Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ગોડાઉનમાંથી 30 ગેસ સિલિન્ડર ચોરાયા:થોરાળા નજીક ફ્રીડમ ગેસ એજન્સી નિશાન, 99 હજારના બાટલાની ચોરી

    7 hours ago

    મોરબી તાલુકાના થોરાળા ગામ નજીક આવેલી ફ્રીડમ ગેસ એજન્સીના ગોડાઉનમાંથી 30 ઇન્ડેન એલપીજી સિલિન્ડરની ચોરી થઈ છે. અજાણ્યા તસ્કરોએ ગોડાઉનનો મુખ્ય દરવાજો ઉખેડી રૂ. 99,000/- ની કિંમતના સિલિન્ડર ચોરી લીધા હતા. આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ચોરોએ સૌપ્રથમ ગોડાઉનના દરવાજાનું તાળું તોડવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં સફળતા ન મળતા, તેમણે આખો દરવાજો જ હૂકમાંથી બહાર કાઢી ખસેડી નાખ્યો હતો. ત્યારબાદ તેઓ ગોડાઉનમાં પ્રવેશ્યા અને સ્ટોકમાં રાખેલા ભરેલા ગેસ સિલિન્ડર ચોરી ફરાર થઈ ગયા હતા. આ ચોરી અંગે ફ્રીડમ ગેસ એજન્સીના માલિક રજનીકાંતભાઈ લાલજીભાઈ મેરજા (ઉંમર 56, રહે. રામનગર સોસાયટી, શનાળા રોડ, મોરબી) દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમનું ગોડાઉન થોરાળા ગામના પાટિયા પાસે આવેલું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ચોરાયેલા 30 ઇન્ડેન ગેસ સિલિન્ડરની કુલ કિંમત રૂ. 99,000/- આંકવામાં આવી છે, જેમાં એક સિલિન્ડરની કિંમત રૂ. 3,300/- ગણવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં બે યુવકને છરી મારી કારમાં તોડફોડ, VIDEO:જાહેર રોડ પર અફરાતફરી; રાજસ્થાન ટુરિઝમ કોર્પોરેશનમાં ચેરમેન બનાવવાની લાલચ આપી 1.10 કરોડ પડાવી લીધા
    Next Article
    Singapore proved everyone wrong

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment