Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીના મંત્રી પ્રવેશ વર્માએ યુવકને લાફો ઝીંક્યો, VIDEO:આમ આદમી પાર્ટીએ કહ્યું- રસ્તો બનાવવામાં થયેલા ભ્રષ્ટાચાર પર સવાલ કરવા બદલ માર માર્યો

    23 hours ago

    આમ આદમી પાર્ટીએ રવિવારે X પર એક વીડિયો શેર કર્યો, જેમાં દિલ્હી સરકારમાં મંત્રી પ્રવેશ વર્મા એક યુવકને થપ્પડ મારતા જોવા મળી રહ્યા છે. AAPનો આરોપ છે કે રસ્તો બનાવવામાં થયેલા ભ્રષ્ટાચારને લઈને કેટલાક લોકો તેમને સવાલ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ત્યાં ઊભેલા એક યુવકને થપ્પડ મારી દીધી. જોકે ત્યારબાદ તેમના ગાર્ડે યુવકને દૂર હટાવ્યો. દિલ્હીમાં થયેલા હંગામાની 2 તસવીરો… કેજરીવાલે કહ્યું- હું કાલે અહીં જઈશ વીડિયો રીપોસ્ટ કરતાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે માગ કરી છે કે મંત્રી પ્રવેશ વર્માની ધરપકડ કરવામાં આવે. તેમણે X પોસ્ટમાં જણાવ્યું છે કે તેઓ આવતીકાલે આ સ્થળે જશે. આ સમાચાર સતત અપડેટ થઈ રહ્યા છે… ------------------- આ સમાચાર પણ વાંચો: લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિની સાથે બળાત્કાર:પીડિતાએ આત્મહત્યા કરી, વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં તોડફોડ કરી આગ લગાવી પંજાબના ફગવાડા સ્થિત લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU)માં શનિવારે મોડી રાત્રે વિદ્યાર્થીઓએ ભારે હોબાળો કર્યો. યુનિવર્સિટીની એક વિદ્યાર્થિની સાથે કથિત બળાત્કારની માહિતી સોશિયલ મીડિયા ગ્રુપ્સમાં ઝડપથી વાયરલ થઈ હતી. ત્યારબાદ હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કેમ્પસમાં તોડફોડ કરી અને એક ભાગમાં આગ લગાવી દીધી. યુનિવર્સિટીના મુખ્ય દરવાજા પર હોબાળા બાદ વિદ્યાર્થીઓએ દિલ્હી-અમૃતસર નેશનલ હાઈવે પર ધરણાં કરીને ટ્રાફિક જામ કરી દીધો. રાત્રે અઢી વાગ્યે લગાવવામાં આવેલો જામ હજુ પણ યથાવત્ છે. વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    Double Whammy For India At Squash As Anahat Singh, Abhay Singh Lose Individual Finals, Settle For Silver
    Next Article
    પૂર્વ IPL ક્રિકેટર સામે મંગેતરની દુષ્કર્મની ફરિયાદ રદ:શિવાલિકે કહ્યું-મારી કારકિર્દી ખતમ કરવા કેસ કર્યો, બે વર્ષમાં હાર્દિક-કૃણાલ પંડ્યાએ સપોર્ટ કર્યો, માતાના સ્ફોટક ખુલાસા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment