Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોશિયલ મીડિયાની અપીલ બની આશીર્વાદ:અનાથ દીકરીના લગ્નમાં સહાનુભૂતિનો સાગર

    13 hours ago

    ભાવનગર જિલ્લાના પાલિતાણાની એક નાજુક પરિસ્થિતિમાં જીવતી દીકરીના લગ્ન પ્રસંગે માનવતાનો સ્પર્શ જોવા મળ્યો છે. માતા-પિતાના સ્નેહથી વંચિત બે બહેનો પૂજાબેન અને તેની નાની બહેન પાયલ -દાદીમાના આશ્રય હેઠળ જીવન વિતાવી રહી છે. આવી પરિસ્થિતિમાં લગ્નનો પ્રસંગ પરિવાર માટે ચિંતાનો વિષય બની ગયો હતો. આ વાત સોશિયલ મીડિયાના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સુધી પહોંચતા તેમણે તરત જ સંવેદના વ્યક્ત કરી અને ભાવનગર જિલ્લા વહીવટી તંત્રને માર્ગદર્શન આપ્યું, તંત્રની ટીમે એક પણ મિનિટનો વિલંબ કર્યા વગર સ્થળ પર પહોંચી પરિવારની પરિસ્થિતિ જાણવાની સાથે સહાય માટે તત્પરતા દર્શાવી. ભાવનગર જિલ્લા તંત્ર દ્વારા પરિવાર સાથે સંપર્ક કરતાં હવે તેમના ચહેરા પર ચિંતા નહીં પરંતુ સંતોષ અને આભારની લાગણી ઝળહળી રહી છે. પરિવારજનોએ જણાવ્યું કે હાલ કોઈ વધારાની જરૂરિયાત નથી અને જરૂર પડશે તો તેઓ તંત્રનો સંપર્ક કરશે.પાલિતાણાના પ્રાંત અધિકારીએ પૂજાબેનના લગ્નમાં હાજરી આપી નવદંપતીને શુભેચ્છા પાઠવી હતી. આ સમગ્ર ઘટનાએ સાબિત કર્યું છે કે જ્યારે સંવેદના, સહકાર અને માનવતા એક થાય છે ત્યારે કોઈપણ મુશ્કેલી મોટી રહેતી નથી. મુખ્યમંત્રીની લાગણી અને સમાજના સહયોગે એક દીકરીના સપનાને સાચા અર્થમાં સાકાર કર્યું છે. દિલથી જોડાયેલા અનેક દાતાઓ આગળ આવ્યા સોશિયલ મીડિયા પર કરાયેલ એક નમ્ર અપીલે ચમત્કાર સર્જ્યો છે. અજાણ્યા હોવા છતાં દિલથી જોડાયેલા અનેક દાતાઓએ આગળ આવી પૂજાબેનના લગ્નને યાદગાર બનાવવાનો નિર્ધાર કર્યો છે. તળાજાના પાવઠી ગામના અલખધણી ગ્રુપે ભોજન અને કરિયાવરની જવાબદારી સંભાળી તો ગારિયાધારના જાળિયા ગામના મયુરી મંડપે લાઇટ, ડેકોરેશન, વાસણ અને ડી.જે. જેવી વ્યવસ્થાઓ કરી દીધી.
    Click here to Read More
    Previous Article
    Assembly Election Results 2026 LIVE Updates: West Bengal | Assam | Tamil Nadu | Puducherry | Kerala
    Next Article
    ગંભીર અકસ્માત સર્જાયો:SG હાઈ‌વે પર બસથી બેરિકેડ તૂટીને રિક્ષા પર પડતાં એક પેસેન્જરનું મૃત્યુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment