Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં 23 સેન્ટર પર 10 હજાર વિદ્યાર્થીઓની RE NEET પરીક્ષા:6 DCP સહિતનો સ્ટાફ ખડેપગે, 8 ડ્રોનથી કેન્દ્રો બહાર નજર રખાશે; રેલવે ત્રણ વિશેષ ટ્રેનો દોડાવશે

    एक दिन पहले

    આવતીકાલે ( 21 જૂન )ના રોજ દેશભરમાં RE NEETની પરીક્ષા યોજાવાની છે. એક વખત NEET પરીક્ષાનું પેપર લીક થયા બાદ પરીક્ષા રદ કરી બીજી વખત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદના 23 જેટલા સેન્ટર પર 10 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેથી પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતી ન થાય અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ દરેક સેન્ટર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે પોલીસ દ્વારા કન્ટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે. પેપર ડિસ્પેચિંગથી લઈને પરીક્ષા કેન્દ્ર સુધી કડક મોનિટરિંગ અગાઉ NEET પરીક્ષાના પેપર લીકના વિવાદ બાદ આ વખતે પરીક્ષાની પારદર્શિતા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પ્રશાસન દ્વારા પેપર ડિસ્પેચિંગથી લઈને પરીક્ષા કેન્દ્ર સુધી પ્રશ્નપત્ર સુરક્ષિત રીતે પહોંચે તેની કડક મોનિટરિંગ કરવામાં આવશે. ગયા વર્ષની સરખામણીએ આ વખતે વધુ પોલીસ બંદોબસ્ત તૈનાત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક પરીક્ષા પ્રક્રિયામાં સામેલ તમામ વિભાગો વચ્ચે સુમેળ રહે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિને અવકાશ ન મળે તે માટે અમદાવાદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક પણ યોજવામાં આવી હતી. આ બેઠકમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ વિભાગોના કર્મચારીઓ તેમજ પરીક્ષા વ્યવસ્થાથી જોડાયેલા અધિકારીઓ હાજર રહ્યા હતા. NEET પરીક્ષાનું સફળ અને નિષ્પક્ષ આયોજન થાય તે માટે તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. 6 DCP સહિતનો સ્ટાફ ખડેપગે, 8 ડ્રોનથી કેન્દ્રો બહાર બાજ નજર RE-NEET પરીક્ષાને લઈ અમદાવાદ પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે. અમદાવાદના 23 કેન્દ્રો પર 10445 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 23 સેન્ટર આસપાસ વિસ્તારનું પોલીસ કંટ્રોલ રૂમથી લાઈવ મોનિટરિંગ પણ કરવામાં આવશે. પેપરને સેન્ટર પર પહોંચાડવા એસ્કોર્ટ અને પોલીસ બંદોબસ્ત આપવામાં આવશે. NTA ની ગાઈડલાઈન મુજબનો બંદોબસ્ત આપવામાં આવશે. 8 ડ્રોન દ્વારા કેન્દ્રો બહાર બાજ નજર પણ રાખવામાં આવશે. મૂવિંગ નિર્ભયાના CCTVનો કેન્દ્ર બહાર ઉપયોગ કરવામાં આવશે. 6 DCP, 15 PI સહિતના સ્ટાફ ખડેપગે રહેશે. અમદાવાદના 15 પોલીસ સ્ટેશન અને 14 ટ્રાફિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ તૈનાત રાખવામાં આવશે. પરીક્ષાર્થીઓને મુશ્કેલી હોય તો આ નંબર પર સંપર્ક કરી શકે કંટ્રોલ રૂમના DCP રીમા મુન્સીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર પોલીસ દ્વારા પરીક્ષાને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. NTAની પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે. પરીક્ષા સમયે 6 DCP અને પોલીસ સ્ટેશનમાં સ્ટાફ ખડેપગે રહેશે. જેનું ડિટેલ બ્રિફિંગ પણ કરવામાં આવ્યું છે. પરીક્ષા સેન્ટર પર નોડલ ઓફિસર તરીકે પીએસઆઇને મૂકવામાં આવ્યા છે. 14 જેટલા ટ્રાફિક પોલીસનો સ્ટાફ ટ્રાફિકનું નિયમન કરશે. વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટર સુધી પહોંચવામાં અગવડતા ન પડે તેનું ધ્યાન રાખવામાં આવશે. અમદાવાદ શહેરની ક્રાઈમ બ્રાન્ચ ડ્રોન દ્વારા પરીક્ષા કેન્દ્રોની આસપાસ દેખરેખ રાખવામાં આવશે. તેમજ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોનિટરિંગ કરવામાં આવશે. કોઈ અફવા પ્રસારિત ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે. પોલીસ કંટ્રોલ રૂમમાંથી સેન્ટરની આસપાસના સીસીટીવીથી પર નજર રાખવામાં આવશે. 07925630100 અને 200 પર પરીક્ષાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી હોય તો સંપર્ક કરી શકે છે. પશ્ચિમ રેલવેએ ત્રણ વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો નીટ 2026 પરીક્ષામાં ભાગ લેતા ઉમેદવારોની વધારાની મુસાફરીની માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ ત્રણ વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ સ્પેશિયલ ટ્રેનો વિશેષ ભાડા સાથે ચલાવવામાં આવશે. પશ્ચિમ રેલવે દ્વારા મણિનગર–બાંદ્રા ટર્મિનસ, ઓખા–ગાંધીનગર કેપિટલ અને ભાવનગર ટર્મિનસ–ગાંધીગ્રામ રૂટ પર એક-એક જોડી નીટ પરીક્ષા સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. મણિનગર–બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન જેમાં ટ્રેન નંબર 09472 મણિનગર–બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ મણિનગરથી ઉપડશે અને બાંદ્રા ટર્મિનસ પહોંચશે. પરત ફરતી ટ્રેન નંબર 09471 એ જ દિવસે રાત્રે 9:15 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી રવાના થશે અને 21 જૂને સવારે 6 વાગ્યે મણિનગર પહોંચશે. આ ટ્રેન આણંદ, વિશ્વામિત્રી, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, વાપી, પાલઘર અને બોરીવલી સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. ઓખા–ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ ટ્રેન ટ્રેન નંબર 09554 ઓખા–ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ ઓખાથી ઉપડશે અને ગાંધીનગર કેપિટલ પહોંચશે. જ્યારે ટ્રેન નંબર 09553 ગાંધીનગર કેપિટલ–ઓખા સ્પેશિયલ 21 જૂને રાત્રે 8:55 વાગ્યે ગાંધીનગર કેપિટલથી ઉપડશે અને 22 જૂને સવારે 6:40 વાગ્યે ઓખા પહોંચશે. આ ટ્રેન દ્વારકા, ભાટિયા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર અને વિરમગામ સહિતના સ્ટેશનો પર રોકાશે. ભાવનગર ટર્મિનસ–ગાંધીગ્રામ સ્પેશિયલ ટ્રેન તે જ રીતે, ટ્રેન નંબર 09254 ભાવનગર ટર્મિનસ–ગાંધીગ્રામ સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી રવાના થશે અને ગાંધીગ્રામ પહોંચશે. પરત ફરતી ટ્રેન નંબર 09253 ગાંધીગ્રામ–ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ 21 જૂને રાત્રે 8 વાગ્યે ઉપડશે અને 22 જૂને રાત્રે 12:35 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, ધંધુકા, ધોળકા, બાવળા અને સરખેજ સ્ટેશનો પર રોકાશે.
    Click here to Read More
    Previous Article
    Ajit Doval to chair BRICS security advisors’ meet in India on June 22
    Next Article
    મોટા વરાછામાં ફાયર બ્રિગેડનું રેસ્ક્યૂ ઓપરેશન:રાધે રેસિડેન્સીના રૂમમાં ફસાયેલા દોઢ વર્ષના માસૂમ બાળકને ગણતરીની મિનિટોમાં સહીસલામત બહાર કઢાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment