Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અનેક લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા:શહેરમાં ટ્રાફિક વધ્યો છતાં 2013ની નીતિએ દોડી રહી છે સિટી બસ, ટ્રિપના ટાર્ગેટ પૂરા કરવાની લ્હાયમાં રોજના 7થી 8 અકસ્માત

    1 day ago

    રાજકોટમાં સિટી બસના ડ્રાઇવરોની દાદાગીરી અને બેફામ સ્પીડથી બસ ચલાવી અકસ્માતો થતા હોવાની ઘટનાઓ પાછળ ફરી વખત મનપાની બેદરકારી સામે આવી છે. તંત્રએ 2013માં બનાવેલ રોડમેપ અને ડિઝાઇનમાં આજ સુધી ફેરફાર નથી કર્યો. જેની સામે વાહનો ટ્રાફિક અને બસ સ્ટોપમાં વધારો થતા રોજનાનાના મોટા સાતથી આઠ અકસ્માત થઈ રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા શહેરમાં બીઆરટીએસ, મહિલા સહિત 238 સીએનજી અને ઇલેક્ટ્રિક બસ દોડાવવામાં આવી રહી, પરંતુ છેલ્લા વર્ષોમાં સિટી બસના અકસ્માતોમાં વધારો શા માટે થયો તે અંગે તપાસ કરતા માલૂમ પડ્યું છે કે, મનપાએ 2013માં સિટી બસ સેવા શરૂ કરી ત્યારે શહેરનો વ્યાપ 15 કિમી હતો અને તે મુજબનો રોડમેપ અને ડિઝાઇન તૈયાર કરી સેવા ચાલુ કરી હતી અને હવે 13 વર્ષમાં શહેરનો વ્યાપ 22 કિમીનોથયો છે. આથી 13 વર્ષમાં વાહનો અને રોડ ઉપર દબાણો વધતા ટ્રાફિક સમસ્યા જટિલ બની છે, છતાં જૂના રોડમેપ મુજબ બસ દોડાવવામાં આવી રહી છે.આથી નિયત સમયે બસ સ્ટોપ ઉપર પહોંચતા સમય લાગતો હોવાથી અને નિયમ મુજબ પેનલ્ટીનો ભય ઊભો રહેતો હોવાથી સમયસર સ્ટોપ પર પહોંચવામાં ડ્રાઇવરો દ્વારા નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે. મનપા દ્વારા સિટી બસ માટે નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં એક બસ સવારે 06-00 વાગ્યાથી રાત્રિના 10-30 સુધીમાં 194 કિમીનો રૂટ પૂરો કરવો પડે છે. એક બસને 04 ટ્રિપ અને 08 અપડાઉન ફરજિયાત છે. જેમાં બાંધછોડ થાય તો એજન્સીને પેનલ્ટી કરવામાં આવે છે. આથી કિમી અને રૂટ પૂરા કરવામાં એજન્સીને જૂનો રોડમેપ નડતર રૂપ બની રહ્યો છે અને આ બાબતે અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં નવો મેપ તૈયાર નથી કરવામાં આવ્યો.મ્યુનિ. કમિશનર આ મુદ્દે સ્ટેન્ડિંગમાં દરખાસ્ત કરી શકે છે, પરંતુ આજ સુધી કોઇ કાર્યવાહી ન થતા અકસ્માતોની સાથે અનેક સમસ્યાનો સામનો એજન્સીને કરવો પડી રહ્યો છે પદાધિકારીઓની આંખ ક્યારે ઉઘડશે ? મનપાના પદાધિકારીઓએ સિનિયર સિટીઝન માટે ફ્રી બસ સેવા જાહેર કરી વાહવાહી મેળવી લીધી છે, પરંતુ સિટી બસ અકસ્માતોમાં અનેક લોકોના જીવ ગયા છે અને રોજ થતા નાના મોટા અકસ્માતોની જાણકારી પણ આ પદાધિકારીઓને મળી રહી છે. તેમજ લોકો પણ હવે સિટી બસ આવતી હોય તો ભયના કારણે રસ્તો કરી આપે છે અને ભરોસો નથી કરતા છતાં આ બાબતને ગંભીરતાથી કેમ નથી લેતા તેવા સવાલો ઊઠી રહ્યા છે. પેસેન્જરોની ફરિયાદ પણ સ્પીડ માટે જવાબદાર સિટી બસના અકસ્માતો વધવા સામે એજન્સીએ જણાવ્યું છે કે, 13 વર્ષ જૂના રોડમેપ પર બસ દોડાવવામાં ડ્રાઈવરોને એક રૂટ પૂરો કરવામાં વધુ સમય લાગે છે. જેની સામે બસ સ્ટોપ ઉપર 10 મિનિટ બસ મોડી પહોંચે તો પેસેન્જરો ફરિયા કરે છે. જેના કારણે વગર વાંકે ડ્રાઇવરોને સાંભળવું પડતું હોવાથી અમૂક ડ્રાઇવરો સિગ્નલ તોડવાની ભૂલ કરે છે છતાં તંત્ર ફરિયાદો ઉપર ધ્યાન આપે છે, પરંતુ કારણ જાણવાની કોશિશ નથી કરતું આથી અકસ્માતો થઈ રહ્યા છે. એક બસને 17 કલાકમાં 194 કિમી અને 8 અપડાઉનનો ટાર્ગેટ પૂરો ન થાય તો એજન્સીને પેનલ્ટી સહિતના કારણો જવાબદાર
    Click here to Read More
    Previous Article
    બાળકોને ખીચોખીચ ભર્યા, બેગ લટકાવવાની જગ્યાએ માસુમોને લટકાવ્યા, VIDEO:એક બાળક ચાલુ રિક્ષામાં પડતાં-પડતાં બચ્યું; ટ્રાફિકથી ધમધમતા કાલુપુર બ્રિજની ઘટના
    Next Article
    "I'm 62 And I Believe I Am A Victim": Former Tehelka Editor Tarun Tejpal On Conviction In Rape Case

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment