Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચીનની અવળચંડાઈ, લદ્દાખના 28 સ્થળોને પોતાના ગણાવ્યાં:ભારતે નામ બદલ્યાં તો વાંધો ઉઠાવ્યો, તેમાં ગોગરા-હોટ સ્પ્રિંગ્સ પણ સામેલ; સેના વચ્ચે અહીં અથડામણ થઈ હતી

    1 day ago

    ચીને લદ્દાખની 28 જગ્યાઓ પર પોતાનો દાવો કર્યો છે. ચીને મંગળવારે આ જગ્યાઓનાં નામ નક્કી કરવાના ભારતના નિર્ણય સામે પણ વાંધો ઉઠાવ્યો. ચીને કહ્યું કે આ વિસ્તારો અમારા છે અને ભારત નામ બદલવાથી કે નવું નામ રાખવાથી જમીન પરનો માલિકી હક બદલાશે નહીં. ભારતે 2 ઓક્ટોબરે આ જગ્યાઓનાં નામ સત્તાવાર રીતે નક્કી કર્યા હતા. તેમાં ગોગરા અને હોટ સ્પ્રિંગ જેવા વિસ્તારો પણ સામેલ છે, જ્યાં 2020માં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે તણાવ થયો હતો. ચીન બોલ્યું- લદ્દાખને ભારતનું કેન્દ્રશાસિત પ્રદેશ માનતા નથી ચીનના વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા માઓ નિંગે મંગળવારે કહ્યું કે ચીન લદ્દાખને ભારત દ્વારા બનાવવામાં આવેલું કેન્દ્રશાસિત પ્રદેશ માનતું નથી. ચીને ભારતના આ પગલાને ગેરકાયદેસર ગણાવતા કહ્યું કે સરહદના પશ્ચિમ ભાગના આ વિસ્તારો તેના છે. માઓના જણાવ્યા મુજબ, ભારતના આ નિર્ણયથી સરહદના પશ્ચિમ ભાગમાં આવેલા તે વિસ્તારો પર ચીનનો દાવો બદલાઈ શકતો નથી, જેને તે પોતાનો વિસ્તાર માને છે. ભારતે 28 સ્થળોનાં નામ શા માટે નક્કી કર્યાં? ગોગરા અને હોટ સ્પ્રિંગ પૂર્વી લદ્દાખના સંવેદનશીલ વિસ્તારો ભારતે જે સ્થળોનાં નામ નક્કી કર્યા છે, તેમાં ગોગરા અને હોટ સ્પ્રિંગ પણ સામેલ છે. આ પૂર્વી લદ્દાખના સંવેદનશીલ વિસ્તારો છે, જ્યાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સરહદ પર તણાવ રહ્યો છે. આ સ્થળોએ ભારતીય સૈનિકો પેટ્રોલિંગ પણ કરે છે. મે 2020માં પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ વધી ગયો હતો. 5 મેના રોજ પેંગોંગ સરોવર નજીક બંને દેશોના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જૂન 2020માં ગલવાન ખીણમાં પણ બંને સેનાઓ વચ્ચે હિંસક સંઘર્ષ થયો હતો. ત્યારબાદ બંને દેશોએ સરહદ પર તણાવ ઘટાડવા અને સૈનિકોને પાછળ હટાવવા માટે વાતચીત શરૂ કરી. સૈનિકોને પાછળ હટાવવાની પ્રક્રિયા 2022માં શરૂ થઈ હતી. 28 સ્થળોમાં કયા કયા નામ સામેલ છે? ભારત તરફથી નક્કી કરાયેલા 28 નામોમાં પર્વતો, ઘાટીઓ, હિમનદીઓ, જમીનના વિસ્તારો, ખીણો અને જળસ્રોતોનો સમાવેશ થાય છે. પર્વત-શિખરો: અતીશા ગિરિ, કનીષ્ક પીક, કરુણ પીર પર્વત, માર્તંડ ગિરિ, દ્રક કાર્પો, જોલમોરી, રિનચેન જાંગપો, સાક્યશ્રી ગિરિ, માર્પા લોત્સાવારી, મિલારેપા કાંગરી, શિવ રી, જોરાવર પીક અને મહેશ્વરી. ઘાટીઓ-હિમનદીઓ: ચાપચિંગલ ઘાટી, શાચમિરિક ઘાટી, પાર્પિક હિમનદી અને સ્કામરી હિમનદી. જમીનના વિસ્તારો: બ્રાંગસા, કુકસેલ, દેહરા કમ્પાસ, ગોગરા, કુમારાયણ પોઈન્ટ, પાંગલુંગ અને શમાલ લુંગપા. ખીણ-જળસ્રોત: શ્કોર્ગા ખીણ, ગુરુ રિનપોચે સરોવર, યાંગપા નદી અને હોટ સ્પ્રિંગ. આ સ્થળોના નામ નક્કી કરીને સરકારી નકશામાં સામેલ કરવાનો હેતુ તેમની સાચી ઓળખ દર્શાવવાનો છે. ગલવાનમાં ભારત અને ચીન વચ્ચે હિંસક અથડામણ થઈ હતી જૂન 2020માં લદ્દાખની ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સરહદ વિવાદને લઈને હિંસક અથડામણ થઈ હતી. ભારતના જણાવ્યા અનુસાર, 6 જૂને બંને દેશોના સૈન્ય અધિકારીઓ વચ્ચે સૈનિકોને પાછળ હટાવવા અંગે સહમતિ બની હતી, પરંતુ 15 જૂનની રાત્રે ફરી અથડામણ થઈ. આ દરમિયાન સૈનિકો વચ્ચે પથ્થરો અને લાકડીથી લડાઈ થઈ હતી. અથડામણમાં ભારતના 20 સૈનિકો શહીદ થયાં હતાં. ચીને ફેબ્રુઆરી 2021માં પોતાના 4 સૈનિકોનાં મોત થયાં હોવાનું સ્વીકાર્યું હતું. આ ઘટના બાદ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો અને સરહદ પર સૈનિકોની તૈનાતી વધારી દેવામાં આવી. અરુણાચલ પ્રદેશને લઈને પણ બંને દેશો વચ્ચે વિવાદ ભારત અને ચીન વચ્ચે અરુણાચલ પ્રદેશને લઈને લાંબા સમયથી સરહદ વિવાદ છે. ચીન અરુણાચલ પ્રદેશના મોટા ભાગ પર પોતાનો દાવો કરે છે. આ જ દાવા હેઠળ ચીન 2017થી અનેક વખત અરુણાચલ પ્રદેશના સ્થળોના ચીની નામ જાહેર કરી ચૂક્યું છે. 2023માં ચીને 11 અને 2024માં આશરે 30 સ્થળોના નામ જાહેર કર્યા હતા. ભારતે દર વખતે તેનો વિરોધ કર્યો છે. ભારતનું કહેવું છે કે અરુણાચલ પ્રદેશ તેનો અવિભાજ્ય હિસ્સો છે અને ચીન દ્વારા નામ બદલવાથી જમીન પરની સ્થિતિ બદલી શકાતી નથી. ભારતની નજરે આ માત્ર નામોનો મામલો નથી, પરંતુ પોતાના પ્રદેશ પર ચીનના દાવા સાથે જોડાયેલો વિવાદ છે. -------------------------- આ સમાચાર પણ વાંચો: અફઘાનિસ્તાને ચીન સુધી બનાવ્યો માર્ગ, ભારત માટે ચિંતાનો વિષય:121 કિમીનો વાખાન કોરિડોર ચીન માટે સીધો માર્ગ, લદ્દાખ પાસે વધશે અસર અફઘાનિસ્તાને ઉત્તર-પૂર્વીય બદખ્શાં પ્રાંતમાં વાખાન કોરિડોર મારફતે ચીનના શિનજિયાંગ સુધી 121 કિલોમીટર લાંબો રસ્તો બનાવી લીધો છે. આશરે 55 લાખ ડૉલરના ખર્ચે બનેલા આ રસ્તાનું ઉદ્ઘાટન પણ થઈ ગયું છે. આ રસ્તો અફઘાનિસ્તાન અને ચીન વચ્ચેનો પહેલો સીધો જમીનમાર્ગ છે. વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    મિડટર્મ ચૂંટણીમાં મસ્કની એન્ટ્રી:ટ્રમ્પને જીતાડવા રિપબ્લિકન પાર્ટી પાછળ પાણીની જેમ પૈસા વહાવ્યા, રુ. 2,600 કરોડથી વધુ ખર્ચ્યા; પ્રચારની રણનીતિ અપનાવી
    Next Article
    રાહુલ ગાંધીના ઘરે ટી-પાર્ટી, વિપક્ષી નેતાઓ પહોંચ્યા:CEC વિરુદ્ધ આંદોલનની રણનીતિ પર ચર્ચા ચાલી રહી છે; 7 દિવસમાં 5 પ્રદર્શન

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment