Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાતાળેશ્વર મહાદેવ: ગીરમાં આસ્થા અને પ્રકૃતિનો સંગમ:વર્ષમાં માત્ર બે વખત ભક્તો માટે ખુલતું પવિત્ર ધામ, શ્રાવણ માસમાં 13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી દર્શનનો લાભ

    13 hours ago

    ગીરના ગાઢ જંગલમાં આવેલા પવિત્ર પાતાળેશ્વર મહાદેવ મંદિરના દ્વાર વર્ષમાં માત્ર બે જ વખત ભક્તો માટે ખુલે છે. ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના બાબરીયા ગામ નજીક મધ્ય ગીરમાં આ ધામ આવેલું છે. શ્રાવણ માસ નિમિત્તે 13 ઓગસ્ટ થી 11 સપ્ટેમ્બર સુધી શ્રદ્ધાળુઓ શિવજીના દર્શનનો લાવો લઈ રહ્યા છે. જામવાળા માર્ગ પર બાબરીયા ચેક પોસ્ટથી 7 કિલોમીટર અંદર ઘનઘોર જંગલમાં મંદિર સ્થિત છે. ઘટાટોપ વનરાઈ અને પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે બિરાજમાન ભોળાનાથના દર્શનથી ભક્તો આધ્યાત્મિક શાંતિ અનુભવે છે. પૌરાણિક માન્યતા મુજબ અહીંનું શિવલિંગ સ્વયંભૂ છે અને પાતાળમાંથી પ્રગટ થયું હોવાથી તેને પાતાળેશ્વર મહાદેવ કહેવાય છે. પાંડવો અને સંતોની તપોભૂમિનું ધાર્મિક મહત્વ ગરુડ પુરાણમાં પણ આ પવિત્ર પાતાળેશ્વર મહાદેવનો ઉલ્લેખ હોવાનું માનવામાં આવે છે. દંતકથા અનુસાર પાંડવોએ વનવાસ દરમિયાન ગીરના જંગલમાં આ શિવાલયની આરાધના કરી હતી. વર્ષો પહેલા ગીરના બ્રહ્મલીન સંત મથુરાદાસ બાપુ અને ગુરુ અર્જુનદાસ બાપુએ અહીં તપસ્યા કરી હતી. સંતોના તપથી આ પવિત્ર સ્થાનનો મહિમા ફરીથી લોકમુખે ઉજાગર થયો હતો. સ્થાનિક માલધારીઓ અને શ્રદ્ધાળુઓમાં આ ધામ પ્રત્યે અપાર શ્રદ્ધા અને આસ્થા રહેલી છે. ભક્તોની માનતા પૂરી થતી હોવાથી દૂર-દૂરથી ભાવિકો અહીં દર્શનાર્થે આવે છે. સિંહની હાજરી અને પ્રસાદની વ્યવસ્થા આ ધામ માત્ર આસ્થા જ નહીં પરંતુ પ્રકૃતિ અને વન્યજીવોના સંગમ માટે પણ જાણીતું છે. ચૈત્ર અને ભાદરવા મહિનામાં મંદિર આસપાસ સિંહોની મુક્તપણે અવરજવર જોવા મળે છે. દર્શનાર્થીઓને અહીં મહાદેવની સાથે વનરાજના દર્શનનો પણ અનોખો લાભ મળે છે. શ્રાવણ માસ દરમિયાન આવતા ભક્તો માટે મહંત ધર્મદાસ બાપુ તરફથી મહાપ્રસાદની વ્યવસ્થા કરાય છે. વન વિભાગની પર્યાવરણ અને સુરક્ષા અંગે એડવાઇઝરી આ પવિત્ર શિવધામ ગીરના અંતરિયાળ જંગલમાં આવેલું હોવાથી વન વિભાગ ખાસ સતર્ક બન્યું છે. વન વિભાગે ભક્તોને વન્યજીવો અને પર્યાવરણની સુરક્ષા જાળવવા કડક અપીલ કરી છે. જંગલમાં પ્લાસ્ટિક કે કચરો ન ફેંકવા અને વન્યજીવોને પરેશાન ન કરવા સૂચના અપાઈ છે. પરંપરા અને પ્રકૃતિના સંગમસમા આ ધામમાં ભક્તો શીશ ઝુકાવી શાંતિ મેળવે છે.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠા LCBએ જુગાર રમતા બેને ઝડપ્યા:તલોદના મુધાસણા ગામમાં જુગારધામ પર પોલીસનો દરોડો, પાંચ ફરાર, કુલ સાત સામે ગુનો નોંધાયો
    Next Article
    હોટલમાં સગીરા પર દુષ્કર્મ આચરી યુવકે સ્પાય વીડિયો બનાવ્યો:પીડિતાના માતાપિતા અને સાસરીમાં મોકલતા મામલો બહાર આવ્યો, આરોપીની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment