Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલ ગાંધીના ઘરે ટી-પાર્ટી, વિપક્ષી નેતાઓ પહોંચ્યા:CEC વિરુદ્ધ આંદોલનની રણનીતિ પર ચર્ચા ચાલી રહી છે; 7 દિવસમાં 5 પ્રદર્શન

    1 day ago

    દિલ્હીમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ઘરે ચા પર બેઠક માટે ઈન્ડિયા બ્લોકના નેતાઓ પહોંચી ગયા છે. બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ આંદોલન અને SIRના વિરોધને આગળ વધારવાની રણનીતિ પર ચર્ચા થશે. રાહુલે X પર પોસ્ટ કરીને લખ્યું કે ચા બાદ તમામ નેતાઓ મળીને મીડિયાની સામે પોતાની વાત રજૂ કરશે. કોંગ્રેસ સાંસદ કે.સી. વેણુગોપાલ અને પ્રિયંકા ગાંધી વાડ્રા પણ રાહુલ ગાંધીના નિવાસસ્થાને પહોંચ્યા છે. રાહુલે વિદ્યાર્થી સંગઠનો અને સિવિલ સોસાયટીના સભ્યોને પણ ચા પીવા માટે બોલાવ્યા છે. કોંગ્રેસ નેતા ભૂપેશ બઘેલે કહ્યું- આગળની રણનીતિ શું હશે, તે રાહુલ ગાંધી જ જણાવી શકે છે. વિપક્ષે જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ અને SIRના વિરોધમાં 6, 7, 8, 9 અને 12 ઓક્ટોબરે પ્રદર્શન કર્યા. એટલે કે 7 દિવસમાં 5 વખત પ્રદર્શન થઈ ચૂક્યાં છે. સોમવારે વિપક્ષી નેતાઓએ બારાખંભા રોડથી સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ યોજી હતી. તેમાં રાહુલ ગાંધી, તેજસ્વી યાદવ અને અખિલેશ યાદવ સહિત 11 પક્ષોના નેતાઓ સામેલ થયા હતા. વિપક્ષી સાંસદોએ SIR વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ કરી છે. વિપક્ષી સાંસદોએ 6, 7, 8, 9 અને 12 ઑક્ટોબરે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમરના રાજીનામા અને SIRના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પોલીસે રાહુલ અને પ્રિયંકા ગાંધીને ત્રણ વખત કસ્ટડીમાં પણ લીધા હતા.
    Click here to Read More
    Previous Article
    ચીનની અવળચંડાઈ, લદ્દાખના 28 સ્થળોને પોતાના ગણાવ્યાં:ભારતે નામ બદલ્યાં તો વાંધો ઉઠાવ્યો, તેમાં ગોગરા-હોટ સ્પ્રિંગ્સ પણ સામેલ; સેના વચ્ચે અહીં અથડામણ થઈ હતી
    Next Article
    પીયૂષ ગોયલે કહ્યું- કોંગ્રેસ ચૂંટણી કમિશનરોને રાજ્યપાલ-મંત્રી બનાવતી હતી:CEC રહેતા એમ.એસ.ગિલને પદ્મ વિભૂષણ આપવું શું લાંચ નથી; રાહુલને કર્યા 10 સવાલ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment