Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાકરોલમાં મલેરિયા-ડેન્ગ્યુના કેસ નોંધાયા:અમદાવાદ-સુરતથી આવેલા દર્દીઓ મળતા આરોગ્ય વિભાગ હરકતમાં

    1 day ago

    બાકરોલ અર્બન હેલ્થ સેન્ટર વિસ્તારમાં મલેરિયા અને ડેન્ગ્યુના પોઝિટિવ કેસો નોંધાયા છે. આ કેસો સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા સઘન અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. આરોગ્ય અધિકારી ડૉ. રાજેશ પટેલે મલેરિયા પોઝિટિવ દર્દીના ઘરે રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે દર્દી અને પરિવારજનો સાથે વાતચીત કરીને સારવાર અંગે પૂછપરછ કરી હતી અને જરૂરી આરોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મલેરિયા પોઝિટિવ જણાયેલા આ દર્દી અમદાવાદથી પોતાના પિયરમાં સારવાર માટે આવ્યા હતા. આ ગંભીરતાને ધ્યાનમાં રાખીને બાકરોલ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા તાત્કાલિક સારવાર અને દેખરેખની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ડૉ. રાજેશ પટેલે આસપાસના તમામ અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી હતી. તેમણે મચ્છરજન્ય રોગોના નિયંત્રણ અને નિવારણ માટે ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન પાણીના સ્ત્રોતોમાં ક્લોરીનેશન, પોરાનાશક, ફોગિંગ અને અન્ય વેક્ટર નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વધુમાં, બાકરોલની દિવ્ય કમલ સોસાયટીમાં પણ રોગચાળા અટકાયતી કામગીરી શરૂ કરવામાં આવી છે. અહીં સુરતથી અભ્યાસ અર્થે આવેલા એક વિદ્યાર્થીમાં તાવના લક્ષણો જણાતા તેની તપાસ કરાઈ હતી, જેમાં તેને ડેન્ગ્યુ પોઝિટિવ હોવાનું માલૂમ પડ્યું. આ ડેન્ગ્યુ કેસ સામે આવતા જ આરોગ્ય વિભાગ દ્વારા સોસાયટી અને તેની આસપાસના વિસ્તારોમાં તાવના કેસોનું સર્વેક્ષણ, ફોગિંગ અને આરોગ્ય શિક્ષણ આપવાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે. અર્બન હેલ્થ સેન્ટરની ટીમો ઘરે-ઘરે જઈને લોકોને મચ્છરોથી બચવા અને સફાઈ જાળવવા માટે જાગૃત કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ચારુસેટમાં કારગિલ વિજય દિવસની 27મી વર્ષગાંઠ ઉજવાઈ:કર્નલ સુધીર પરાશરે 'કારગિલ યુદ્ધ' પર પ્રેરણાત્મક વ્યાખ્યાન આપ્યું
    Next Article
    આણંદમાં વરસાદ બાદ રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગ સક્રિય:700 ટીમો દ્વારા સર્વેલન્સ, ફોગિંગ; ખંભાત તાલુકા પર વિશેષ ધ્યાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment