Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માંગરોળ બંદર નજીક બાઇક સ્લિપ થતાં યુવાનનું મોત:બાઇક અચાનક સ્લિપ થઈ જતા પાછળ બેઠેલા યુવાન રસ્તા પર પટકાયો, સામેથી આવી રહેલું બાઈક શરીર પર ફરી વળ્યું

    11 hours ago

    માંગરોળ બંદર બૈડ વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે, જ્યાં રોડ પર જતી એક બાઇક અચાનક સ્લિપ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં બાઇક પાછળ બેઠેલો યુવાન રોડ પર પટકાયો હતો, જેના કારણે તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સીસીટીવીમાં કેદ થયો ​ આ અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બાઇક ચાલક રસ્તા પર આવી રહ્યો છે. અને બાઈક અચાનક સ્લીપ થઈ હતી જેમાં પાછળ બેઠેલો યુવાન રોડ પર પટકાયો હતો.જેમાં પાછળ બેઠેલો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થાય છે, અને જ્યારે બાઇક સ્લિપ થાય છે ત્યારે સામેથી આવતા અન્ય બાઇક ચાલકે તાત્કાલિક બ્રેક મારી દીધી હતી. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ગંભીર ઇજાગ્રસ્ત બનેલા યુવાનને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન યુવાનનું કરૂણ મોત નિપજ્યું હતું. માંગરોળથી પરત ફરતી સમયે યુવકને અકસ્માત નડ્યો ​આ બનાવની માહિતી મળતા જ માંગરોળ મરીન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતકની ઓળખ મહેશ રવજી રાઠોડ (ઉંમર વર્ષ 35, રહે. ગૌતમ નગર, માણાવદર) તરીકે મેળવી છે, જેઓ મજૂરી કામ અર્થે માંગરોળ ગયા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને સીસીટીવી દ્રશ્યોના આધારે વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે, જેના કારણે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    5 ઓક્ટોબરનું અંકફળ:અંક-1 અને અંક 5ના જાતકો માટે ધનહાનિનો યોગ, અંક-6ના લોકોએ અતિ ઉત્સાહમાં નુકસાન વેઠવું પડી શકે
    Next Article
    સુરતમાં VHPના કાર્યક્રમમાં Dy CMનું મોટું નિવેદન:હર્ષ સંઘવીએ ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવા સિગ્નેચર કરી સમર્થન આપ્યું; કહ્યું- 'ગૌહત્યારાઓ સામે 7 વર્ષથી આજીવન કેદની સજા કરાવી છે'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment