Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેંગલુરુમાં 2 યુવતીઓ સહિત 3ની હત્યા, લવ જેહાદનો આરોપ:એકને યુવકે ડિનર પર બોલાવી ગળું કાપ્યું, બીજી રૂમમાં મૃત મળી; બંનેની હત્યાનો આરોપ તેમના બોયફ્રેન્ડ પર

    11 hours ago

    બેંગલુરુમાં છેલ્લા 24 કલાકમાં બે અલગ-અલગ કેસોમાં બે યુવતીઓની હત્યા કરી દેવામાં આવી. બંને યુવતીઓની હત્યાનો આરોપ તેમના બોયફ્રેન્ડ પર છે. એક યુવતીના પરિવારે બોયફ્રેન્ડ પર લવ જેહાદનો આરોપ લગાવ્યો છે. જ્યારે અન્ય એક કેસમાં ત્રણ લોકોએ રસ્તા વચ્ચે એક વ્યક્તિની હત્યા કરી દીધી. પ્રથમ ઘટના: પ્રથમ ઘટના મહાલક્ષ્મી લેઆઉટમાંથી સામે આવી, જ્યાં લગ્નને લઈને થયેલા ઝઘડા બાદ 23 વર્ષની અંજલિની તેના પ્રેમી રાજીવે હત્યા કરી દીધી. પોલીસે જણાવ્યું કે બંને ત્રણ વર્ષથી વધુ સમયથી રિલેશનમાં હતા. જોકે, રાજીવના ગુનાહિત રેકોર્ડને કારણે અંજલિનો પરિવાર સંબંધની વિરુદ્ધ હતો. રવિવારે સાંજે રાજીવે અંજલિને ડિનર માટે બોલાવી. યુવકે અંજલિને ફરીથી લગ્ન માટે પ્રપોઝ કર્યું. પરંતુ અંજલિએ ના પાડતા બંને વચ્ચે વિવાદ થયો. આ દરમિયાન રાજીવે અંજલિની ગળા પર છરીથી હુમલો કર્યો. આસપાસના લોકોએ તેને હોસ્પિટલ પહોંચાડી, જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કરી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. બીજી ઘટના : પરિવારે લવ જેહાદનો આરોપ લગાવ્યો ત્રીજી ઘટના : રવિવારે સાંજે બેંગલુરુના જેપી નગરમાં રોડ પર ત્રણ હથિયારધારી હુમલાખોરોએ એક વ્યક્તિની હત્યા કરી દીધી. આઈજી સર્કલ પાસે બનેલી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ફુટેજમાં હુમલાખોરો પીડિતનો પીછો કરતા અને પછી બધાની સામે તેને ઉપરાછાપરી છરીના ઘા મારતા જોઈ શકાય છે. પીડિતની ઓળખ રાજા ઉર્ફે હલમુખ રાજા તરીકે થઈ છે. મૃતકનો પણ ગુનાહિત રેકોર્ડ છે. તેની સામે મારામારી, લૂંટ, ખંડણી જેવા અનેક કેસ નોંધાયેલા હતા. -------------------- આ સમાચાર પણ વાંચો… બેંગલુરુમાં ટ્રિપલ મર્ડર, માતા-પિતા અને પુત્રીની હત્યા: મોટી પુત્રી અને તેનો બોયફ્રેન્ડ ફરાર; બંનેને મળવા પરિવાર ફ્લેટમાં પહોંચ્યો હતો, ત્યાં જ મૃતદેહો મળ્યા બેંગલુરુના કેઆર પુરમ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં એક જ પરિવારના ત્રણ લોકોની છરી મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતકોની ઓળખ 52 વર્ષીય સોમસુંદર, તેમની પત્ની 48 વર્ષીય મુથુલક્ષ્મી અને 19 વર્ષીય પુત્રી સુપ્રિયા તરીકે થઈ છે.
    Click here to Read More
    Previous Article
    A white flag, cigarettes, and a Cadbury bar: A rare Kargil war encounter
    Next Article
    સુરત મહાનગરપાલિકાના PRO પ્રતિમા ચૌધરીનું રાજીનામું મંજૂર:કાર્યપાલક ઈજનેર રૂપેશ શાહે પણ રાજીનામું આપ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment