Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજમાં LCBનો જુગાર પર દરોડો, ત્રણ ઝડપાયા:લોટસ કોલોનીમાંથી ₹1.06 લાખનો મુદ્દામાલ જપ્ત

    8 hours ago

    ભુજ શહેરમાં જુગારની પ્રવૃત્તિઓ સામે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ કાર્યવાહી તેજ કરી છે. ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક રહેણાક મકાનના આંગણામાં જાહેરમાં ધાણીપાસા વડે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે LCBની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા અને સ્થળ પરથી રોકડ સહિત કુલ ₹1,06,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જોકે, એક શખ્સ પોલીસને જોઈને નાસી છૂટ્યો હતો. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન LCBના સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ચાણક્ય સ્કૂલ સામે વાલ્મીકી નગર-લોટસ કોલોની વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર કાંતીભાઈ ગોહીલના મકાનના આંગણામાં ધાણીપાસા વડે જુગાર ચાલી રહ્યો છે. આ બાતમીના આધારે LCBની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન પોલીસે જીતેન્દ્ર કાંતીભાઈ ગોહીલ, જયેશ મહેન્દ્રભાઈ રામાવત અને દીપકભાઈ રમેશાભાઈ રાવળને ઝડપી પાડ્યા હતા. જ્યારે કિશન ઉર્ફે કાનો ઉર્ફે કાનજી નાથા મહેશ્વરી પોલીસની કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે સ્થળ પરથી ₹11,500 રોકડા, 2 ધાણીપાસા, ₹15,000ની કિંમતના ત્રણ મોબાઇલ ફોન અને ₹80,000ની કિંમતના બે મોટરસાયકલ સહિત કુલ ₹1,06,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી નોંધવામાં આવી છે. આ કામગીરી પશ્ચિમ કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. LCBના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. મકવાણા તથા PSI એમ.એચ. શીણોલની સૂચનાથી ASI નિલેશભાઈ ભટ્ટ, અનિરુદ્ધસિંહ રાઠોડ, હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ, શક્તિસિંહ ગઢવી, જીવરાજભાઈ ગઢવી, વિક્રમસિંહ ગોહીલ અને કોન્સ્ટેબલ ભરતભાઈ ગઢવીની ટીમે આ કાર્યવાહી સફળતાપૂર્વક પાર પાડી હતી. LCB દ્વારા ભુજ શહેરમાં જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આગામી દિવસોમાં પણ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં 13 ઓગસ્ટે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાશે:130થી વધુ જગ્યાઓ માટે 6 કંપનીઓ ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેશે, 10 પાસથી ગ્રેજ્યુએટ સુધીના 18થી 35 વર્ષના ઉમેદવારો ભાગ લઈ શકશે
    Next Article
    नजीबाबाद से भारी मात्रा में गांजा बरामद

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment