Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિયાનો પ્રેમી ચેતન સાથેનો નવો VIDE0 સામે આવ્યો:ક્રિકેટ મેચ જોવા ગયા હતા; કેતનના પરિવારે પુણેમાં કેન્ડલ માર્ચ કાઢી

    एक दिन पहले

    પુણેના કેતન અગ્રવાલ મર્ડર કેસમાં સોશિયલ મીડિયા પર નવો વીડિયો સામે આવ્યો છે. તેમાં આરોપી મંગેતર સિયા ગોયલ પોતાના પ્રેમી ચેતન ચૌધરી સાથે મહારાષ્ટ્ર ક્રિકેટ લીગની મેચ જોતી જોવા મળી રહી છે. જોકે, આ વીડિયો ક્યારનો છે, તેની સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી. આ તરફ, કેતન અગ્રવાલના પરિવાર અને સ્થાનિક લોકોએ શનિવારે પિંપરી-ચિંચવડમાં કેન્ડલ માર્ચ કાઢી. આ દરમિયાન તેમણે કેતનને શ્રદ્ધાંજલિ આપી અને તેના માટે ન્યાયની માગ કરી. જ્યારે, પુણે પોલીસે શુક્રવારે સિયાના ભાઈ સાહિલ ગોયલની લગભગ 10 કલાક પૂછપરછ કરી. પોલીસના જણાવ્યા અનુસાર, સાહિલ ચેતન ચૌધરીને ઓળખે છે. તેણે જણાવ્યું કે ચેતન અને સિયાની મિત્રતા ક્રિકેટ મેચ દરમિયાન થઈ હતી. દાવો- કેતનનું માથું છુંદાયેલું હતું કેતનના મૃતદેહનું રેસ્કયુ કરનાર સુનીલ ગાયકવાડે જણાવ્યું છે કે કેતનના માથા પર ગંભીર ઈજાઓ હતી, માથું છુંદાયેલું હતી અને હાથ-પગ પર પણ ઘણી જગ્યાએ ઈજાઓ હતી. અન્ય લોકો રડી રહ્યા હતા અને મદદ માટે બૂમો પાડી રહ્યા હતા, પરંતુ સિયા ગોયલ શાંત ઊભી હતી. સુનીલે કહ્યું- મૃતદેહને જંગલના રસ્તે બહાર લાવવામાં આવ્યો હતો. પોલીસને 18 જૂનની સવારે લગભગ 10:30 વાગ્યે ઘટનાની જાણ થઈ હતી. બચાવ અભિયાન બપોરે 12:30 વાગ્યા સુધી ચાલ્યું અને લગભગ 1:30 વાગ્યે મૃતદેહને એમ્બ્યુલન્સમાં પહોંચાડવામાં આવ્યો હતો. સિયાના પરિવારની પૂછપરછની 2 તસવીરો… કેતનના પિતા બોલ્યા- ઘટનાના દિવસે જ સિયા પર શંકા થઈ કેતનના પિતા વિશાલ અગ્રવાલના જણાવ્યા અનુસાર, ઘટનાના દિવસે જ પરિવારને સિયા ગોયલ પર શંકા થઈ હતી. ઘટનાસ્થળે હાજર મહિલા પોલીસકર્મીએ જ્યારે કહ્યું કે કેતન હજુ જીવતો છે. તેને તરત જ હોસ્પિટલ લઈ જવો જોઈએ, ત્યારે સિયાના હાવભાવ બદલાઈ ગયા હતા. આ પછી સિયાએ પરિવારના સવાલોના પણ જવાબ આપ્યા ન હતા. ચેતનના પિતાએ ભાસ્કરને જણાવ્યું કે 18 જૂને સિયાની માતાનો ફોન આવ્યો હતો કે કેતન લોહગઢ કિલ્લા પરથી પડી ગયો છે. પરિવાર ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે કેતનને ખીણમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. તેમણે જોયું કે કેતનનું મોં બાંધેલું હતું. ચહેરો ખોલાવીને તેની ઓળખ કરવામાં આવી. ખરેખર, સિયા અને કેતન 18 જૂને પુણેના લોહગઢ કિલ્લા પર ફરવા ગયા હતા. આ દરમિયાન કેતનનું ખાઈમાં પડી જવાથી મૃત્યુ થયું હતું. સિયા પર બોયફ્રેન્ડ ચેતન ચૌધરી સાથે મંગેતરની હત્યાનો આરોપ છે. બંને પોલીસ કસ્ટડીમાં છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. ફઈ સિયાને લઈ ગઈ, ત્યારે પરિવારની શંકા વધુ ઘેરી બની કેતનની બહેને સિયાને પૂછ્યું કે તે ક્યાં બેઠી હતી, કેતન કેવી રીતે પડ્યો અને તે કિલ્લાના તે કિનારા સુધી કેવી રીતે પહોંચ્યો. સિયાએ કોઈ સવાલનો જવાબ આપ્યો નહીં. તેનું રડવું પણ પરિવારને બનાવટી લાગ્યું. બીજા દિવસે જ્યારે તે તેમના ઘરે આવી, ત્યારે પણ પરિવારે પૂછ્યું કે કેતનનો કયો પગ લપસ્યો હતો, પરંતુ તે ચૂપ રહી. સવાલ-જવાબ દરમિયાન લગ્ન નક્કી કરાવનાર સિયાની ફોઈ તેને "તું ચાલ-ચાલ" કહીને ત્યાંથી લઈ ગઈ. આ પછી પરિવારની શંકા વધુ ઘેરી બની. પરિવારે CCTV જોયા, પછી પોલીસને જાણ કરી વિશાલ અગ્રવાલે જણાવ્યું કે તે જ સાંજે પરિવારે બેસીને આખી ઘટના પર ચર્ચા કરી. તેમની દીકરીએ કહ્યું કે કંઈક બરાબર નથી લાગી રહ્યું. પરિવારે આખી ઘટનાને જોડીને જોઈ અને સોસાયટીના CCTV ફૂટેજ તપાસ્યા. ફૂટેજમાં દેખાયું કે પાછા ફરતી વખતે સિયા રડી પણ નહોતી રહી. શંકા વધતા પરિવારે પોલીસને જાણ કરી. વિશાલ અગ્રવાલે કહ્યું કે કેતનને સિયાના અફેરની જાણકારી નહોતી. જોકે, તેને ઘણી વાર સિયાનો ફોન સતત વ્યસ્ત મળતા શંકા થઈ હતી. તેણે પરિવારને પૂછ્યું પણ હતું કે શું સિયા વિશે પૂરી જાણકારી લેવામાં આવી છે પરિવારે તેને ભરોસો અપાવ્યો કે સંબંધીઓએ પૂરી તપાસ કરી છે. આ પછી તેણે ફરીથી આ વિશે વાત ન કરી. તેમણે કહ્યું કે જો સિયાના અફેરની જાણકારી હોત તો આ સંબંધ ક્યારેય નક્કી ન થાત. સિયા- ચેતને ચેટ ડિલીટ કરી પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સિયા ગોયલ અને ચેતન ચૌધરીએ હત્યા પહેલા અને પછી તેમના મોબાઈલની ચેટ હિસ્ટ્રી ડિલીટ કરી દીધી હતી. બંનેએ રિસાયકલ બિન પણ ખાલી કરી દીધું હતું. ડેટા રિકવર કરવા માટે બંનેના મોબાઈલ ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા છે. પોલીસે સિયાના કોલ-રેકોર્ડ તપાસ્યા. જેમાં એક મોબાઈલ નંબર પર જાન્યુઆરીથી કેતનની હત્યાના દિવસે સવારે 7 વાગ્યા સુધી સિયાએ 2004 કોલમાં લગભગ 338 કલાક વાતચીત કરી હતી, એટલે કે બંને દરરોજ લગભગ 11 કોલમાં 2 કલાક વાત કરતા હતા. આ નંબર પુણેના જ એક અન્ય વેપારી પરિવારના છોકરા ચેતન ચૌધરીનો હતો. ચેતનનું ઘર પુણેના એ જ વિસ્તારમાં હતું, જ્યાં સિયાના પિતાની ઓફિસ છે. પોલીસનો દાવો- વિગ અને હકલાવવાને કારણે હત્યા પોલીસના જણાવ્યા અનુસાર, પૂછપરછમાં સિયાએ જણાવ્યું કે તેને કેતનનો વિગ લગાવવો અને હકલાવવું પસંદ નહોતું. આ જ કારણે તેણે હત્યાનું કાવતરું રચ્યું. જોકે, કેતનના પિતાના જણાવ્યા અનુસાર, લગ્ન નક્કી થાય તે પહેલા જ સિયા અને તેના પરિવારને કેતનના વિગ વિશે જાણકારી આપી દેવામાં આવી હતી. સિયાની માતા પૂજા ગોયલે કહ્યું- દીકરી લગ્નને લઈને ખુશ હતી સિયાની માતા પૂજાએ કહ્યું- આ મામલે જે કોઈ પણ દોષિત છે તેને કડકમાં કડક સજા મળવી જોઈએ. જો મારી દીકરી દોષિત છે, તો તેને પણ તે જ જગ્યાએથી નીચે ફેંકી દેવી જોઈએ, જ્યાંથી કેતનને ધક્કો મારવામાં આવ્યો હતો. સિયાના પિતા પ્રવીણે કહ્યું કે સિયાએ પોતે કહ્યું હતું કે કેતન સાથે તેનું સગપણ કરાવી દો. કેતને જ સિયાને ફોન કરીને લોહગઢ કિલ્લા પર જવા કહ્યું હતું. તે જ કાર લઈને આવ્યો હતો. કેતન અને સિયા એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. એકવાર તો કેતન સવારે 4 વાગ્યે જ સિયાને મળવા ઘરે આવી ગયો હતો. કેતનની હત્યા પહેલાં સિયા-ચેતન કેફેમાં મળ્યા હતા કેતનની હત્યાના એક દિવસ પહેલા 17 જૂને આરોપી સિયા અને પ્રેમી ચેતન ચૌધરી એક કેફેમાં મળ્યા હતા. ન્યૂઝ એજન્સી IANSએ પોલીસ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે અહીં જ લોહગઢ કિલ્લા પર કેતનને ખીણમાં ધક્કો મારવાનો પ્લાન બનાવ્યો હતો. બંનેએ તે પોઈન્ટ પણ શોધી લીધો હતો, જ્યાંથી કેતનને ધક્કો મારવાનો હતો. જો કેતન આમાંથી પણ બચી જાત તો 20 જૂન પછી માર્ગ અકસ્માતમાં મારવાનો બેકઅપ પ્લાન તૈયાર હતો. 31 મેના રોજ મારવાનો વિચાર આવ્યો, 18 જૂનના રોજ હત્યા 31 મે: સિયાને કેતનની હત્યાનો પ્લાન સૂઝ્યો: 11 ફેબ્રુઆરીએ સગાઈ પછી કેતન સિયાને ઘરે લાવતો હતો, સાથે ફરવા લઈ જતો હતો. તેને ટ્રેકિંગ એટલે કે પહાડ ચડવાનો શોખ હતો. તેણે સિયાને ટ્રેકિંગ માટે લોહગઢ કિલ્લે ચાલવા કહ્યું. રિપોર્ટ્સ અનુસાર, જ્યારે બંને કિલ્લાની સૌથી ઊંચી ચોટી પર પહોંચ્યા, ત્યારે જ સિયાને પહેલીવાર કેતનથી છૂટકારો મેળવવા માટે તેને પહાડી પરથી ધક્કો મારીને મારી નાખવાનો પ્લાન સૂઝ્યો. 5 જૂન: કિલ્લા પર જવાની જીદ કરી, કેતન ન ગયો: સિયાએ 4 જૂને કેતનથી ફરીથી લોહગઢ કિલ્લા પર જવાની જીદ કરી. ત્યારે કેતનના ઘરવાળાઓએ ના પાડી દીધી. 6 જૂને કેતન, તેની બહેન, એક મિત્ર અને સિયાના ઇન્ડોનેશિયાના બાલી જવાના ટિકિટ બુક હતા. બધા લોકો ફ્લાઇટ પકડવા નીકળ્યા. પુણે ગ્રામીણના SP સંદીપ સિંહ ગિલ અનુસાર, કેતન સાથે બાલી ન જવું પડે, તેથી સિયાએ તેનો પાસપોર્ટ પોતાની પાસે અલગ રાખી લીધો હતો. 14 જૂન: બીજી કોશિશ, ધક્કો માર્યો, પણ કેતન બચી ગયો: સિયાએ કેતનથી ફરીથી કિલ્લા પર ચાલવા કહ્યું. બોલી કે મને તે જગ્યા ગમે છે. પોલીસ અનુસાર, 14 જૂને બંને કિલ્લા પર પહોંચ્યા. સિયાએ કેતનને એક જગ્યાએ પાછળથી ધક્કો માર્યો. ઝાડનો સહારો મળવાથી કેતન બચી ગયો. તેણે પૂછ્યું- ‘ધક્કો કેમ માર્યો? સિયાએ કહ્યું, ‘એક સાપ હતો, તને તેનાથી બચાવવા માટે ધક્કો માર્યો.’ કેતને ઘરે આવીને બધાને જણાવ્યું કે સિયાના કારણે તેનો જીવ બચી ગયો. 18 જૂન: ત્રીજી કોશિશમાં બોયફ્રેન્ડ સાથે મળીને ધક્કો માર્યો: 19 જૂને સિયાનો જન્મદિવસ ઉજવવા માટે કેતને મહાબળેશ્વરમાં એક લક્ઝરી રિસોર્ટ બુક કર્યો હતો. સિયાએ તે પહેલા કેતનને પ્રી-વેડિંગ ફોટોશૂટની વાત કહીને લોહગઢ કિલ્લા પર જવા માટે મનાવી લીધો. આ વખતે પાછળ-પાછળ ચેતન પણ હતો. એક જગ્યાએ જ્યારે કેતન પહાડીઓ તરફ જોઈ રહ્યો હતો, ત્યારે બંનેએ તેને પાછળથી ધક્કો મારી દીધો.
    Click here to Read More
    Previous Article
    રવિવારનું રાશિફળ:વૃષભ અને મીન રાશિના જાતકોનું દામ્પત્યજીવન મધુર રહેશે, કન્યા રાશિએ દેખાડાના ચક્કરમાં દેવું કરવાથી બચવું
    Next Article
    અમદાવાદમાં યુથ કોંગ્રેસની આક્રોશ કેન્ડલ માર્ચ:પેપર લીક મામલે ‘છાત્ર ગુંજ’ કાર્યક્રમ હેઠળ રસ્તા પર ઉતર્યા કાર્યકર્તાઓ, શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment