Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં યુથ કોંગ્રેસની આક્રોશ કેન્ડલ માર્ચ:પેપર લીક મામલે ‘છાત્ર ગુંજ’ કાર્યક્રમ હેઠળ રસ્તા પર ઉતર્યા કાર્યકર્તાઓ, શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ

    21 hours ago

    દેશભરમાં અવારનવાર પેપર લીકની ઘટનાઓ સામે આવી રહી છે. જેના કારણે લાખો વિદ્યાર્થીઓને નુકસાન થઈ રહ્યું છે. જે મુદ્દે કોંગ્રેસ દ્વારા છેલ્લા ઘણા દિવસથી આંદોલનાત્મક કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. તેમજ છાત્ર ગુંજ કાર્યક્રમ હેઠળ અમદાવાદમાં યુથ કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ નીકળવામાં આવી હતી. જેમાં નેતાઓથી લઈને મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા. તેમજ તમામ પરીક્ષાઓ પારદર્શક રીતે લેવામાં આવે તેમજ પેપર લીકની ઘટનાઓને લઈને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુથ કોંગ્રેસના આગેવાનો જોડાયા ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધી ભવનથી ટાઉન હોલ સુધી કેન્ડલ માર્ચ નીકાળી હતી. ટાઉન હોલ ખાતે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા સુધી છાત્રો કી ગુંજ અંતર્ગત કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના પ્રશ્નો, તેમના હકો અને સુરક્ષિત ભવિષ્યના મુદ્દે આયોજિત કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુથ કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા. દેશમાં વારંવાર બનતી પેપર લીકની ઘટનાઓ તેમજ NEET સહિતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સામે આવેલી ગેરરીતિઓને કારણે વિદ્યાર્થીઓમાં નિરાશા ફેલાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવાની માગ પોસ્ટર સાથે કેન્ડલ માર્ચ યોજી પારદર્શક અને વિશ્વસનીય પરીક્ષા પ્રણાલીની માંગ કરી હતી. સાથે જ પેપર લીક જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી હતી. કેન્ડલ માર્ચ દરમિયાન ગુજરાતના વિદ્યાર્થી કહાન પ્રશાંતભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય સચિવ રામકિશન ઓઝા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. તેમજ પેપર લીક જેવી ગંભીર ઘટનાઓને લઈને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    સિયાનો પ્રેમી ચેતન સાથેનો નવો VIDE0 સામે આવ્યો:ક્રિકેટ મેચ જોવા ગયા હતા; કેતનના પરિવારે પુણેમાં કેન્ડલ માર્ચ કાઢી
    Next Article
    Venezuela Earthquakes May Have Affected Nearly 7 Million People: UN

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment