધના-બી ઝોનમાં કાર્યપાલક ઈજનેર તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. મનપા તરફથી હજુ સુધી પુષ્ટિ કરાઈ નથી સૂત્રોના જણાવ્યા અનુસાર, ઝોનની આ કપરી જવાબદારી સોંપાતા જ તેઓ નારાજ થયા હતા અને આ જવાબદારીમાંથી મુક્તિ મેળવવા અથવા બદલી કરાવવા માટે તેમણે અગાઉ રાજીનામાની ચીમકી પણ ઉચ્ચારી હતી. તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા તેમની બદલી કરવામાં આવી ન હતી કે કોઈ રાહત આપવામાં આવી ન હતી. પરિણામે, હવે તેમણે પોતાનું સ્વૈચ્છિક રાજીનામું તંત્રને પાઠવી દીધું હોવાની ચર્ચા વહેતી થઈ છે, જો કે મનપા પ્રશાસન તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. મનપાના આંતરિક વર્તુળોમાં અસંતોષની લાગણી એક તરફ PROનું રાજીનામું મંજૂર થઈ ચૂક્યું છે અને બીજી તરફ કાર્યપાલક ઈજનેરના રાજીનામાની વાતો વહેતી થતાં પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓમાં આંતરિક અસંતોષ અને જવાબદારીઓની વહેંચણીને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓ વચ્ચે તાલમેલનો અભાવ અને ઝોન સ્તરની કામગીરીનું ભારણ આ રાજીનામા પાછળના મુખ્ય કારણો હોઈ શકે તેવી અટકળો વહેતી થઈ છે. વહીવટી તંત્રમાં ચાલી રહેલી આ ખેંચતાણ આગામી દિવસોમાં શું નવો વળાંક લે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
    Click here to Read More
    Previous Article
    બેંગલુરુમાં 2 યુવતીઓ સહિત 3ની હત્યા, લવ જેહાદનો આરોપ:એકને યુવકે ડિનર પર બોલાવી ગળું કાપ્યું, બીજી રૂમમાં મૃત મળી; બંનેની હત્યાનો આરોપ તેમના બોયફ્રેન્ડ પર
    Next Article
    ગાંધીનગરમાં બે યુવકને છરી મારી કારમાં તોડફોડ, VIDEO:જાહેર રોડ પર અફરાતફરી; રાજસ્થાન ટુરિઝમ કોર્પોરેશનમાં ચેરમેન બનાવવાની લાલચ આપી 1.10 કરોડ પડાવી લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment