Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોટા વરાછામાં ફાયર બ્રિગેડનું રેસ્ક્યૂ ઓપરેશન:રાધે રેસિડેન્સીના રૂમમાં ફસાયેલા દોઢ વર્ષના માસૂમ બાળકને ગણતરીની મિનિટોમાં સહીસલામત બહાર કઢાયો

    1 day ago

    સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં ગઈ મોડીરાત્રે એક હૃદયધ્રુજાવતી, પરંતુ રાહત આપનારી ઘટના સામે આવી છે. મોટા વરાછા ખાતે આવેલી ‘રાધે રેસિડેન્સી’ના બિલ્ડિંગના ફ્લેટ નંબર E-503માં એક દોઢ વર્ષનું માસૂમ બાળક અચાનક રૂમની અંદર ફસાઈ ગયું હતું. રાત્રિના સમયે બનેલી આ ઘટનાને કારણે બાળકના પરિવારજનો ભારે ચિંતા અને ગભરાટમાં મુકાઈ ગયા હતા. જોકે, ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે સમયસૂચકતા વાપરી સમયસર ઘટનાસ્થળે પહોંચીને સરાહનીય કામગીરી કરી હતી. પરિવારજનોના જીવ તાળવે ચોંટ્યા મળતી વિગતો અનુસાર, રાધે રેસિડેન્સીમાં રહેતા આશિષભાઈ ખુંટનો દોઢ વર્ષનો પુત્ર શિવાંશ કોઈ કારણોસર રૂમની અંદર એકલો હતો અને અચાનક રૂમનો લોક અંદરથી બંધ થઈ ગયો હતો. માસૂમ બાળક અંદર ફસાઈ જવાને કારણે પરિવારે તાત્કાલિક દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા ન મળતા પરિવારે તાત્કાલિક ફાયર વિભાગને આ અંગે કંટ્રોલ રૂમ પર જાણ કરી હતી. મોડીરાત્રે બનેલી આ ઘટનાને પગલે આસપાસના રહીશો પણ ચિંતાતૂર બન્યા હતા. માત્ર 10 મિનિટમાં સફળ રેસ્ક્યૂ ઓપરેશન ઘટનાની ગંભીરતાને જોઈને કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક ફાયરની ટીમને વાહન સાથે ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયરની ટીમે રાત્રિના સમયે પણ ભારે તત્પરતા દાખવી ગણતરીની મિનિટોમાં જ એટલે કે માત્ર 10 મિનિટના ટૂંકા ગાળામાં રેસ્ક્યૂ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. ફાયર જવાનોએ ખૂબ જ સાવચેતીપૂર્વક રૂમનો દરવાજો ખોલીને બાળકને કોઈ પણ ઈજા વગર સહીસલામત બહાર કાઢી લીધો હતો. બાળકને હેમખેમ જોઈને પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં 23 સેન્ટર પર 10 હજાર વિદ્યાર્થીઓની RE NEET પરીક્ષા:6 DCP સહિતનો સ્ટાફ ખડેપગે, 8 ડ્રોનથી કેન્દ્રો બહાર નજર રખાશે; રેલવે ત્રણ વિશેષ ટ્રેનો દોડાવશે
    Next Article
    જૂનાગઢમાં સિંહ પરિવારની શાહી મિજબાનીનો VIDEO:ગ્રોફેડ નજીક મંદિર પરિસરમાં 10 સિંહબાળ અને 3 સિંહણે પશુનું મારણ કર્યું; વન વિભાગે જંગલમાં ખસેડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment