Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં VHPના કાર્યક્રમમાં Dy CMનું મોટું નિવેદન:હર્ષ સંઘવીએ ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવા સિગ્નેચર કરી સમર્થન આપ્યું; કહ્યું- 'ગૌહત્યારાઓ સામે 7 વર્ષથી આજીવન કેદની સજા કરાવી છે'

    11 hours ago

    સુરત શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) સુરત દ્વારા શ્રદ્ધેય અશોકજી સિંઘલના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે એક ભવ્ય સામાજિક ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ગૌ સન્માન આહવાનના સિગ્નેચર અભિયાનમાં હસ્તાક્ષર કરી ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવા માટે જાહેરમાં પોતાનું ખુલ્લું સમર્થન જાહેર કર્યું હતું. સાધુ-સંતો અને હિન્દુ સંગઠનોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત આ સામાજિક ગોષ્ઠી કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતના ખ્યાતનામ સાધુ-સંતો વિશેષ આશીર્વાદ આપવા પધાર્યા હતા. આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ વિવિધ હિન્દુ સંગઠનોના ટોચના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ રામ જન્મભૂમિ આંદોલનના પ્રણેતા સ્વ. અશોકજી સિંઘલના હિન્દુ સમાજ અને રાષ્ટ્ર નિર્માણના કાર્યોને યાદ કરી તેમની સરાહના કરી હતી. 1 વર્ષમાં 15 ગૌહત્યારાઓને ઝડપી આજીવન કેદ સુધીની સજા કરાવી: સંઘવી કાર્યક્રમને સંબોધતા હર્ષ સંઘવીએ ગૌહત્યાને લઈને સરકારનું કડક વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે ગૌહત્યા વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને અત્યંત કડક કાર્યવાહી કરી છે. છેલ્લા એક જ વર્ષમાં રાજ્યમાંથી 15 જેટલા ગૌહત્યારાઓને ઝડપી લેવામાં આવ્યા છે. માત્ર ધરપકડ જ નહીં, પરંતુ પોલીસ અને કાયદાકીય તંત્રના મજબૂત સંકલનથી આ આરોપીઓને 7 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની આકરી સજાઓ અપાવવામાં સરકારને મોટી સફળતા મળી છે. ‘તમારે જોખમ લેવાની જરૂર નથી, અડધી રાતે પણ હું ફોલોઅપ લઈશ’ કાર્યકરો અને ગૌરક્ષકોનો જુસ્સો વધારતા ગૃહ મંત્રીએ સ્પષ્ટ ખાતરી આપતા કહ્યું હતું કે, ગૌરક્ષા માટે ઉપસ્થિત તમામ લોકો સાથે મળીને આ અભિયાનને વધુ મજબૂત બનાવીશું. ગૌરક્ષાના નામે કોઈ પણ કાર્યકરે જાતે કાયદો હાથમાં લેવાની કે વધારે રિસ્ક લેવાની જરૂર નથી. હું મારી ઓફિસથી જ તમારા સાથી તરીકે કાર્યરત છું. અડધી રાતે પણ જો આ બાબતે કોઈ માહિતી મળશે, તો હું વ્યક્તિગત રીતે તેની તાત્કાલિક નોંધ લઈ જરૂરી ફોલોઅપ અને કાર્યવાહી કરાવીશ.
    Click here to Read More
    Previous Article
    માંગરોળ બંદર નજીક બાઇક સ્લિપ થતાં યુવાનનું મોત:બાઇક અચાનક સ્લિપ થઈ જતા પાછળ બેઠેલા યુવાન રસ્તા પર પટકાયો, સામેથી આવી રહેલું બાઈક શરીર પર ફરી વળ્યું
    Next Article
    SG હાઈવેથી બોપલ-શેલા તરફ જતા રસ્તા પર ટ્રાફિક જામ:એક કિમીથી લાંબી વાહનોની લાઈન લાગી, રવિવારની રજામાં ફરવા નીકળેલા લોકો ફસાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment