Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રવિવારનું રાશિફળ:વૃષભ અને મીન રાશિના જાતકોનું દામ્પત્યજીવન મધુર રહેશે, કન્યા રાશિએ દેખાડાના ચક્કરમાં દેવું કરવાથી બચવું

    23 hours ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 28 જૂન 2026, રવિવારના રોજ અધિક જેઠ સુદ ચૌદસ ​​છે. આ દિવસની ચંદ્ર રાશિ વૃશ્ચિક છે. રાહુકાળ સાંજે 05:44થી 07:24 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ- આજનો દિવસ પરિવારના સભ્યો સાથે ખૂબ જ શાંતિભર્યો પસાર થશે. તમારો સકારાત્મક અને સંતુલિત અભિગમ તમને યોજનાબદ્ધ રીતે કાર્યો પૂરા કરવામાં મદદ કરશે. સામાજિક પ્રવૃત્તિઓમાં પણ તમારો યોગ્ય ફાળો જળવાઈ રહેશે. નેગેટિવ- આવકની સાથે સાથે ખર્ચની સ્થિતિ પણ બનેલી રહેશે. પરંતુ ક્યારેક તમારા વહેમ અને જીદ્દી સ્વભાવના કારણે કેટલાક સંબંધો બગડી શકે છે. તમારી આ ખામીઓમાં સુધારો લાવો. બહારની વ્યક્તિઓની પ્રવૃત્તિઓનું આંધળું અનુકરણ ન કરો. વ્યવસાય- પબ્લિક રિલેશન્સમાં તમારી ઉત્તમ છબી હોવાના કારણે નવા ઓર્ડર કે કરાર મળશે. વ્યવસાયમાં ગતિ આવશે. આજનો દિવસ પેમેન્ટ કલેક્ટ કરવા તેમજ માર્કેટિંગ સંબંધિત કાર્યો માટે અનુકૂળ છે. આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. આયાત-નિકાસ સાથે જોડાયેલા વેપારમાં આજે થોડી મંદી રહી શકે છે. લવ- પરિવારના સભ્યો વચ્ચે યોગ્ય તાલમેલ રહેશે. કોઈ નજીકના સંબંધી દ્વારા શુભ સમાચાર મળવાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય- ગરમીના કારણે માથાનો દુખાવો અને માઇગ્રેનની સમસ્યા વધી શકે છે. હવામાનને અનુકૂળ વસ્તુઓ અને પ્રવાહીનું વધુ સેવન કરો. લકી કલર- કેસરી લકી નંબર- 5 પોઝિટિવ- પારિવારિક તેમજ વ્યક્તિગત પ્રવૃત્તિઓમાં યોગ્ય સામંજસ્ય રહેશે. કોઈ અનુભવી વ્યક્તિના માધ્યમથી ભાઈઓ સાથે ચાલી રહેલી ગેરસમજો દૂર થશે. સંબંધોમાં મધુરતા આવશે, જેનાથી છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી પરેશાનીઓમાંથી રાહત મળશે. નેગેટિવ- મિત્રો સાથે નકામી પ્રવૃત્તિઓમાં તમારો સમય બગાડશો નહીં. આ સમય તમારી યોજનાઓની રૂપરેખા બનાવવા અને તેને અમલમાં મૂકવાનો છે. રોકાણ સંબંધિત પ્રવૃત્તિઓને આજે મુલતવી રાખવી, કારણ કે કોઈ પ્રકારનું નુકસાન થવાની આશંકા સેવાઈ રહી છે. વ્યવસાય- વ્યાવસાયિક કાર્યપ્રણાલીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા માટે અત્યારે સમય યોગ્ય નથી. આજે કોઈની સાથે ભાગીદારીનું કામ ન કરો તો વધુ સારું રહેશે, કારણ કે નુકસાન થવાની સંભાવના છે. ગેરકાનૂની કાર્યોથી દૂર રહો. નોકરીમાં કોઈ ટૂર પર જવાનો ઓર્ડર મળી શકે છે. લવ- પતિ-પત્ની વચ્ચે પરસ્પર તાલમેલ જળવાઈ રહેશે. ઘરમાં સકારાત્મક વાતાવરણ રહેશે. નવવિવાહિતો માટે કોઈ મનોરંજક પ્રોગ્રામ બની શકે છે. સ્વાસ્થ્ય- અતિશય કામના કારણે ક્યારેક થાક અને નબળાઈ અનુભવશો. યોગ્ય આરામ પણ લો અને થોડો સમય પ્રકૃતિની સાથે અવશ્ય વિતાવો. લકી કલર- લાલ લકી નંબર- 5 પોઝિટિવ- આજે તમે તમારા વ્યક્તિગત જીવનને લઈને કોઈ સંકલ્પ લો અને તેના પર ધ્યાન આપો, તમને મનગમતી સફળતા મળશે. ઘરમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવાના તમારા પ્રયાસો સફળ થશે. તમારો આત્મવિશ્વાસ અને આશાવાદી વલણ જળવાઈ રહેવાથી વિરોધીઓ પર તમારું વર્ચસ્વ રહેશે. નેગેટિવ- કોઈ પણ વાદ-વિવાદની સ્થિતિ બને તો તેને વધુ ખેંચો નહીં, આનાથી તણાવ સિવાય કંઈ પ્રાપ્ત થશે નહીં. યુવા વર્ગે વધુ સારું મેળવવાની લ્હાયમાં વર્તમાન તક કે ઉપલબ્ધિ હાથમાંથી જવા દેવી નહીં. આ સમયે જે મળી રહ્યું છે, તેમાં સંતોષ રાખો. વ્યવસાય- દૈનિક આવક પહેલાં કરતાં થોડી સારી થશે. પરંતુ તમારા ગ્રાહકો તેમજ સંપર્ક સૂત્રો સાથે સંબંધો મજબૂત રાખવા. કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરવામાં ઉતાવળ ન કરવી. યુવાનોને કરિયર સંબંધિત કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે. લવ- પરસ્પર મતભેદોની અસર ઘરની વ્યવસ્થા પર પડી શકે છે, તેથી યોગ્ય તાલમેલ જાળવો. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. સ્વાસ્થ્ય- અનિયમિત ખાનપાનના કારણે પેટમાં દુખાવો અને ગેસની ફરિયાદ રહી શકે છે, જેની અસર સાંધાના દુખાવા પર પણ પડી શકે છે. લકી કલર- લીલો લકી નંબર- 6 પોઝિટિવ- કોઈ મિત્રની મદદથી છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ચિંતા અને પરેશાનીઓમાંથી રાહત મળશે. તમારી દિનચર્યા તેમજ વિચારશૈલીમાં પણ સકારાત્મક ફેરફાર આવશે. આ સમયે કોઈ પણ પ્રકારની યાત્રાને મુલતવી રાખવી તમારા માટે વધુ હિતવાહ રહેશે. નેગેટિવ- કોઈ પણ નિર્ણય હૃદયના બદલે મગજથી લો. કેટલાક લોકો તમારી ભાવનાઓનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે અને ફાઇનાન્સ સંબંધિત કોઈ મુશ્કેલી પણ વધી શકે છે. વિદ્યાર્થીઓ અને યુવા વર્ગ પોતાના અભ્યાસ તેમજ કરિયર પ્રત્યે સજગ રહે, નહિતર માન-સન્માન પર આંચ આવી શકે છે. વ્યવસાય- વ્યવસાયમાં કેટલીક નવી જવાબદારીઓ મળી શકે છે, જેને પૂરી કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે. ભાગીદારીના બિઝનેસમાં પારદર્શિતા રાખવાથી ઉત્તમ પરિણામો મળશે. ઓફિસમાં એકાઉન્ટ સંબંધિત કાર્યોમાં સાવધાની રાખવી. લવ- ઘરના કોઈ અવિવાહિત સભ્ય માટે લગ્નનો યોગ્ય પ્રસ્તાવ આવી શકે છે. પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે. સ્વાસ્થ્ય- હવામાનની અસર તમારા સ્વાસ્થ્ય પર થોડી નકારાત્મક અસર પાડી શકે છે. પોતાની દિનચર્યા અને ખાનપાનમાં બિલકુલ બેદરકારી ન રાખો. લકી કલર- વાદળી લકી નંબર- 2 પોઝિટિવ- આજે ગ્રહ સ્થિતિ ખૂબ જ અનુકૂળ બની રહી છે. દિવસની શરૂઆતમાં જ તમારા કાર્યોની રૂપરેખા બનાવી લો. ઓનલાઈન સ્પર્ધાઓમાં ચોક્કસ ભાગ લેવો જોઈએ. કોઈ પણ કામ આયોજનથી કરવું અને સકારાત્મક વિચાર રાખવો તમને નવી દિશા આપશે. નેગેટિવ- જો પ્રોપર્ટી સંબંધિત કોઈ સમસ્યા ચાલી રહી હોય, તો કોઈ યોગ્ય વ્યક્તિની સલાહ અવશ્ય લો. મનમાં નકારાત્મક વિચારો આવવા ન દો, તેના કારણે તમને તણાવ રહેશે અને તમારી ઊંઘ પર પણ અસર પડશે. થોડો સમય એકાંતમાં બેસીને આત્મચિંતન કરો. વ્યવસાય- કોઈ મોટા અધિકારી કે રાજકીય વ્યક્તિ સાથેની મુલાકાતથી તમારા કામ સરળતાથી પૂરા થઈ શકે છે. પરંતુ ઘણી બાબતોમાં તમારો અતિશય સ્વાભિમાન તમારી પ્રગતિમાં અવરોધ બનશે, તેથી તમારા વ્યવહારને થોડો નરમ રાખો. લવ- પતિ-પત્ની વચ્ચે ખાટી-મીઠી નોકઝોક રહેશે. સંતાનના કરિયર સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. પ્રેમ સંબંધોમાં નકામો સમય ન બગાડો. સ્વાસ્થ્ય- બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યા વધી શકે છે. થોડો સમય મેડિટેશન અને આરામ માટે પણ ચોક્કસ કાઢો. લકી કલર- પીળો લકી નંબર- 1 પોઝિટિવ- છેલ્લા કેટલાક સમયથી અટકેલા કાર્યોને ફરી ગતિમાં લાવવા માટે અનુકૂળ સમય છે. પ્રોપર્ટી અથવા લેણ-દેણ સંબંધિત કોઈ મામલો કોઈની મધ્યસ્થીથી ઉકેલવાનો પ્રયાસ કરો, ચોક્કસપણે સફળતા મળશે. ચતુરાઈ અને વિવેકથી કામ લેવું પરિસ્થિતિઓને તમારી તરફેણમાં કરશે. નેગેટિવ- તમારી યોજનાઓ જગજાહેર ન કરો. તેમજ દેખાડાના ચક્કરમાં વધુ ખર્ચ કરવાથી કે દેવું લેવાથી બચો. જો કોઈને કોઈ વચન આપ્યું હોય, તો તેને પૂરું કરવાનો પ્રયત્ન કરો, નહિતર તમારી છબી ખરાબ થઈ શકે છે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ માટે યોગ્ય ટાઈમ ટેબલ બનાવવું જોઈએ. વ્યવસાય- વ્યવસાયમાં નાની-મોટી મુશ્કેલીઓ આવશે, પરંતુ સમય રહેતા તેનો ઉકેલ પણ મળતો જશે. પાર્ટનરશિપ સંબંધિત બાબતોમાં પારદર્શિતા રાખવી ખૂબ જ જરૂરી છે. સરકારી બાબતોમાં કોઈ પણ ઓફિસર કે કર્મચારી સાથે દલીલોમાં ન ઊતરો, નહિતર કાર્યોમાં અવરોધ આવી શકે છે. લવ- વૈવાહિક સંબંધોમાં કોઈ વ્યક્તિગત બાબતને લઈને તણાવપૂર્ણ સ્થિતિ બની શકે છે. યુવા વર્ગે નકામી મોજ-મસ્તીમાં પોતાનો સમય બગાડવો નહીં. સ્વાસ્થ્ય- વર્તમાન હવામાનના કારણે અસંતુલિત ખાનપાન લેવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક રહેશે અને તેની અસર તમારી કાર્યક્ષમતા પર પણ પડશે. લકી કલર- કેસરી લકી નંબર- 3 પોઝિટિવ- આજનો દિવસ તમને મનગમતો પસાર થશે. સકારાત્મક પ્રવૃત્તિ ધરાવતા લોકો સાથે રહેવું તમને પણ પોઝિટિવ બનાવશે. જમીન સંબંધિત બાબતોને પરસ્પર સુમેળથી ઉકેલશો તો જલ્દી સમાધાન મળશે. તમારા પ્રિયજનોની મદદ કરવી તમને ખુશી આપશે. નેગેટિવ- કેટલીક જૂની સમસ્યાઓ ફરી સપાટી પર આવશે, પરંતુ પરિવારના સભ્યોનો સહયોગ તમને થોડી રાહત આપી શકે છે. પાડોશીઓ સાથે કોઈ પણ પ્રકારના વાદ-વિવાદથી ખુદને દૂર જ રાખો. થોડો સમય બાળકો સાથે વિતાવવાથી અને તેમની સમસ્યાઓ ઉકેલવાથી તેમનું મનોબળ વધશે. વ્યવસાય- વ્યાવસાયિક પ્રવૃત્તિઓ સામાન્ય રહેશે. પરંતુ કોઈ પણ પ્રકારનું જોખમ લેવાનું ટાળો, કોઈ મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે. ધનની લેણ-દેણ કરતી વખતે અત્યંત સાવધાની રાખવાની જરૂર છે. જો વ્યવસાયિક યાત્રા સંબંધિત કોઈ આયોજન હોય, તો આજે તેને મુલતવી રાખવું જ યોગ્ય છે. લવ- પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા મનદુઃખની અસર પારિવારિક વ્યવસ્થા પર પડી શકે છે, તેથી પરસ્પર બેસીને જ મામલો ઉકેલો તો સારું રહેશે. પાર્ટનર સાથે મુલાકાતની તક મળશે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય સારું રહેશે. સંતુલિત ખાનપાન અને નિયમિત દિનચર્યા તમને સ્વસ્થ અને ઊર્જાવાન રાખશે. લકી કલર- વાદળી લકી નંબર- 7 પોઝિટિવ- આજે ઘણી ઉત્તમ તકો મળશે, બસ તેનો યોગ્ય લાભ ઉઠાવવાની જરૂર છે. તમારા કાર્યો પાછળ જીવ રેડી દો, ચોક્કસપણે તમે લાભની સ્થિતિમાં રહેશો. જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી તમને આંતરિક ખુશી આપશે. પરિવાર સાથે મનોરંજક પ્રોગ્રામ પણ બનશે. નેગેટિવ- શોપિંગ કરતી વખતે તમારી સાથે કોઈ છેતરપિંડી થઈ શકે છે, તેથી સાવધ રહો. થોડો સમય બાળકો સાથે પણ વિતાવો અને તેમની સમસ્યાઓનો ઉકેલ લાવો. અનુભવી લોકોની સલાહને જીવનમાં ઉતારવી ફાયદાકારક રહેશે. વ્યવસાય- વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં નફાની સ્થિતિ રહેશે. જો કોઈની સાથે બિઝનેસમાં ભાગીદારી કરવાની વાત ચાલી રહી હોય, તો તેનો તરત જ અમલ કરો. નોકરીયાતો વધારાના કાર્યભારના કારણે પરેશાન રહેશે, પરંતુ તમારા કાર્યોને નિયત સમય પર પૂરા કરવાથી પ્રગતિ થઈ શકે છે. લવ- પરિવારના વરિષ્ઠ વ્યક્તિની સલાહથી કોઈ પારિવારિક કાર્ય ઉકેલાઈ જશે અને સુખ-શાંતિનું વાતાવરણ બનશે. પ્રેમ સંબંધોના મામલામાં તમે ખુદને ભાગ્યશાળી અનુભવશો. સ્વાસ્થ્ય- બદલાતા હવામાનના કારણે પ્રતિકૂળ આહાર-વિહાર ન રાખો. તમારી જ બેદરકારીના કારણે તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા નડે તેવી સંભાવના છે. લકી કલર- લાલ લકી નંબર- 2 પોઝિટિવ- તમારી જીવનશૈલીમાં સકારાત્મક બદલાવ લાવવાનો આ યોગ્ય સમય છે. ખુદને આત્મવિશ્વાસથી સભર અનુભવશો. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી કામની અતિશયતામાંથી પણ રાહત મળશે. ઘર-પરિવાર પ્રત્યે પણ તમારું યોગદાન જળવાઈ રહેશે. ઘર કે ઓફિસ બદલવા અંગે કોઈ યોજના બની શકે છે. નેગેટિવ- બિનજરૂરી ખર્ચ વધવાના કારણે તણાવ રહેશે. કોઈ પણ નવી યોજના પર નિર્ણય લેતા પહેલા તેના વિશે સારી રીતે વિચાર અવશ્ય કરી લો. યુવાનો અને વિદ્યાર્થીઓએ પોતાના ભવિષ્ય સંબંધિત યોજનાઓને લઈને બેદરકારી રાખવી નહીં, મુશ્કેલી આવી શકે છે. વ્યવસાય- વ્યવસાયમાં સખત મહેનત અને પરિશ્રમની જરૂર છે, જેના દ્વારા તમે કોઈને કોઈ મોટી સિદ્ધિ ચોક્કસ હાંસલ કરશો. પ્રોપર્ટી સાથે સંકળાયેલા વ્યવસાયમાં મહત્વપૂર્ણ ડીલ થવી શક્ય છે. નોકરીયાતો ધ્યાન રાખે કે અચાનક કોઈ પ્રોજેક્ટ વગેરેમાં વિલંબ થવાથી પરેશાનીઓ આવી શકે છે. લવ- પારિવારિક તેમજ વ્યવસાયિક જીવનમાં ઉત્તમ તાલમેલ અને સામંજસ્ય જળવાઈ રહેશે. જીવનસાથીની સલાહ અને સહયોગ પણ તમને રાહત આપશે. સ્વાસ્થ્ય- ગેસ અને વાયુ કરનારી વસ્તુઓ ખાવાનું ટાળો. આવી સમસ્યાઓમાં આયુર્વેદિક ઉપચાર લેવો વધુ યોગ્ય છે. લકી કલર- ગુલાબી લકી નંબર- 6 પોઝિટિવ- વરિષ્ઠ તેમજ અનુભવી લોકોનું માર્ગદર્શન તમારા માટે વરદાન સાબિત થશે. સમય રહેતા જૂના મતભેદો અને ગેરસમજોને ઉકેલી લેવાથી કોઈ મોટી સમસ્યામાંથી બચી શકશો. પ્રોફેશનલ સ્ટડીઝ માટે પ્રયત્નશીલ વિદ્યાર્થીઓને સફળતા મળવાની પૂરી સંભાવના છે. નેગેટિવ- અનુકૂળ પરિણામ મેળવવા માટે સમયસર કાર્યો પૂરા કરવાનો પ્રયત્ન કરો. નકામી પ્રવૃત્તિઓમાં વધુ પડતો ખર્ચ થઈ જવાથી મન થોડું પરેશાન રહી શકે છે. કોઈ પણ નિર્ણય લેતી વખતે હૃદય અને મગજ વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે. વ્યવસાય- વ્યવસાયમાં ખુદને સાબિત કરવા માટે હજુ વધુ સંઘર્ષ અને મહેનતની જરૂર છે. જોકે, તમે પણ ગંભીરતા અને કુશળતાથી સમસ્યાઓનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. નોકરીમાં કોઈ પ્રોજેક્ટને લઈને ઉચ્ચ અધિકારીઓની નારાજગી સહન કરવી પડી શકે છે. લવ- જીવનસાથી તેમજ પરિવારના સભ્યોનો યોગ્ય સહયોગ મળી રહેશે. પ્રેમી-પ્રેમિકાને મુલાકાત કરવાની સરળ તક મળી શકે છે. સ્વાસ્થ્ય- પ્રદૂષણના કારણે ત્વચા સંબંધિત કોઈ ઈન્ફેક્શન થઈ શકે છે. પોતાની દિનચર્યા પૂરી રીતે વ્યવસ્થિત રાખવી જરૂરી છે. લકી કલર- લીલો લકી નંબર- 8 પોઝિટિવ- સ્વાસ્થ્યમાં સુધારો આવવાથી તમે તમારી અંદર એક નવી ઊર્જા અનુભવશો અને પૂરા આત્મવિશ્વાસ સાથે તમારા કાર્યો પર ધ્યાન આપવાનું શરૂ કરી દેશો. કોઈ સગા-સંબંધી તરફથી શુભ સમાચાર મળવાથી મન પ્રફુલ્લિત રહેશે. નેગેટિવ- વિદ્યાર્થીઓ અને યુવા વર્ગે નકારાત્મક પ્રવૃત્તિઓ અને ખોટી સંગતથી અંતર જાળવી રાખવું. બીજાના કાર્યોમાં વ્યસ્ત રહેવાના કારણે તમારા પોતાના મહત્વપૂર્ણ કાર્યોની અવગણના થઈ શકે છે, તેથી સમયનું યોગ્ય મેનેજમેન્ટ કરવું પણ આવશ્યક છે. વ્યવસાય- તમારી વ્યવસાયિક કાર્યપ્રણાલીને ગુપ્ત જ રાખવી, કારણ કે તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યનો યશ કોઈ બીજી વ્યક્તિ લઈ શકે છે. કર્મચારીઓ વચ્ચે પણ થોડું રાજકારણ જેવું વાતાવરણ રહેશે, તેથી સારું છે કે તમામ વ્યાવસાયિક પ્રવૃત્તિઓ પર નજર રાખો અને બધા કામ પોતાની દેખરેખ હેઠળ જ કરાવો. લવ- બિઝનેસની વ્યસ્તતાના કારણે દામ્પત્ય સંબંધોમાં પૂરતો સમય આપી શકશો નહીં. પ્રેમ સંબંધો જાહેર થઈ જવાની આશંકા છે, સાવધ રહો. સ્વાસ્થ્ય- કોઈ પણ પ્રકારનું વ્યસન કે કુટેવ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. દિનચર્યા અને ખાનપાન વ્યવસ્થિત રાખો. લકી કલર- નારંગી લકી નંબર- 9 પોઝિટિવ- ભલે મુશ્કેલીઓનો ચાલી રહ્યો હોય, પરંતુ તમે તમારી સૂઝબૂઝથી પરિસ્થિતિઓ ઉકેલી લેશો અને તમારા કાર્યોથી લોકો પ્રભાવિત પણ થશે. કેટલાક નજીકના લોકો સાથે મુલાકાત થશે. આજે દિવસનો થોડો સમય બાળકોની મુશ્કેલીઓને સમજવામાં અને ઉકેલવામાં પણ પસાર થશે. નેગેટિવ- જો તમારી કોઈ આદતથી બીજાને તકલીફ થઈ રહી હોય, તો તેને છુપાવવાને બદલે બદલવાનો પ્રયત્ન કરો. ક્યારેક તમારા સ્વભાવમાં ચીડિયાપણું આવી શકે છે. સાસરી પક્ષ સાથેના સંબંધોમાં મધુરતા જાળવી રાખો અને આ માટે તમારે જ પહેલ કરવી પડશે. વ્યવસાય- કાર્યસ્થળ પર કર્મચારીઓ તેમજ સ્ટાફના સહયોગથી વ્યવસ્થા યોગ્ય જળવાઈ રહેશે. કલા, ફેશન, મનોરંજન વગેરે ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યવસાય લાભની સ્થિતિમાં રહેશે. નોકરીમાં ફાઈલો અથવા પેપર વર્ક પૂરું કરવા માટે ઓવર ટાઈમ કરવો પડી શકે છે. લવ- દાંપત્ય જીવન સુખદ રહેશે. તેમજ પરસ્પર તાલમેલ પણ ભરપૂર રહેશે. મિત્રો સાથે વ્યવહાર કરતી વખતે મર્યાદાનું ધ્યાન ચોક્કસ રાખવું. સ્વાસ્થ્ય- યુરિન સંબંધિત ઈન્ફેક્શન અથવા સોજાની સમસ્યાથી પરેશાન થઈ શકો છો, યોગ્ય સારવાર લેવાની જરૂર છે. સાથે જ દિનચર્યાને વ્યવસ્થિત રાખવામાં વિશેષ ધ્યાન આપો. લકી કલર- સફેદ લકી નંબર- 5
    Click here to Read More
    Previous Article
    28 જૂનનું અંકફળ:અંક 1, 2 અને 7ના જાતકો નોકરીમાં લક્ષ્યો પ્રાપ્ત કરશે, અંક 4 અને 8ના જાતકોએ આર્થિક સંઘર્ષ કરવો પડશે
    Next Article
    સિયાનો પ્રેમી ચેતન સાથેનો નવો VIDE0 સામે આવ્યો:ક્રિકેટ મેચ જોવા ગયા હતા; કેતનના પરિવારે પુણેમાં કેન્ડલ માર્ચ કાઢી

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment