Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢમાં સિંહ પરિવારની શાહી મિજબાનીનો VIDEO:ગ્રોફેડ નજીક મંદિર પરિસરમાં 10 સિંહબાળ અને 3 સિંહણે પશુનું મારણ કર્યું; વન વિભાગે જંગલમાં ખસેડ્યા

    23 hours ago

    ગિરનારની ગોદમાં વસેલા જૂનાગઢ શહેરમાં 19 જૂનની મોડીરાત્રે વનરાજોનું એક અદ્ભુત અને રોમાંચક દૃશ્ય જોવા મળ્યું હતું. ખોરાક અને શિકારની શોધમાં જંગલની સરહદ વટાવીને એકસાથે 13 સિંહોનું માનવ વસવાટવાળા વિસ્તારમાં ધસી આવ્યું હતું. શહેરના ગ્રોફેડ નજીક આવેલા એક પ્રખ્યાત મંદિરના પરિસરમાં આ સિંહ પરિવારે ડેરાતંબુ તાણ્યા હતા અને એક પશુનું મારણ કરીને તેની મિજબાની માણી હતી. આ ટોળામાં 3 સિંહણ અને 10 સિંહબાળ સામેલ હતા. રાત્રિના અંધકારમાં સિંહો દ્વારા શિકાર આરોગવાનો આ લાઈવ નજારો સ્થાનિક લોકોએ કેમેરામાં કેદ કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં ભારે કુતૂહલ સર્જાયું છે. વન વિભાગની ટીમે સવારે ભારે જહેમત બાદ તમામ 13 સિંહોને સુરક્ષિત રીતે જંગલમાં ખસેડ્યા હતાં. ગિરનારમાં સિંહોની સંખ્યા 54ને પાર જૂનાગઢના ભવનાથ અને ગિરનાર વન્યજીવ અભયારણ્યમાં સિંહોની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે. 2025ની સિંહોની વસ્તી ગણતરીના સત્તાવાર આંકડા મુજબ, ગિરનારના આ ઘનઘોર જંગલોમાં હાલમાં 54થી વધુ સિંહો વસવાટ કરી રહ્યા છે. સામાન્ય રીતે જંગલની અંદર રહેતા આ હિંસક પ્રાણીઓ ક્યારેક મારણની શોધમાં સીમાઓ વટાવીને આવી જતા હોય છે. ગત મોડીરાત્રે પણ આ 13 સિંહોનું ટોળું મંદિરની બિલકુલ નજીક આવી પહોંચ્યું હતું અને નીડરતાપૂર્વક શિકારને ફાડીને આ શાહી મિજબાની માણવા તમામ સભ્યો ગોઠવાઈ ગયા હતાં. સિંહબાળોની મસ્તી અને સિંહણોની ડણકથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો, જેના કારણે સ્થાનિકોમાં રોમાંચ સાથે ક્ષણિક ફફડાટ પણ વ્યાપી ગયો હતો. વન વિભાગે વહેલી સવારે તમામ સિંહોને જંગલમાં હાંકી કાઢ્યા મંદિરના પૂજારી અને સ્થાનિક જાગૃત નાગરિકોએ આટલી મોટી સંખ્યામાં વનરાજોની ઉપસ્થિતિ જોઈને તાત્કાલિક વન વિભાગને ટેલિફોનિક જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને એક્સપર્ટ ટ્રેકર્સનો કાફલો જરૂરી સાધન-સામગ્રી સાથે ગ્રાઉન્ડ ઝીરો પર દોડી આવ્યો હતો. ​વન વિભાગના કર્મચારીઓએ ખૂબ જ કુશળતાપૂર્વક અને વન્યજીવોને કોઈ પણ પ્રકારની ઈજા કે ખલેલ પહોંચાડ્યા વગર ઓપરેશન હાથ ધર્યું હતું. વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ વહેલી સવાર સુધીમાં આ તમામ 13 સિંહોને રેવન્યુ વિસ્તારમાંથી ખૂબ જ સલામત અને સુરક્ષિત રીતે ખસેડીને ફરીથી ગિરનારના મૂળ આરક્ષિત જંગલ વિસ્તાર તરફ હાંકી કાઢ્યા હતા. સિંહો પોતાના કુદરતી આવાસમાં પાછા ચાલ્યા જતાં વન વિભાગ અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    મોટા વરાછામાં ફાયર બ્રિગેડનું રેસ્ક્યૂ ઓપરેશન:રાધે રેસિડેન્સીના રૂમમાં ફસાયેલા દોઢ વર્ષના માસૂમ બાળકને ગણતરીની મિનિટોમાં સહીસલામત બહાર કઢાયો
    Next Article
    બનાસકાંઠા LCB એ રીક્ષામાંથી દારૂનો જથ્થો ઝડપ્યો:ગુપ્ત ખાનામાં છુપાવેલો ₹1.06 લાખનો મુદ્દામાલ જપ્ત, એકની અટકાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment