Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    28 જૂનનું અંકફળ:અંક 1, 2 અને 7ના જાતકો નોકરીમાં લક્ષ્યો પ્રાપ્ત કરશે, અંક 4 અને 8ના જાતકોએ આર્થિક સંઘર્ષ કરવો પડશે

    1 day ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… સવારના સમયમાં મહેનતનું પ્રમાણ વધુ રહેશે. ભાઈઓ તરફથી પૂરો સહયોગ પ્રાપ્ત થશે. કાર્યસ્થળ પર તમારું પ્રદર્શન વધુ સારું રહેશે અને કોઈ નવી જવાબદારી પણ મળી શકે છે. ધનની આવક સારી જળવાઈ રહેશે. આધુનિક ભૌતિક સુખ-સુવિધાના સાધનો પાછળ ખર્ચ થવાની સંભાવના છે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. કાનૂની બાબતોમાં તમે થોડા નબળા પડી શકો છો. સાંજે મન પ્રસન્ન રહેશે અને સકારાત્મકતા વધશે. કાર્યોને વ્યવસ્થિત ગોઠવવાનું મન થશે. કરિયર: વેપાર અર્થે યાત્રા કરવાનો યોગ છે. નોકરીમાં ટાર્ગેટ પ્રાપ્ત થશે. લવ: કોઈ કારણસર જીવનસાથીથી દૂર રહેવું પડી શકે છે. પ્રેમ સંબંધોમાં નિકટતા રહેશે. લકી નંબર: 2-3-7 લકી કલર: મરૂન શું કરવું: દુર્ગા માતાને મીઠાઈ ધરાવો. દિવસની શરૂઆત મુશ્કેલીઓથી ભરેલી હોઈ શકે છે. ખર્ચ વધારે થશે અને લોકોનો અસહયોગ મળશે. સંતાન સાથે વિવાદ થઈ શકે છે. તેમજ કાર્યોમાં વિલંબ થશે. બપોર પછીથી સમયમાં સુધારો થશે અને કાર્યોમાં ગતિ આવશે. નાની યાત્રા પર જવાનો યોગ છે. ધન લાભમાં વૃદ્ધિ થશે. સાંજે પણ આર્થિક લાભ થશે અને સમય વધુ સાનુકૂળ બનશે. મિત્રોને મળવાની તક મળશે તેમજ તણાવ સમાપ્ત થશે. કરિયર: વેપાર સામાન્ય રહેશે. નોકરીમાં પ્રગતિની તકો મળશે. કઠિન મહેનતનું સારું પરિણામ પ્રાપ્ત થશે. જરૂરી સંસાધનો પણ ઉપલબ્ધ થશે. લવ: વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે. પ્રેમી સાથી સાથે વગર કારણે વિવાદ થઈ શકે છે. લકી નંબર: 2-4-6 લકી કલર: પીળો શું કરવું: દુર્ગા માતાને લાલ રંગના વસ્ત્રો અર્પણ કરો. સવારના સમયમાં સંતાન પક્ષ તરફથી સુખ મળશે. આવક સારી જળવાઈ રહેશે અને કાર્યો સમયસર પૂર્ણ થશે. સહયોગની પ્રાપ્તિ પણ થશે. બપોરનો સમય થોડો પરેશાનીભર્યો રહી શકે છે, તેથી આ સમયે સાવધ રહેવું પડશે. સાંજનો સમય ફરીથી લાભદાયક બનશે અને બાકી રહેલા તમામ કાર્યોમાં શ્રેષ્ઠ પ્રદર્શનની સાથે સારી આવક મેળવશો. હરીફો કરતાં આગળ નીકળવામાં સફળતા મળશે. ખૂબ મહેનત કરવાનું મન થશે અને તેમાં સફળતા પણ મળશે. કરિયર: વેપારમાં સફળતા મળશે. નોકરીમાં ચાલી રહેલી ચિંતાઓ સમાપ્ત થશે. લવ: પ્રેમનો પ્રસ્તાવ સ્વીકારાઈ શકે છે, નિરાશા દૂર થશે. વૈવાહિક જીવનમાં સુખ રહેશે. લકી નંબર: 2-5-8 લકી કલર: કેસરી શું કરવું: દુર્ગા માતાને ફળ અર્પણ કરો. સવારે અજ્ઞાત ભય અને ચિંતા રહી શકે છે. તેમજ કાર્યો સમયસર પૂરા નહીં થાય. મહેનતના પ્રમાણમાં આવક નહીં થાય. સરકારી કાર્યોમાં પણ અડચણો આવશે. બપોરે આવકમાં અવરોધ આવી શકે છે. નવું કાર્ય શરૂ કરવાનું કે કાર્ય બદલવાનો વિચાર અત્યારે ટાળવો જ હિતાવહ રહેશે. દિવસના અંતમાં થોડી રાહત મળશે, આવકમાં સુધારો થશે અને મુશ્કેલીઓનો અંત આવશે. કફ સંબંધિત સમસ્યાઓ અથવા માથાનો દુખાવો થઈ શકે છે. કરિયર: વેપારમાં સંઘર્ષ કરવો પડશે. નોકરી બદલવાનું મન થશે. લવ: વૈવાહિક સંબંધોમાં થોડું અંતર વધી શકે છે. પ્રેમી સાથી તરફથી સારો સહયોગ મળશે. લકી નંબર: 1-2-6 લકી કલર: વાદળી શું કરવું: 'દુર્ગા સપ્તશ્લોકી સ્તોત્ર' ના પાઠ કરો. સવારના સમયમાં કામનો બોજ વધુ રહેશે. પિતા તરફથી સહયોગ મળશે. આવક સારી જળવાઈ રહેશે. કાનૂની બાબતોમાં સફળતા પ્રાપ્ત થશે. બપોરે મહેમાનોનું આગમન થઈ શકે છે, સુખની પ્રાપ્તિ થશે અને સુખદ યાત્રાનો યોગ બનશે. અવરોધો દૂર થશે અને વિરોધીઓ પરાસ્ત થશે. સાંજે કોઈની સાથે વિવાદ થઈ શકે છે અને ધન પ્રાપ્તિમાં અડચણો આવી શકે છે. ગરદન, માથું કે કમરમાં દુખાવો તેમજ પગના પંજામાં સોજો આવી શકે છે. કરિયર: વેપારમાં તેજી જોવા મળશે. નોકરીમાં અધિકારીઓ તમારાથી ખુશ રહેશે. લવ: પ્રેમી સાથી સાથેનો વિવાદ અટકશે. લગ્નના સારા પ્રસ્તાવો મળશે. લકી નંબર: 2-3-7 લકી કલર: સફેદ શું કરવું: દુર્ગા માતાને સફેદ રંગના ફૂલ અર્પણ કરો. સવારના સમયમાં આવક સારી રહેશે, પરંતુ કામ ખૂબ વધારે પ્રમાણમાં કરવું પડશે. દક્ષિણ દિશા તરફ યાત્રા કરવાનો યોગ બની શકે છે. કેટલીક જગ્યાએ તમે પોતાને નબળા અનુભવશો અને તમારી મજાક પણ ઊડી શકે છે, પરંતુ પરિવારના સભ્યો સાથ આપશે. બપોરે પણ આવક સારી રહેશે, છતાં તેની સામે બિનજરૂરી ખર્ચ અને સમયનો બગાડ થઈ શકે છે. સાંજનો સમય અનુકૂળ રહેશે, યોજનાઓ સફળ થશે અને ધન લાભ થશે. કરિયર: કારોબારમાં થોડો તણાવ રહી શકે છે. નોકરીમાં ખુશ થવાની તક મળશે. લવ: વૈવાહિક જીવનમાં સંતોષ રહેશે. પરિવારનો પૂરો સહયોગ મળશે. લકી નંબર: 2-6-8 લકી કલર: લાલ શું કરવું: દુર્ગા માતાની સામે ઘીનો દીવો પ્રગટાવો. તમે સાચું કાર્ય કરશો તો પણ એકસાથે ઘણી સમસ્યાઓ સામે આવીને ઊભી રહી શકે છે. ધનનો ખર્ચ વધશે અને પરેશાનીઓ આવશે. જોકે બપોર પછી સ્થિતિમાં સુધારો થશે, યોગ્ય દિશા મળશે અને સહયોગ પણ પ્રાપ્ત થશે. અટકેલા નાણાં પાછા મળવાની સંભાવના બનશે. જમીન સંબંધિત કાર્યોમાં સફળતા મળશે. સાંજે થોડો અજ્ઞાત ભય રહેશે, છતાં આવક સારી રહેશે. કાર્યસ્થળ પર કોઈ તમને ડરાવવાનો પ્રયાસ કરી શકે છે, પરંતુ તમે પોતે જ બધું સંભાળી લેશો. કરિયર: વેપારમાં લક્ષ્યથી ભટકી શકો છો. નોકરીમાં સમસ્યાઓ સમાપ્ત થશે અને પ્રોજેક્ટ્સ સફળ રહેશે. લવ: જીવનસાથી અનુકૂળ રહેશે. પ્રેમ સંબંધોમાં સુખ પ્રાપ્ત થશે. લકી નંબર: 3-5-9 લકી કલર: ગુલાબી શું કરવું: દુર્ગા માતાને દૂધથી અભિષેક કરો. શરૂઆતમાં આવકની બાબતમાં શાંતિ રહેશે, પરંતુ મન થોડું વિચલિત રહી શકે છે. તમે સક્ષમ હોવા છતાં મનપસંદ કામ મળવામાં મુશ્કેલી પડી શકે છે. બપોરે પરેશાનીઓ વધવાની આશંકા છે, આવકમાં અભાવ આવી શકે છે અને બિનજરૂરી ખર્ચ તેમજ વિવાદ થઈ શકે છે. તેથી પોતાના પર નિયંત્રણ રાખવું. સાંજથી રાહત મળશે, બધું વધુ સારું થશે અને દિવસના અંતમાં કાર્યો સરળતાથી ઉકેલાઈ જશે. કરિયર: વેપારમાં મહેનત વધુ અને નફો ઓછો હોઈ શકે છે. નોકરીમાં અધિકારીઓ પરેશાન કરી શકે છે. લવ: વૈવાહિક સંબંધોમાં વૈચારિક મતભેદ થઈ શકે છે. પ્રેમમાં ચાલી રહેલી નિરાશા સમાપ્ત થશે. લકી નંબર: 2-5-8 લકી કલર: વાદળી શું કરવું: દુર્ગા માતાને દૂધ અને સાકરનો પ્રસાદ ધરાવો. સવારે કાર્યોમાં થોડી શાંતિ રહેશે અને ધનની ઉપલબ્ધતા થશે. બીજા લોકોની બેદરકારીના કારણે કાર્યોમાં અવરોધો આવી શકે છે, પરંતુ તમે તેને પાર પાડવામાં સફળ રહેશો. બપોરે વાહન ચલાવવામાં ખાસ સાવધાની રાખવી. નજીકના લોકો જ વિરૂદ્ધ થઈ શકે છે અને વિરોધીઓ કષ્ટ પહોંચાડવાનો પ્રયત્ન કરશે. આવકમાં થોડો અભાવ આવી શકે છે. સાંજનો સમય ફરી અનુકૂળ બનશે અને પરિવાર સાથે ફરવા જવાની યોજના બનશે. શરીરમાં જુદા-જુદા ભાગે દુખાવો થઈ શકે છે. કરિયર: વેપારમાં થોડી ચિંતા રહેશે. નોકરીમાં મનપસંદ કામ મેળવવામાં વિલંબ થઈ શકે છે. લવ: પ્રેમ સંબંધોમાં સાથીને મનાવવો પડી શકે છે. જીવનસાથી તરફથી સુખ મળશે. લકી નંબર: 2-4-9 લકી કલર: કથ્થઈ શું કરવું: દુર્ગા માતા સમક્ષ તેલનો દીવો પ્રગટાવો.
    Click here to Read More
    Previous Article
    28 જૂનનું ટેરો રાશિફળ:મેષ અને ધન રાશિને જૂના રોકાણથી મોટો લાભ થવાના સંકેત, સિંહ અને મકર જાતકોને અટકેલા કામોમાં સફળતા મળશે
    Next Article
    રવિવારનું રાશિફળ:વૃષભ અને મીન રાશિના જાતકોનું દામ્પત્યજીવન મધુર રહેશે, કન્યા રાશિએ દેખાડાના ચક્કરમાં દેવું કરવાથી બચવું

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment