Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદમાં વરસાદ બાદ રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગ સક્રિય:700 ટીમો દ્વારા સર્વેલન્સ, ફોગિંગ; ખંભાત તાલુકા પર વિશેષ ધ્યાન

    एक दिन पहले

    આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ પાણી ઓસર્યા છે. સંભવિત રોગચાળો અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સક્રિય અને આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે.જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ટીમો દ્વારા જન-જાગૃતિ, સફાઈ અને આરોગ્ય તપાસના કાર્યક્રમો તેજ બનાવાયા છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ, જિલ્લામાં 700 જેટલી ટીમો દ્વારા કામગીરી હાથ ધરાઈ છે. ખંભાત તાલુકાના વડગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ગુંડેલ સબ સેન્ટર હેઠળના વિસ્તારો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. નવી આખોલ ગામના અનેક વિસ્તારોમાં આરોગ્ય ટીમો દ્વારા સઘન તપાસ, સર્વેલન્સ અને ચેકિંગ કરાઈ રહ્યું છે. મચ્છરોનો ઉપદ્રવ ન વધે તે માટે ફોગિંગ અને લોકોના સ્વાસ્થ્યનું પરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે. રોજના એક લાખથી વધુ લોકોનું સર્વેલન્સ કરાય છે. મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગો તેમજ ઝાડા-ઊલટીના કેસો અટકાવવા આરોગ્ય વિભાગ સંભવિત મચ્છર ઉત્પત્તિ સ્થાનોની તપાસ કરી રહ્યું છે. પાણી ભરાયેલા સંવેદનશીલ વિસ્તારોમાં મચ્છરોના લાર્વાનો નાશ કરવા ડાયફલુબેન્ઝુરોન ઈન્સેક્ટીસાઈડનો છંટકાવ કરાયો છે. મચ્છરના લાર્વા ઉત્પત્તિ સ્થાનોના નિરીક્ષણ સાથે પીવાના પાણીના સ્ત્રોતોમાં ક્લોરીનેશન સુનિશ્ચિત કરાયું છે. આરોગ્ય ટીમો દ્વારા ગામેગામ દવાનો છંટકાવ, ક્લોરિન ટેસ્ટ અને ક્લોરિન ટેબ્લેટનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય ટીમો દ્વારા ગ્રામજનોને મચ્છરજન્ય રોગોથી બચવા સ્વચ્છતા અને સાવચેતી અંગે આરોગ્ય શિક્ષણ અપાઈ રહ્યું છે. 'સ્વચ્છતા જાળવીએ, મચ્છરજન્ય રોગોથી બચીએ અને સ્વસ્થ ગામ બનાવીએ' સૂત્ર સાથે લોકોને ઘરની આસપાસ પાણી ન ભરાવા દેવા અને વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા સમજાવવામાં આવી રહ્યું છે. વધુ માહિતી માટે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    બાકરોલમાં મલેરિયા-ડેન્ગ્યુના કેસ નોંધાયા:અમદાવાદ-સુરતથી આવેલા દર્દીઓ મળતા આરોગ્ય વિભાગ હરકતમાં
    Next Article
    બાળકોને ખીચોખીચ ભર્યા, બેગ લટકાવવાની જગ્યાએ માસુમોને લટકાવ્યા, VIDEO:એક બાળક ચાલુ રિક્ષામાં પડતાં-પડતાં બચ્યું; ટ્રાફિકથી ધમધમતા કાલુપુર બ્રિજની ઘટના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment