Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠા LCBએ જુગાર રમતા બેને ઝડપ્યા:તલોદના મુધાસણા ગામમાં જુગારધામ પર પોલીસનો દરોડો, પાંચ ફરાર, કુલ સાત સામે ગુનો નોંધાયો

    12 hours ago

    સાબરકાંઠા LCBએ તલોદ તાલુકાના મુધાસણા ગામની સીમમાં દરોડો પાડી જુગાર રમતા બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. જોકે, પાંચ અન્ય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે કુલ રૂ. 25,570નો મુદ્દામાલ જપ્ત કરીને સાત આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે. LCBની ટીમ તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે મુધાસણાની સીમમાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે. જેના આધારે LCB ટીમે તપાસ કરતા કેટલાક શખસો જુગાર રમતા જોવા મળ્યા હતા. પોલીસને જોઈને તમામ ઈસમો ભાગવા લાગ્યા હતા, જેમાંથી પીછો કરીને બે આરોપીઓને પોલીસે પકડી પાડ્યા હતા. જ્યારે પાંચ અન્ય આરોપીઓ નાસી છૂટ્યા હતા. પકડાયેલા બંને આરોપીઓને સ્થળ પર લાવીને તપાસ કરતા દાવ પર ગંજીપાના અને ચલણી નોટો મળી આવી હતી. જેમાં રૂ. 500ના દરની 14 નોટો અને રૂ. 100ના દરની 4 નોટો મળી કુલ રૂ. 7,400 રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા. ઉપરાંત, બંને આરોપીઓની અંગઝડતી કરતા તેમની પાસેથી રૂ. 15,000ની કિંમતના બે મોબાઈલ ફોન અને રૂ. 3,170 રોકડા મળી આવ્યા હતા. આમ, પોલીસે કુલ રૂ. 25,570નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે તલોદ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં મુધાસણાના રહેવાસી 62 વર્ષીય સવધાનસિંહ ભવાનસિંહ રાઠોડ અને 50 વર્ષીય ચેહરસિંહ રૂમાલસિંહ રાઠોડનો સમાવેશ થાય છે. ફરાર થયેલા પાંચ આરોપીઓમાં મુધાસણા મોટાપરાના રહેવાસી સુરેશસિંહ મોહબ્બતસિંહ રાઠોડ, સુરેશસિંહ કિરણસિંહ રાઠોડ, મુધાસણાના રહેવાસી પ્રવિણસિંહ પ્રભાતસિંહ રાઠોડ, મુધાસણામાં બળિયાદેવ મંદિર પાસેના રહેવાસી અરજુનસિંહ પ્રહલાદસિંહ રાઠોડ અને તલોદ તાલુકાના મોકમજીના મુવાડાના રહેવાસી ચકુસિંહ ભુપતસિંહ રાઠોડનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    ચાલુ ટ્રેનમાંથી પડતા મુસાફરને HDFC બેંક કર્મચારીએ બચાવ્યા:ધોળા સ્ટેશને 250 મીટર દોડી આધેડનો જીવ બચાવ્યો
    Next Article
    પાતાળેશ્વર મહાદેવ: ગીરમાં આસ્થા અને પ્રકૃતિનો સંગમ:વર્ષમાં માત્ર બે વખત ભક્તો માટે ખુલતું પવિત્ર ધામ, શ્રાવણ માસમાં 13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી દર્શનનો લાભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment