Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SG હાઈવેના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત:ઓવર સ્પીડના કારણે કાર ડાયવર્ઝન સાથે અથડાઈ, આગળના ભાગનો બુકડો

    1 day ago

    અમદાવાદના એસ.જી. હાઈવે પર ઇસ્કોન બ્રિજ પર 15 સપ્ટેમ્બરની વહેલી સવારે એક કારચાલકનો અકસ્માત થયો હતો. 20 વર્ષનો યુવક કાર લઈને જઈ રહ્યો હતો, ત્યારે ઓવર સ્પીડના કારણે કાર બેકાબૂ બની ડાયવર્ઝન સાથે અથડાઈ હતી. અકસ્માતમાં સદનસીબે કારચાલકને ઇજા પહોંચી નથી, પરંતુ કારના આગળના ભાગનો બુકડો બોલી ગયો છે. બેદરકારી પૂર્વક કાર ચલાવનાર યુવક સામે પોલીસે ગુનો નોંધ્યો છે. ગાંધીનગરથી પરત ફરતા અકસ્માત એસ. જી. હાઇવે પર વાઇડ એન્ગલ સામે ઇસ્કોન બ્રિજ ઉપર સવારે 3:30 વાગ્યે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતનો મેસેજ મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, ત્યાં એક સફેદ કલરની હોન્ડા CRV કાર અકસ્માત થયેલી હાલતમાં હતી. આ કારનો ચાલક હેત સુનીલભાઈ પરીખ (ઉં.વ.20, રહેવાસી મકાન નંબર 103, શેફલ ગારનેટ એપાર્ટમેન્ટ, આનંદનગર, સેટેલાઇટ) ઘટનાસ્થળે હાજર હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે, તે રાત્રે ગાંધીનગરથી પોતાના ઘરે જઈ રહ્યો હતો, ત્યારે સ્પીડમાં કાર ચલાવતા તેણે પોતાનું બેલેન્સ ગુમાવ્યું હતું અને કાર બ્રિજ પર મૂકેલા ડાયવર્ઝનના લોખંડના પતરા સાથે અથડાઈ ગઈ હતી. સદનસીબે ઘટનામાં કોઈને ઈજા નહીં અકસ્માતમાં કારના આગળના બમ્પર, બોનેટ, પાછળની ડેકી અને બંને સાઇડની બોડીના ભાગે મોટું નુકસાન થયું છે. જોકે, આ ઘટનામાં ચાલક કે અન્ય કોઈ વ્યક્તિને કોઈ ઈજાઓ પહોંચી ન હતી. જાહેરમાં પૂરઝડપે વાહન ચલાવી અકસ્માત સર્જવા બદલ હેત પરીખ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સણોસરામાં થોડા સમય માટે જોરદાર વરસાદ:ગામના રસ્તાઓ પર પાણી ભરાયા, ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો
    Next Article
    અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં યુવકે ગળાફાંસો ખાધો:ટ્રેનમાં જામનગરથી યુપી જતા અમદાવાદ ઉતર્યો હતો, કોઈ હેરાન કરતું હોવાની ફરિયાદ કરતા પોલીસ સ્ટેશન લવાયો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment