Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખજોદ ડિસ્પોઝલ સાઇટ પર ફરી વિકરાળ આગ, ડ્રોન VIDEO:અડધો કિમી વિસ્તારમાં હોટફિક્સના જથ્થામાં આગથી ધુમાડાના ગોટેગોટા, 10થી વધુ ફાયરની ટીમનો કાબૂ મેળવવા પ્રયાસ

    9 hours ago

    સુરતની ખજોદ સ્થિત ડિસ્પોઝલ સાઇટ પર અવારનવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે ફરી એકવાર આ કચરાના ડમ્પિંગ સાઇટ પર ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. કચરામાં રહેલા હોટફિક્સના જથ્થામાં અચાનક આગ ભભૂકી ઉઠતાં સમગ્ર વિસ્તારમાં નાસભાગ અને દોડધામ મચી ગઈ હતી. દૂર-દૂર સુધી કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા દેખાયા હોટફિક્સ જ્વલનશીલ સામગ્રી હોવાથી અને તેનો જથ્થો મોટા પ્રમાણમાં હોવાને કારણે આગે મિનિટોમાં જ રૌદ્ર સ્વરૂપ પકડી લીધું હતું. આગની જ્વાળાઓ એટલી ઊંચી હતી કે આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા કેટલાય કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ નજરે પડતા હતા. ધુમાડાના કારણે આસપાસના વિસ્તારોમાં વાતાવરણ પ્રદૂષિત બન્યું હતું અને સ્થાનિકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. ફાયર બ્રિગેડે યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવ્યો બનાવની જાણ થતાં જ સુરત મહાનગરપાલિકાના ફાયર કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક 10 ફાયર ફાઈટરોની ટીમને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલા જવાનોએ સમયસૂચકતા વાપરીને આગ વધુ ફેલાય નહીં તે માટે ચારે તરફથી યુદ્ધના ધોરણે પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો. કચરાનો મોટો ઢગલો હોવાથી નીચે સુલગતી આગને બુઝાવવામાં ફાયરકર્મીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આગ પર કાબુ મેળવવા પ્રયાસ ફાયર વિભાગની ટીમ દ્વારા કલાકો સુધી કરાયેલી ભારે જહેમત બાદ પણ આગ કાબુમા આવી નથી. અંદરના ભાગમાં આગ ફરી ભડકે છે. જેથી હાલ ફાયરના જવાનો દ્વારા જેસીબીની મદદથી કચરો ફંફોળીને પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આ સાથે કચરાને પણ અલગ કરીને બીજી તરફથી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો. પાલિકાના કચરા વ્યવસ્થાપન સામે ગંભીર સવાલો ખજોદ ડિસ્પોઝલ સાઇટ પર વારંવાર બનતી આગની ઘટનાઓએ હવે તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઊભા કર્યા છે. આગ લાગી છે કે લગાવવામાં આવી છે તેને લઈને પણ આશંકા સેવવામાં આવી રહી છે. અહીં સુરક્ષાના પૂરતા સાધનો કેમ નથી? ઔદ્યોગિક અને જ્વલનશીલ કચરો સામાન્ય કચરા સાથે કઈ રીતે ડમ્પિંગ સાઇટ સુધી પહોંચી જાય છે? આવા ગંભીર પ્રશ્નોને લઈને હવે સ્થાનિકોમાં પાલિકાના વેસ્ટ મેનેજમેન્ટ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વૈભવ સૂર્યવંશીને આજે પણ તક ન મળી:ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને બોલિંગ લીધી; ભુવનેશ્વર કુમાર અને વરુણ ચક્રવર્તી પ્લેઇંગ-11માં પરત ફર્યા
    Next Article
    પ્રેમીએ સાડીથી ગળું દબાવી મહિલાની હત્યા કરી:આડા હાથરોલના જંગલમાંથી મૃતદેહ મળી આવ્યો; LCBએ ભેદ ઉકેલી આરોપી રાજુસિંહની અટકાયત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment